Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५३६
• परिपक्वमनोगुप्तिफलदर्शनम् । म १/४१) इति योगशास्त्रे प्रदर्शिता त्रिविधा मनोगुप्तिस्तु संयमप्राणभूता वर्त्तते । मनोगुप्तिपरिपक्वतायां - सत्यां निजपरमात्मतत्त्वेन साकं गुप्तमन्त्रणाकरणपात्रता पारमार्थिकञ्च मुनित्वम् आविर्भवतः द्रुतम् ।
___ सूक्ष्म-तात्त्विक-परिपक्वभेदविज्ञानपरिणतिबलेन शरीरेन्द्रिय-मनः-कषायादिविभावपरिणाम-सुख-दुःख " -चिन्ता-स्मृति-कल्पनाऽऽशाऽभिप्राय-सङ्कल्प-विकल्प-विचारादिभ्यः स्वात्मानं पृथगनुभूय तान् केवलम् श उदासीनभावेन संप्रेक्ष्य निजशुद्धात्मस्वरूपरमणतापरायणता एव तात्त्विकं मौनं = मुनित्वं समाम्नातम् ।
इदमेवाऽभिप्रेत्योक्तम् उत्तराध्ययने “सुहं च दुक्खं संविक्खमाणो चरिस्सामि मोणं” (उत्त.१४/३२) इति । (૨) સમતામાં સારી રીતે પ્રતિષ્ઠિત થયેલું (ચતુર્થગુણસ્થાનકાલીન) મન, (૩) આત્મામાં રમણતા કરનારું (સપ્તમગુણસ્થાનવર્તી) મન - આ રીતે ત્રણ પ્રકારે મનોગુપ્તિ કહેવાયેલી છે.' આ ત્રણેય પ્રકારની મનોગુપ્તિ તો સંયમના પ્રાણભૂત છે. સંયમને જીવંત કરનાર, ધબકતું રાખનાર તત્ત્વ હોય તો તે છે આ મનોગુપ્તિ. મનોગુપ્તિ પરિપક્વ થતાં નિજપરમાત્મતત્ત્વની સાથે ગુપ્ત મંત્રણા કરવાની યોગ્યતા અત્યંત ઝડપથી ખીલતી જાય છે. સાધક ભગવાન પણ અંદરમાં ખુલતા જાય છે. પારમાર્થિક મુનિપણું પ્રગટતું જાય છે.
. તાત્વિક મુનિદશાને પ્રગટાવીએ . (સૂક્ષ.) તેથી જ ઝડપથી તાત્ત્વિક મુનિપદને મેળવવા ઝંખતા સંયમીએ ‘(૧) શરીર, (૨) ઈન્દ્રિય, (૩) મન, (૪) કષાયાદિ વિભાગ પરિણામ, (૫) સુખ, (૬) દુઃખ, (૭) ભવિષ્યની ચિંતા, (૮) ભૂતકાળની સ્મૃતિ, (૯) મનમાં ઉઠતી વિવિધ કલ્પનાઓ, (૧૦) આશા, (૧૧) સ્વ-પર વિશેના અભિપ્રાય, (૧૨) સંકલ્પ, (૧૩) વિકલ્પ, (૧૪) વિચાર વગેરેથી હું અત્યંત જુદો છું, નિરાળો છું - આવા ભેદવિજ્ઞાનને વારંવાર ઘૂંટવું. સૂક્ષ્મ, તાત્ત્વિક ભેદવિજ્ઞાનની તેવી પરિણતિ ઊભી કરવી. તે - પરિણતિને અત્યંત પરિપક્વ બનાવવી, દઢ કરવી. તેવી ભેદવિજ્ઞાનપરિણતિના બળથી સાધક તે શરીર,
ઈન્દ્રિય આદિ ૧૪ ચીજોથી અંદરમાંથી છૂટો પડી જાય છે. યદ્યપિ ભેદવિજ્ઞાનથી શરીરાદિ નાશ નથી સ પામતા પણ ‘તે બધાથી પોતે અત્યંત જુદો છે. તે બધાથી પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર છે' - તેવું સાધક
સ્પષ્ટપણે અનુભવે છે. તે મુજબ સાધક માત્ર માનતો નથી. પરંતુ હકીકતમાં અનુભવે છે. આ રીતે શરીર, ઈન્દ્રિય વગેરેથી અંદરમાં છૂટા પડીને, જેમ રસ્તામાં પડેલી ધૂળને માણસ ઉદાસીનભાવે જુએ, તેમ શરીર વગેરેને સાધક અંદરમાં પ્રગટેલી વિવેકદૃષ્ટિથી સ્પષ્ટપણે ઉદાસીનભાવે-સમભાવે માત્ર જુએ છે. આ રીતે શરીરાદિને ઉદાસીનભાવ-મૌનભાવે નિરખીને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવામાં જે લીનતા-મગ્નતા-સ્થિરતા આવે તે જ તાત્ત્વિક મૌન છે, પારમાર્થિક મુનિપણું છે. આ પ્રમાણે શાસ્ત્રકારોને માન્ય છે. આ જ અભિપ્રાયથી ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે “સુખને અને દુઃખને સમભાવે જોતો હું મૌન = મુનિપણું આચરીશ.” મુનિ બનવા ઝંખતા “ભૃગુ પુરોહિતના ઉપરોક્ત કથનથી ફલિત થાય છે કે મુનિઓ સુખ-દુઃખમાં તન્મય-તદાકાર-તતૂપ બનીને સુખ-દુઃખનો ભોગવટો કરતા નથી પણ તેને માત્ર સમભાવે જુએ છે, અસંગ સાક્ષીભાવે નીરખે છે, પોતાનાથી ભિન્ન સ્વરૂપે નિહાળે છે. 1. सुखञ्च दुःखं संप्रेक्षमाणः चरिष्यामि मौनम्।