Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५३२ • स्पर्शज्ञान - समतालाभविमर्शः ।
૨૬/૭ ए सर्वाऽनुवेधतः ।।” (द्वा.द्वा.२९/२६) इति । “श्रयते सुवर्णभावं सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा e પરમાત્મવં તથાગડનોતા(યો.શા.૭૨/99) રૂતિ યોજાશાસ્ત્રજારિજા સત્ર અનુસન્થયા,
शुद्धात्मतत्त्वपरामर्श-स्पर्शज्ञानोभयबलेन काय-करणाऽन्तःकरण-कर्म-कषायादौ ममताविलये म प्रतिकूलव्यक्ति-वस्तुसम्प्रयोगाऽनुकूलतद्वियोगादौ च विषमताविलये तात्त्विकी समता आविर्भवति । शं प्रकृते “शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः। यदाऽन्यबुद्धिं विनिवर्त्तयन्ति, तदा समत्वं के प्रथतेऽवशिष्टम् ।।” (अ.उप.४/३) इति अध्यात्मोपनिषत्कारिका भावनीया। तादृशसमतालाभोत्तरं धर्मदेशना * क्रियमाणा राजते। '“जहा पुण्णस्स कत्थइ, तहा तुच्छस्स कत्थइ। जहा तुच्छस्स कत्थइ, तहा पुण्णस्स * कत्थइ” (आचा.२/६/१०२/पृ.१४५) इति आचाराङ्गसूत्रोक्तिः अपि एतादृशसमताशालिनं निर्मलाऽऽशयं का योगिनं समाश्रित्य चरितार्था भवति ।
સંપૂર્ણપણે અનુવેધથી થતો સિદ્ધરસનો સ્પર્શ તાત્કાલિક પોતાના ફળને આપે છે (અર્થાત્ તાત્કાલિક તાંબાને સુવર્ણ બનાવે છે), તેમ તન્મયભાવથી = ધ્યેયગુણમયતાથી થતું સ્પર્શજ્ઞાન તાત્કાલિક પોતાના ફળને આપનાર તરીકે માન્ય છે.” અર્થાત્ આ સ્પર્શજ્ઞાન આત્માને ધ્યેયસ્વરૂપ = પરમાત્મસ્વરૂપ બનાવે છે. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જેમ સિદ્ધરસના સ્પર્શથી લોખંડ સુવર્ણપણાને પામે છે, તેમ આત્મધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. આનું અહીં અનુસંધાન કરવું. અર્થાત્ ગ્રંથિભેદ પછી આત્મસ્પર્શી જ્ઞાનથી સાધક પોતાના સિદ્ધપણાની સ્પષ્ટરૂપે આંશિક અનુભૂતિ કરે છે.
સમકિત-સ્પર્શજ્ઞાન-સમતા પછી ધર્મદેશના ટો (શુદ્ધા.) શુદ્ધ આત્મતત્ત્વના પરિશીલન અને સ્પર્શજ્ઞાન - આ બન્નેના બળથી (૧) સદા સન્નિહિત કાયા, ઈન્દ્રિય, મન, કર્મ, કષાય વગેરેમાં સાધકને પૂર્વે થતી મમતા (= મારાપણાની બુદ્ધિ) રવાના શું થાય છે. તથા (૨) પ્રતિકૂળ વ્યક્તિનો કે પ્રતિકૂળ વસ્તુનો સંયોગ અને અનુકૂળ વ્યક્તિનો કે અનુકૂળ
વસ્તુનો વિયોગ થતાં પૂર્વે થતી વિષમતા પણ રવાના થાય છે. આ રીતે મમતા-વિષમતાનો નાશ થતાં CI તાત્ત્વિક સમતા પ્રગટે છે. પ્રસ્તુતમાં અધ્યાત્મોપનિષતુનો શ્લોક વિચારવો. ત્યાં જણાવેલ છે કે “શુદ્ધ
આત્મતત્ત્વને પ્રકૃષ્ટ રીતે અનુકૂળ બને તેવા પ્રકારના ઊંડા વિચાર-વિમર્શો ‘સ્પર્શ' નામના સંવેદનને લાવે છે. આત્મસ્પર્શી એવા જ્ઞાનને લાવતા તે વિમર્શો અનાત્મબુદ્ધિને દૂર કરે છે, ત્યારે બાકી રહેલી સમતા વિલસે છે.” (૧) દેહાદિમાં આત્મબુદ્ધિ, (૨) કષાય વગેરેમાં મારાપણાની બુદ્ધિ = મમતા, (૩) અનિષ્ટ સંયોગાદિમાં થતો ખળભળાટ = વિષમતા... આ અનાત્મબુદ્ધિના જ જુદા-જુદા નમૂના છે. તે જાય તો જ તાત્ત્વિક સમતા આવે. તો જ સાચું આત્મકલ્યાણ સધાય. પછી ધર્મદેશના દ્વારા પરોપકાર થાય તે શોભે. જે રીતે સાધુ ગરીબને ધર્મ કહે, તે રીતે શ્રીમંતને કહે. તથા જે રીતે સાધુ શ્રીમંતને ધર્મ કહે, તે રીતે ગરીબને કહે - આ આચારાંગસૂત્રની સૂક્તિ પણ ઉપરોક્ત સમતાધારી નિર્મળઆશયધારી યોગીને આશ્રયીને સફળ થાય છે. મતલબ કે સમકિત, સ્પર્શજ્ઞાન = નિજસિદ્ધસ્વરૂપસંવેદન, સમતા પછી જ થતી સદ્ધર્મદેશના શોભે. અંદરમાં નિર્મળતા આવેલી હોય તો નિર્મળભાવે ઉપદેશ-અનુશાસન કરે તે વ્યાજબી ગણાય. પણ સ્વકલ્યાણ સાધ્યા વિના થતી ધર્મદેશના તીર્થકર માન્ય નથી. 1. यथा पूर्णस्य कथयति, तथा तुच्छस्य कथयति। यथा तुच्छस्य कथयति, तथा पूर्णस्य कथयति ।