Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ ० उपशमलब्धिप्रभावप्ररूपणा 0
२५२९ ततः आत्मशुद्धिविशेषोपलब्धौ “पुण्य-पापविनिर्मुक्तं तत्त्वतस्त्वविकल्पकम् । नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः ।।” (अ.सा.१८/१३०) इति अध्यात्मसारकारिकाविषयोऽपीह लब्धाऽवसरो विज्ञेयः। ५ “રા'I/વિમરનાક્રાન્તમ્, ધામિરહૂષિતમ્ માત્મારામં મનઃ ર્વન, નિર્લેપઃ સર્વસુI” (યો.શા.૭/૪) IT इति योगशास्त्रोक्तरीत्या स्वभूमिकोचितव्यावहारिकादिक्रियासु सोऽसङ्गतां समुपैति। शास्त्रज्ञानेन च । निजशुद्धात्मतत्त्वश्रद्धापोषणतः निबिडतमं रागादिग्रन्थिं प्रशिथिलीकरोति ।
तदनु उपशमलब्ध्यपराऽभिधाना उत्कृष्टयोगलब्ध्यपराऽभिधाना च करणलब्धिः द्रुतं प्रादुर्भवति । तत्प्रभावेण चाऽऽत्यन्तिकतया मिथ्यात्वमोहनीयकर्मोपशमसामर्थ्यमात्मन्याविर्भवति । प्रतिसमयम् अनन्तगुणवृद्धियुता आत्मपरिणामशुद्धिः जायते । परावर्त्तमानाः सातादिलक्षणाः प्रशस्ता एव कर्मप्रकृतयो क बध्यन्ते । शुभकर्मप्रकृतिरसोऽनन्तगुणः प्रवर्धते । बध्यमानशुभकर्मप्रकृतीनां द्विस्थानिकरसः चतुःस्थानिकरसपर्यन्तं वर्धते । अशुभकर्मप्रकृतीनाञ्च चतुःस्थानिकाऽनुभागः द्विस्थानिकाऽनुभागान्तम् अपकृष्यते । प्रशस्ततर-प्रवर्धमानलेश्याऽध्यवसायादिवशेन तदा आयुर्वर्जाः सप्ताऽपि मूलकर्मप्रकृतयः अन्तःकोटाकोटि- का થવાનો અવસર મળે છે - એમ જાણવું. તે રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં આત્મશુદ્ધિ વિશેષ પ્રકારે થતાં અધ્યાત્મસારના શ્લોકનો વિષય અવસરને પ્રાપ્ત કરે છે. ત્યાં જણાવેલ છે કે “પુણ્યશૂન્ય, પાપરહિત, વિકલ્પાતીત = વિકલ્પ વગરનું અને પરમાર્થથી વિકલ્પનો અવિષય, નિત્ય, શુદ્ધ એવા આત્મતત્ત્વનું સદા ધ્યાન ધરવું જોઈએ. આ શુદ્ધનયની સ્થિતિ = વ્યવસ્થા છે. આ રીતે શુદ્ધનયની મર્યાદામાં રહીને સાધક શુદ્ધ આત્મતત્ત્વને ધ્યાવે છે, સંભાળે છે, સંભારે છે, સાંભરે છે. તેમાં જ નિરંતર રુચિપ્રવાહને વાળે છે, ઢાળે છે. તથા “મનને જડના રાગાદિથી મુક્ત કરે છે. જીવો પ્રત્યેના ક્રોધાદિથી મનને તે દૂષિત કરતો નથી. મનને આત્મામાં વિશ્રાન્ત કરતો સાધક સર્વ ક્રિયાઓમાં નિર્લેપ થાય છે' - આ યોગશાસ્ત્રના વચન મુજબ પોતાની ભૂમિકાને યોગ્ય વ્યાવહારિક વગેરે ક્રિયાઓ કરવા છતાં તેમાં તે અસંગપણાને સમ્યફ પ્રકારે મેળવે છે. તથા શાસ્ત્રજ્ઞાન વડે નિજ શુદ્ધાત્મતત્ત્વની શ્રદ્ધાને પુષ્ટ કરીને છે અત્યંત કઠણ-કર્કશ-ગૂઢ એવી રાગાદિની ગ્રંથિને અત્યંત પોચી કરે છે, ઝડપથી ભેદવા યોગ્ય કરે છે. વા
જ (૫) કરણલધિમાં પ્રવેશ જ (તવન) ત્યાર બાદ સાધક ભગવાનમાં પાંચમી “કરણલબ્ધિ’ ઝડપથી પ્રગટ થાય છે. તેનું બીજું નામ છે. ઉપશમલબ્ધિ” તથા “ઉત્કૃષ્ટ યોગલબ્ધિ છે. તેના પ્રભાવથી (A) મિથ્યાત્વ મોહનીય કર્મને આત્યન્તિકપણે ઉપશમાવવાની શક્તિ આત્મામાં પ્રગટ થાય છે. (B) પ્રતિસમય અનન્તગુણ વૃદ્ધિવાળી આત્મપરિણામની વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. (C) સાતા વેદનીય, ઉચ્ચગોત્ર વગેરે પરાવર્તમાન શુભ કર્મપ્રકૃતિઓ જ બંધાય છે. અસાતા વેદનીય, નીચગોત્ર આદિ અશુભ પ્રકૃતિ ત્યારે બંધાતી નથી. (D) શુભ કર્મપ્રકૃતિનો રસ અનન્તગુણ વૃદ્ધિને પામે છે. (E) બંધાતી શુભ કર્મપ્રકૃતિનો બે ઠાણીયો રસ છેક ચાર ઠાણીયા રસ સુધી વધે છે. (F) તેમજ અશુભ કર્મપ્રકૃતિઓનો ચાર ઠાણીયો રસ છેક બે ઠાણીયા રસ સુધી ઘટે છે. (૯) અત્યન્ત પ્રશસ્ત પ્રવર્ધમાન લેશ્યા-અધ્યવસાયસ્થાનાદિના લીધે ત્યારે આયુષ્ય કર્મ બંધાતું નથી. આયુષ્યકર્મ તો વધુ પડતી ચઢ-ઉતરવાળા અધ્યવસાય ન હોય ત્યારે જ બાંધી શકાય. તેથી ત્યારે આયુષ્ય કર્મ સિવાયની સાત મૂલ કર્મપ્રકૃતિઓ બંધાય. પરંતુ તે અંતઃકોટાકોટિસ્થિતિ વાળી જ બંધાય. તેનાથી વધુ દીર્ઘસ્થિતિવાળી કર્મપ્રકૃતિને ત્યારે તે સાધક ન બાંધે. (H) તથા જે અશુભ કર્મ ધ્રુવબંધી વગેરે સ્વરૂપ હોવાના કારણે