Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
• अभिन्नग्रन्थीनां देशनाऽनधिकार: 0
२५३३ ग्रन्थिभेदोत्तरकालीनसम्यग्दर्शन-स्पर्शज्ञान-सहजसमतामयपरमचैतन्यप्रकाशाऽनुभवशालिनामेव छेदसूत्रार्थज्ञानां निःस्पृहाणां निर्ग्रन्थानां धर्मदेशनाऽधिकार उत्सर्गतोऽस्ति । अभिन्नग्रन्थीनां साधुलिङ्गधारिणां धर्मकथा तु अकथैव । तदुक्तं दशवैकालिकनियुक्तौ '“मिच्छत्तं वेयन्तो जं अन्नाणी कहं परिकहेइ । लिंगत्थो वा गिही वा सा अकहा देसिया समए ।।” (द.वै.अध्य.३ नि.२९) इति । छेदसूत्राध्ययनेन पूर्वोक्तपरगीतार्थता- म लाभेऽपि ग्रन्थिभेदविरहेण पूर्वोक्तस्वगीतार्थत्वशून्यस्य नैव धर्मदेशनायाम् औत्सर्गिकोऽधिकारोऽस्तीति । फलितमत्र।
“एगंतनिज्जरं कहताणं” (म.नि.३/११९/पृ.८७) इति महानिशीथसूत्रोक्तिः “वक्तुस्त्वेकान्ततो भवति” के (त.सू.पूर्वकारिका-२९) इति च तत्त्वार्थसूत्रकारिकोक्तिः अपि नैश्चयिकसम्यग्दर्शनोपेतस्व-परगीतार्थनिःस्पृहवक्तृविषयैव विज्ञेया। ___ युक्तञ्चैतत् । कथमन्यथा “पढइ नडो वेरग्गं निविज्जिज्जा य बहु जो जेण। पढिऊण तं तह
જ ગ્રંથિભેદ વિના કરાતી ધર્મકથા એ અકથા છે / (ન્ચિ.) ગ્રંથિભેદ પછી પ્રગટનારા સમ્યગ્દર્શન + આત્મસ્પર્શી જ્ઞાનના સહજ સમતામય પરમ ચૈતન્ય પ્રકાશને જે માણનારા હોય અને છેદસૂત્રના અર્થના જે જ્ઞાતા હોય તેવા નિસ્પૃહ નિર્ગસ્થ મહાત્માઓને ધર્મદેશના કરવાનો ઉત્સર્ગથી અધિકાર છે. ગ્રંથિભેદને કર્યા વિના સાધુવેશધારી જો ધર્મકથા કરે તો તે અકથા જ છે. તેથી જ દશવૈકાલિકનિયુક્તિમાં જણાવેલ છે કે “સાધુ વેશધારી હોય કે ગૃહસ્થ હોય, પરંતુ જો તે મિથ્યાત્વનો અનુભવ કરતો હોય તો તે અજ્ઞાની જ છે. તેવા અજ્ઞાની જે ધર્મકથાને કરે છે, તે અકથા જ છે – આવું આગમમાં દર્શાવેલ છે. મતલબ કે છેદસૂત્રાદિનો અભ્યાસ કરવા દ્વારા પૂર્વોક્ત પરગીતાર્થતાને ધારણ કરવા છતાં ગ્રંથિભેદજન્ય સમકિત ન હોવાથી પૂર્વોક્ત સ્વગીતાર્થતાને છે ન ધરાવનાર સાધુને ધર્મદેશના કરવાનો ઔત્સર્ગિક અધિકાર નથી. આમ અહીં ફલિત થાય છે.
શંકા:- જો મિથ્યાત્વી કથા કરે તે અકથા જ હોય તો “ઉપદેશકને ધર્મકથાનિમિત્તે એકાન્ત કર્મનિર્જરાસ્વરૂપ ધર્મ થાય' - આ મુજબ શાસ્ત્રમાં જણાવેલી વાત કઈ રીતે સંગત થાય ?
0 સમ્યગ્દર્શની ગીતાર્થ મહાત્મા જ ધર્મદેશનાના અધિકારી છે. સમાધાન :- (“Fi) ભાગ્યશાળી! (૧) “ધર્મકથાને કહેનારાને એકાંતે નિર્જરા થાય' - આ પ્રમાણે મહાનિશીથસૂત્રમાં જે જણાવેલ છે તથા (૨) “ધર્મકથા કરનારને અવશ્ય ધર્મ થાય છે' - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રકારિકામાં જે જણાવેલ છે, તે બન્ને કથન પણ નૈઋયિક સમ્યગ્દર્શનના લીધે પૂર્વોક્ત (જુઓપૃષ્ઠ ૨૪૮૯) સ્વગીતાર્થતાને અને છેદસૂત્રાભ્યાસના કારણે પૂર્વોક્ત (પૃષ્ઠ-૨૪૮૯) પરગીતાર્થતાને ધારણ કરનારા એવા સ્વ-પરઉભય ગીતાર્થ નિસ્પૃહ પ્રવચનકાર વિશે જ લાગુ પડે છે - તેમ સમજવું.
(યુ.) આ વાત યોગ્ય જ છે. બાકી તમામ પ્રવચનકારને જો કર્મનિર્જરા સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થતી હોય તો ઉપદેશમાલાની, મહાનિશીથસૂત્રની બૃહત્કલ્પભાષ્યની નિમ્નોક્ત વાત કઈ રીતે સંગત થાય? (૧) ઉપદેશમાલામાં કહેલ છે કે “નટ (અને નટ જેવા માયાવી-સ્વાર્થી ધર્મકથી પણ) વૈરાગ્યકથાને કહે છે. તેનાથી ઘણા લોકો વૈરાગી થાય છે. પરંતુ તે રીતે વૈરાગ્યકથાને કરીને તે લુચ્ચો માછલાની 1. मिथ्यात्वं वेदयन् याम् अज्ञानी कथां परिकथयति। लिङ्गस्थो वा गृही वा सा अकथा देशिता समये।। 2. एकान्तनिर्जरा कथयताम्। 3. पठति नटो वैराग्यं निर्विद्येत बहुः जनो येन। पठित्वा तत् तथा शठः जालेन जलं समवतरति ।।