Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
• भावलब्ध्यप्राप्तिकारणविज्ञापनम् ॥
२५१३ रीत्या प्रसिद्धि-प्रभावकतादिषड्विंशतिविधपुण्योदयाऽऽकर्षणम्, आज्ञाचक्रस्थलीयप्रकाशानुभवादि-प दर्शितषड्विंशतिविश्रामस्थानविश्रान्तिरुचिः, पूर्वोक्तनिद्रा-तन्द्रा-प्रमादादिसप्तविंशतिविघ्नवृन्दपारवश्यम्, . आशातनोत्सूत्रभाषणादिना कुशलानुबन्धसन्ततिविच्छेदः, दीर्घकाल-नैरन्तर्य-सत्कार-श्रद्धादिभावगर्भपूर्वोक्तपञ्चदशविधाऽभ्यन्तरोद्यमशून्यत्वम्, वक्ष्यमाणलब्धिपञ्चकराहित्यादिकं वा ज्ञेयम्। ततश्च कर्मसैन्यविजिगीषुणा साधुना निद्रा-तन्द्रा-प्रमादादिपारवश्यं हित्वा, गुरुविनय-भक्त्यादि-श
પુણ્યોદયના આકર્ષણને છોડીએ ! (I) અથવા પ્રસિદ્ધિ, પ્રભાવકતા વગેરે પૂર્વોક્ત (જુઓ-પૃષ્ઠ ૨૫૦૨) ૨૬ પ્રકારના (A to Z) પુણ્યોદયના આકર્ષણના લીધે પણ પ્રતિસમય વર્ધમાન શુદ્ધપરિણામપ્રવાહ ન પ્રગટે તેવું પણ સંભવે.
છે વિશ્રામસ્થાનોમાં ન અટવાઈએ છે (U) અથવા પૂર્વે (જુઓ-પૃષ્ઠ ૨૫૦૩) જણાવેલ આજ્ઞાચક્રમાં લાલ-પીળા અજવાળા વગેરે (A to Z) ૨૬ વિશ્રાન્તિ સ્થાનોમાં અટકી જવાના લીધે, તેમાં ખોટી થવાના કારણે, તેનો ભોગવટો કરવાની રુચિ થવાથી શુદ્ધાત્મદ્રવ્ય ઉપરથી દષ્ટિ-ઉપયોગ-રુચિ-લાગણી કાંઈક અંશે ખસી જાય છે. તેના લીધે પણ પ્રતિસમય અનંતગુણ વર્ધમાન ભાવવિશુદ્ધિ સ્રોત = ભાવલબ્ધિ પ્રગટ ન થાય. આવી પણ સંભાવના પ્રબળ રહે છે.
A વિજ્ઞવિજયમાળાને વરીએ , () પૂર્વોક્ત (જુઓ-પૃષ્ઠ ૨૫૦૪) નિદ્રા, તન્દ્રા, પ્રમાદ વગેરે ૨૭ વિપ્નોની સામે જીવ મૂકી પડે, તેને પરવશ થઈ જાય તો પણ ગ્રંથિભેદકારક તેવી વર્ધમાન વિશુદ્ધ ભાવશૃંખલા = ભાવલબ્ધિ ન મળે. આવું પણ પૂર્વે અનેક વખત બન્યું હોય.
કુશલાનુબંધની પરંપરાને ઉખેડીએ નહિ , (L) આશાતના, ઉસૂત્રભાષણ વગેરેના કારણે કુશલાનુબંધની પરંપરાને આ જીવે ઉખેડી નાંખી વા હોય તો પણ ગ્રંથિભેદજનક વધતી નિર્મળ પરિણતિની ધારા ન જન્મે તેવી પણ શક્યતા છે. ગ્રંથિભેદની કામનાવાળા જીવે આશાતના-ઉસૂત્રભાષણ વગેરેથી સતત દૂર રહેવાની પ્રાથમિક જરૂરત છે. સ
* અંતરંગ પુરુષાર્થને ન છોડીએ જ (M) ગ્રંથિભેદકારક પ્રતિસમય વધતી ભાવશુદ્ધિને પ્રગટાવવા માટે સાધક ભગવાને પૂર્વે (જુઓ પૃષ્ઠ-૨૪૯૫ થી ૨૫૦૦) જણાવેલ પંદર પ્રકારના અંતરંગ પુરુષાર્થને દીર્ઘકાળ સુધી (વર્તમાન કાળમાં કમ સે કમ છ માસ સુધી અથવા ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી) પ્રતિદિન નિરંતર આદર-બહુમાન -સદ્ભાવ-સત્કાર-શ્રદ્ધાદિ ભાવોથી ગર્ભિતપણે કરવો જોઈએ. તેવો ઉદ્યમ આજ સુધી ન કરવાના લીધે જીવને તેવી વર્ધમાન ભાવવિશુદ્ધિ = ભાવલબ્ધિ મળી ન હોય તેવું પણ શક્ય છે.
(N) અથવા તો આગળ (પૃ.૨૫૨૪) જણાવવામાં આવશે તે ક્ષયોપશમલબ્ધિ વગેરે પાંચ લબ્ધિઓ ન મળી હોય તેથી પણ ગ્રંથિભેદકારક તેવી ભાવશુદ્ધિ આ જીવને ન મળી હોય તેવું પણ શક્ય છે.
A મિથ્યાત્વત્યાગ એ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે. (તા.) તેથી કર્મસૈન્યને જીતવાની ઈચ્છાવાળા સાધકે નિદ્રા, તંદ્રા, પ્રમાદ વગેરે પૂર્વોક્ત (પૃ.૨૫૦૪) વિપ્નોની પરવશતાને છોડીને, ગુરુવિનય-ગુરુભક્તિ વગેરેને આગળ ધરીને, આત્મજ્ઞાની સદ્ગુરુની પવિત્ર