Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५१६ ___ सङ्क्लिष्टचित्तवृत्त्यादित्यागं विना नात्मोद्धारः १६/७ प सिद्धंतपडिणीओ।।” (उ.मा.३२३ + स.त.३/६६) इति उपदेशमाला-सन्मतितर्कगाथा भावनीया। नवरं 'समये ____ = व्यवहारतः आगमे, निश्चयतश्च शुद्धात्मस्वरूपे' इत्यर्थः बोध्यः। प्रकृते लब्धात्मतत्त्वानुभवो हि । स्वल्पश्रुतोऽपि मोक्षमार्गाराधक इति भाव उपदेशमालावृत्त्यनुसारेण ज्ञायते।। म अत एव तादृशमलिनपुण्यजनितग्रैवेयकादिलाभोऽपि शास्त्रकारैः न प्राऽशंसि । तदुक्तं योगबिन्दौ । “प्रैवेयकाप्तिरप्येवं नातः श्लाघ्या सुनीतितः। यथाऽन्यायार्जिता सम्पद् विपाकविरसत्वतः।।” (यो.बि.१४५)। - यावद् 'अहङ्कारो नाऽगालि, सङ्क्लिष्टा चित्तवृत्तिः नोदखानि, 'देहादौ स्वत्वबुद्धिः नाऽत्याजि, के 'बहिर्मुखचित्तवृत्तिप्रवाहो न शिथिलोऽकारि, 'निजान्तःकरणवृत्तिप्रवाह: स्वात्मद्रव्यसम्मुखीनतया न कि संस्थापितः, “भोगा इमे संगकरा हवंति” (उत्त.१३/२७) इति उत्तराध्ययनोक्तिं संस्मृत्य बाह्यभोगेषु
પરિવરેલો થતો જાય, તેમ તેમ સિદ્ધાન્તનો - શાસનનો નાશક બને છે. વ્યવહારનયથી સમય = જિનોક્ત સિદ્ધાંત, નિશ્ચયનયથી સમય = શુદ્ધ આત્મસ્વરૂપ. તેથી અહીં આશય એ છે કે આગમસિદ્ધાંતનો યથાર્થ નિર્ણય ન કરનાર કે શુદ્ધ આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય = અનુભવ ન કરનાર સાધુની બાહ્ય પુણ્યશક્તિ જેમ જેમ વધે, તેમ તેમ જિનશાસનને નુકસાન વધુ થાય. કારણ કે તે પુણ્ય મલિન છે. આત્મતત્ત્વનો અનુભવ કરનાર પાસે શાસ્ત્રજ્ઞાન ઓછું હોય તો પણ તે મોક્ષમાર્ગનો તાત્ત્વિક આરાધક છે - આવું અહીં તાત્પર્ય ઉપદેશમાલાની વિવિધ વ્યાખ્યાઓના આધારે જણાય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ સાડા ત્રણસો ગાથાના સીમંધરજિનસ્તવનમાં નીચે મુજબ જણાવેલ છે કે –
જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિયો;
તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરિઓ.” (૧/૧૪) શ્રીપાલ રાજાના રાસમાં પણ મહોપાધ્યાયજીએ આ જ વાત નીચે મુજબ જણાવી છે કે :
“જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ અનુભવ નેઠો રે.” (૪/૧૩૯)
/ મલિન પુચજન્ય વેચકપ્રાપ્તિ પણ પ્રશંસાપાત્ર નથી (૩) તેથી જ તેવા મલિન પુણ્યથી નવ રૈવેયક વગેરે દેવલોકની પ્રાપ્તિ થાય તેની શાસ્ત્રકારોએ પ્રશંસા કરી નથી. યોગબિંદુમાં જણાવેલ છે કે “અંતઃકરણની શુદ્ધિ વિનાનું સાધુપણું નવ રૈવેયકની પ્રાપ્તિ કરાવે છે, તો પણ તે ન્યાયથી વખાણવા યોગ્ય નથી. જેમ કે અન્યાયોપાર્જિત સંપત્તિ પરિણામે અત્યન્ત દુઃખનું જ કારણ બનવાથી પ્રશંસાપાત્ર નથી.” તેથી પાપાનુબંધી પુણ્ય પણ ઈચ્છવા યોગ્ય તો નથી જ.
જ ઉગ્ર સાધના પછી પણ ભવભ્રમણ ચાલુ! (થાવ.) ખરેખર જ્યાં સુધી સાધકે (૧) અહંકારને ઓગાળ્યો ન હોય, (૨) સંક્લિષ્ટ ચિત્તવૃત્તિને ઉખેડી ન હોય, (૩) દેહાદિમાં “હું પણાની બુદ્ધિને છોડી ન હોય, (૪) બહારમાં રસપૂર્વક સતત ભટકતી પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને બહારમાં ઉદાસીન બનાવીને શિથિલ-મંદ કર્યો ન હોય, (૫) પોતાના અંતઃકરણની વૃત્તિના વહેણને પોતાના આત્મદ્રવ્યની સન્મુખ દઢપણે સારી રીતે સ્થાપિત કરેલ ન હોય. (૬) “આ ભોગો સંગને (= આસક્તિને/મમતાને) પેદા કરનારા છે'- આવી ઉત્તરાધ્યયનસૂત્રની પંક્તિને 1. મા મે સારા મન્નિા