Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५१८ ० काय-करणाऽन्तःकरण-कर्मादित आत्मा भिन्नः । ૨૬/૭
निजशुद्धात्मदर्शनं विना केवलं बाह्यसंयमचर्योद्यमेऽप्यतिचिरकालेन मोक्षलाभः, न तु अचिरेण, तीव्रराग-शल्यत्रिक-गारवत्रिकादिपक्षपात-देहात्मभ्रान्त्यादिस्वरूपाऽज्ञानाद्यनुच्छेदात् । तदुक्तं महानिशीथसूत्रे रा “गोयमा ! अत्थेगे जे णं किंचि उ ईसि मणगं अत्ताणगं अणोवलक्खेमाणे सराग-ससल्ले संजमजयणं म समणुढे । जे णं एवंविहे से णं चिरेणं जम्म-जरा-मरणाइअणेगसंसारियदुक्खाणं विमुच्चेज्जा” (म.नि.अ.८/
द्वितीया चूलिका-४४/पृ.२६०) इति । अतः निजशुद्धात्मदर्शनोपधायकग्रन्थिभेदकृतेऽनवरतं भेदविज्ञाने આ યતિતવ્યમ્ માત્મર્થના
काय-करणाऽन्तःकरण-कर्म-कषायादौ भेदविज्ञानाद्धि (१) तत्र स्वत्वादिभ्रान्तिजनकोऽहकारादिः णि निवर्तते, (२) संवरः सम्पद्यते, (३) कषाय-ज्ञानैक्यग्रन्थिसमभिव्याप्तः अतिनिबिडमिथ्यात्वमोहनीयकर्मग्रन्थिः
# આત્મદર્શન વિના મોક્ષ અતિ દૂર જ (નિન) પોતાના શુદ્ધ આત્માનું દર્શન કર્યા વિના, આત્મદર્શનની ઝંખના વગર, માત્ર બાહ્ય ઉગ્ર સંયમચર્યામાં પુષ્કળ પુરુષાર્થ કરવામાં આવે તો પણ અતિ લાંબા કાળે મોક્ષ મળે, ટૂંકા સમયગાળામાં નહિ. કારણ કે તીવ્ર રાગ, માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવા વગેરેનો પક્ષપાત, દેહાત્મભ્રાન્તિ વગેરે સ્વરૂપ અજ્ઞાન આદિનો મૂળમાંથી ઉચ્છેદ આત્મદર્શન વિના થતો નથી. તેથી મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે “હે ગૌતમ ! એવા અમુક (સાધુ વગેરે) જીવો
છે કે જે આત્માને કાંઈક પણ, જરા પણ, અલ્પ અંશે પણ નહિ જાણતા રાગયુક્ત અને શલ્યયુક્ત છે બનીને સંયમના આચારોને આચરતા હોય. જે આવા પ્રકારના છે તે જન્મ, જરા, મરણ વગેરે અનેક 11 પ્રકારના સાંસારિક દુઃખોમાંથી બહુ લાંબા કાળ છૂટે છે, ટૂંકા કાળમાં નહિ.' તેથી જે સાધક ખરેખર
આત્માનો અર્થી હોય, આત્મજ્ઞાનરુચિવાળો હોય તેણે પોતાના શુદ્ધ આત્માનો તાત્કાલિક સાક્ષાત્કાર સ કરાવનાર ગ્રંથિભેદને કરવા માટે સતત ભેદવિજ્ઞાનને વિશે જ પ્રયત્ન કરવો જોઈએ.
છે. તમામ ઉન્નતિના મૂળરવરૂપ ભેદવિજ્ઞાનના પાંચ ફળ છે. જિજ્ઞાસા - આત્મસ્વરૂપની અનુભૂતિ ક્યારે થાય ? સમાધાન :- જ્યારે મિથ્યાત્વમોહગ્રંથિનો ભેદ થાય ત્યારે આત્મસાક્ષાત્કાર થાય. જિજ્ઞાસા - પરંતુ મિથ્યાત્વમોહનીયની ગ્રંથિનો ભેદ શેનાથી થાય ?
સમાધાન :- (ાય) ભેદજ્ઞાનના અભ્યાસથી ગ્રંથિભેદ વગેરે બધી જ ચીજો મળે. તે આ રીતે - કાયા, ઈન્દ્રિય, મન, કર્મ, કષાય વગેરેથી પોતાનો જ્ઞાનમય આત્મા અત્યંત જુદો છે' - આવા ભેદજ્ઞાનથી (૧) સૌપ્રથમ (a) શરીર એ હું છું. (b) શબ્દાદિ વિષયો કે રાગાદિ વિભાવ પરિણામો મારા છે, (c) સારા છે, (d) સુખસ્વરૂપ છે, (e) સુખકારી છે'- ઈત્યાદિ ભ્રમણાઓને પેદા કરનાર અહંકાર અને મમતા રવાના થાય છે. (૨) કર્મપ્રવેશદ્વાર સ્વરૂપ આશ્રવ જવાથી સંવરધર્મ પ્રગટે છે. (૩) અનાદિ કાળની કષાય અને જ્ઞાન વચ્ચે એકતાની ગાંઠ ભેદાય છે. તેનાથી વણાયેલી અત્યંત નિબિડ એવી મિથ્યાત્વમોહનીય 1. गौतम ! सन्ति एके ये णं किञ्चित् तु ईषद् मनाग आत्मानम् अनुपलक्षयन्तः सराग-सशल्याः संयमयतनां समनुतिष्ठेयुः। ये णं एवंविधाः ते णं चिरेण जन्म-जरा-मरणाद्यनेकसांसारिकदुःखेभ्या विमुच्येरन् ।