Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५३४ • त्रिविधमौनस्वरूपद्योतनम् ।
૨૬/૭ प सढो जालेण जलं समोअरइ ।।” (उ.मा.४७४) इति उपदेशमालागाथा, '“सावज्जऽणवज्जाणं वयणाणं जो न या जाणइ विसेसं। वोत्तुं पि तस्स न खमं किमंग पुण देसणं काउं ?।।” (म.नि.३/१२०/पृ.९०) इति __ महानिशीथगाथा, “धम्मो जिणपन्नत्तो पगप्पजइणा कहेयव्वो” (बृ.क.भा.२३२) इति बृहत्कल्पभाष्योक्तिः
अनुपदोक्ता च दशवैकालिकनियुक्तिगाथा सङ्गच्छेरन् ? ततश्च धर्मोपदेशकेन साधुना अत्यावश्यक
कर्त्तव्यविधया प्रथमं ग्रन्थिभेदकृते एव यतितव्यम् उत्साह-निश्चय-धैर्य-सन्तोष-तत्त्वदर्शन-लोकसम्पर्कक परित्यागरूपैः योगसिद्धिहेतुभिः योगबिन्दु(४११)दर्शितैः । णि परं मुनिजीवने स्वस्मै मौनस्य महत्त्वं धर्मदेशनातोऽप्यधिकतरमित्यवधेयम् । का (१) कायगुप्ति-देहस्थिरता-कायोत्सर्ग-शरीरसंलीनता-पञ्चेन्द्रियसंलीनतादिकं कायिकमौनरूपेण,
(२) लिङ्ग-कारक-वचनव्यत्ययादिपरिहारेण वचनगुप्तितैक्ष्ण्यम्, कर्कश-कटुकाऽपथ्याऽपरिमिताજાળ લઈને (ભોળા શ્રોતાસ્વરૂપ માછલાને પકડવા માટે સમુદ્રના) પાણીમાં ઉતરે છે.” (૨) મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે “સાવદ્ય-નિરવદ્ય વાણી વચ્ચેનો તફાવત જેને ખબર નથી, તેને બોલવાનો પણ અધિકાર નથી. તો ધર્મદેશના કરવાનો અધિકાર તેને કઈ રીતે સંભવે ?” (૩) બૃહત્કલ્યભાષ્યમાં દર્શાવેલ છે કે “પ્રકલ્પમુનિએ = નિશીથાદિ છેદસૂત્રના જ્ઞાતા સાધુએ જિનેશ્વરકથિત ધર્મ કહેવો જોઈએ.” તેથી આ ત્રણ કથનો અને પૂર્વોક્ત દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા - આ ચાર વચનોને લક્ષમાં લેતાં નક્કી થાય છે કે સ્વાર્થશૂન્ય નૈઋયિકસમ્યગ્દર્શની સ્વ-પરઉભય ગીતાર્થ સાધુ ભગવંતને જ ધર્મદશનાનો સર્ગિક અધિકાર છે. તથા તે પણ બહું વ્યાખ્યાન આપું છું - આવા ભારથી નહિ પરંતુ “કલ્યાણમિત્ર થઈ તત્ત્વવિચારણા કરું છું - આવા ભાવથી જ. તેમજ ગ્રંથિભેદની પૂર્વે ઉપદેશ આપવો જ પડે તેવી પરિસ્થિતિ કર્મોદયવશ સર્જાય તો શ્રોતાઓમાં વાદ-વિવાદરસ ટળે, સંયમી પ્રત્યે પ્રમોદ-ભક્તિભાવ નિષ્પક્ષપણે જાગે, વૈરાગ્ય-ઉપશમ-આત્મસ્વભાવરુચિ વગેરે પ્રગટે તેવો ઉપદેશ આપે. તથા ધર્મોપદેશક સાધુએ સૌપ્રથમ ગ્રન્થિભેદ કરવા માટે જ પ્રયત્ન કરવો. આ અત્યંત આવશ્યક અંગત કર્તવ્ય છે - તેમ સમજી ગ્રંથિભેદ માટે મંડી પડવું જોઈએ. યોગસિદ્ધિના છ હેતુઓ યોગબિંદુમાં દર્શાવેલ છે. (૧) ઉત્સાહ = વર્ષોલ્લાસ, (૨) નિશ્ચય = કર્તવ્યમાં એકાગ્ર પરિણામ, (૩) વૈર્ય, (૪) સંતોષ = આત્મરમણતા, (૫) તત્ત્વદર્શન અને (૬) લોકસંપર્કનો ત્યાગ. આ છે કારણોને ગ્રંથિભેદસ્વરૂપ કે સમ્યગ્દર્શનસ્વરૂપ યોગની સિદ્ધિ માટે ધર્મદેશક સાધુએ અપનાવવા જ પડે.
જ મુનિજીવનમાં મૌનનું મહત્ત્વ વધુ જ () પરંતુ ધર્મોપદેશકે પણ અંતરમાં તો સમજી જ લેવું જોઈએ કે મુનિજીવનમાં પોતાના માટે તો ધર્મદેશના કરતાં પણ મૌનનું મહત્ત્વ ઘણું વધારે છે. મન-વચન-કાયા આ ત્રણેય સ્તરે મૌન થવાનું છે.
(૧) કાયિક મૌન એટલે (a) કાયગુપ્તિ, (b) દેહસ્થિરતા, (c) કાયોત્સર્ગ, (d) શરીરની સંલીનતા, (e) પાંચેય ઈન્દ્રિયોની સંલીનતા વગેરે.
(૨) વાચિક મૌન એટલે (A) વચનગુમિની તીક્ષ્ણતા અર્થાત્ લિંગવ્યત્યય-કારકવ્યત્યય-વચનવ્યત્યય 1. सावद्याऽनवद्यानां वचनानां यो न जानाति विशेषम् । वक्तुमपि तस्य न क्षमं (= योग्य) किमङ्गं पुनः देशनां कर्तुम् ?।। 2. ધર્મ: બિનપ્રજ્ઞતિઃ પ્રાતિના થયિત: ||