Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५३०
• आद्ययोगदृष्टिचतुष्कप्रकर्षः । प प्रमिता एव बध्यन्ते । अशुभकर्माणि प्रतिसमयं पल्योपमसङ्ख्यातभागहीनतया बध्यन्ते इति कर्मप्रकृती (उपशमनाकरण-गाथा ३-९) व्यक्तम् । इत्थं क्रमशो मित्रा-तारा-बला-दीप्रादृष्टिपरमप्रकर्षः सम्पद्यते ।
ततश्च करणलब्धिबलेन नैश्चयिकाऽन्तर्मुहूर्त्तकालीनचरमयथाप्रवृत्तकरणाऽपूर्वकरणादिप्रादुर्भावे सम्यग्दर्शनं समुत्पत्तुं समुत्सहते। रागादिपृथक्करणप्रवणः अतीन्द्रिय-परमशान्त-शाश्वत-शुद्धनिजचैतन्य। स्वभावग्राहकः ध्यानभूमिकारूपः विशुद्धतराऽध्यवसायविशेषोऽत्र करणपदवाच्यः। इत्थं वर्धमानलब्धिश पञ्चकप्रभावेण रागादिग्रन्थिं विभिद्य अपरोक्षस्वानुभूतिमय-नैश्चयिक-भावसम्यग्दर्शनं साकारोपयोगे क वर्तमानः साधकः समुपैति । पूर्वं गीतार्थगुरुसङ्गादिसहायेन नय-निक्षेप-प्रमाणतः अवगृहीतस्य आत्म
स्वरूपस्य श्रद्धानेन यत् प्रधानं द्रव्यसम्यक्त्वं सञ्जातम्, तदेव साम्प्रतं शुद्धात्मस्वरूपोहापोह -मीमांसा-रुचि-प्रीति-भक्ति-विविदिषा-विभावना-माहात्म्योपरक्तमति-स्मृति-प्रतीतिप्रभृतिगर्भितनिरुक्तलब्धिબાંધવા જ પડે તો પણ ત્યારે તે સાધક તે અશુભ કર્મને પ્રતિસમય પલ્યોપમના સંખ્યાત ભાગ જેટલા પ્રમાણમાં ઘટાડતો-ઘટાડતો બાંધે. અર્થાત્ પ્રથમ સમયે જે અશુભ કર્મ જેટલી સ્થિતિવાળું બાંધે તેના કરતાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન સ્થિતિવાળું બીજા સમયે બાંધે. ત્રીજા સમયે તેના કરતાં પણ પલ્યોપમના સંખ્યાત ભાગ ઓછી સ્થિતિવાળું તે અશુભ કર્મ બાંધે. આ રીતે બંધાતા અશુભ કર્મની સ્થિતિ પ્રતિસમય પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઘટતી જાય છે. શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિમાં (કમ્મપયડીમાં) આ વિષય સ્પષ્ટપણે જણાવેલ છે. કર્મની સામે સાધક ભગવાનનું પોતાનું આત્મબળ વધતાં-વધતાં આ રીતે અહીં ક્રમશઃ મિત્રા-તારા-બલા-દીપ્રા નામની ચારેય યોગદષ્ટિઓ પરમ પ્રકર્ષને પામે છે.
as કરણલધિનો જબર ચમત્કાર છે (તત%) તેથી કરણલબ્ધિના સામર્થ્યથી નૈઋયિક અન્તર્મુહૂર્વકાલીન ચરમ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ - વગેરે પ્રગટ થાય ત્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા માટે સમ્યફ પ્રકારે ઉત્સાહિત થાય છે, તૈયાર થાય છે.
“કરણ' શબ્દ દ્વારા અહીં અત્યંત વિશુદ્ધ અને વિશિષ્ટ અધ્યવસાયને સમજવો. તે અત્યંત દઢ હોય છે. વા તેથી તે શુભ ધ્યાનની ભૂમિકાસ્વરૂપ હોય છે. ઉપયોગમાંથી રાગાદિને, રાગાદિઅધ્યાસને છૂટો પાડવામાં
તે અધ્યવસાય કુશળ અને તત્પર હોય છે. અતીન્દ્રિય, પરમ શાંત, શાશ્વત અને શુદ્ધ એવા નિજ સ ચૈતન્યસ્વભાવને તે અધ્યવસાય વડે સાધક પકડે છે. આ રીતે વર્ધમાન એવી (૧) ક્ષયોપશમલબ્ધિ, (૨)
પ્રશસ્તલબ્ધિ, (૩) દેશનાશ્રવણલબ્ધિ, (૪) પ્રયોગલબ્ધિ અને (૫) કરણલબ્ધિ - આ પાંચના પ્રભાવથી સાધક રાગાદિની ગ્રંથિને ભેદે છે. ત્યાર બાદ અપરોક્ષ અને નિર્વિકલ્પ એવી સ્વાનુભૂતિથી વણાયેલ – નૈૠયિક ભાવસમ્યગ્દર્શનને સાધક મેળવે છે. તે વખતે સાધકને અનાકાર નહિ પણ સાકાર ઉપયોગ વર્તતો હોય છે. પૂર્વે ગીતાર્થ ગુરુ ભગવંતના સત્સંગ વગેરેની સહાયથી નય-નિક્ષેપ-પ્રમાણ દ્વારા સામાન્યરૂપે = પરોક્ષસ્વરૂપે જાણેલા આત્મસ્વરૂપની શ્રદ્ધા-રુચિ કરવા વડે જે પ્રધાન દ્રવ્યસમ્યક્ત ઉત્પન્ન થયેલું હતું, તે જ હવે કરણલબ્ધિના સામર્થ્યથી થયેલ ગ્રંથિભેદના પ્રભાવના લીધે ભાવસમ્યક્ત સ્વરૂપે પરિણમે છે.
તે આ રીતે સમજવું - સાધુવેશ દીક્ષા લીધા પછી પણ હળુકર્મી આત્માર્થી સાધક તો નિજ આત્માના શુદ્ધ સ્વરૂપનો જ ઊહાપોહ કરે છે, ઊંડી વિચારણા-મીમાંસા કરે છે. સર્વત્ર શુદ્ધ આત્મસ્વરૂપની રુચિ -પ્રીતિ તેના અંતઃકરણમાં છવાયેલી હોય છે. વિમલ આત્મતત્ત્વને જ તે અવાર-નવાર ભજે છે. આ રીતે તેની તે ભક્તિ કરે છે. શુદ્ધ ચેતનસ્વરૂપનું જ સંવેદન કરવાની અભિલાષા-લાગણી-લગની-વિભાવના