Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० परिपक्वभेदविज्ञानोपायप्रकाशनम् ०
२५२१ નિર્મનપુસંધાતાતુ, (૧૪) વર્ગ-ન્ય-રસ-સ્પર્શાતિપ્રતિસ્વિવિષયસેવનારીન્દ્રિક્રિયામ્ય, (૧૧) | हर्ष-शोक-रोग-जरा-मरण-नरकगमनादिलक्षणेन्द्रियक्रियाफलतश्च अतीन्द्रियोऽमूर्त्तश्चाहम् अतिशयेन अन्यः।।
(૧૬) મનસ:, (૧૭) શુમાંશુમસંસ્કાર-વષ્યત્તતા-વિદ્વતી-મવિવિરંથમ્યા, (૧૮) દ્રવ્ય- " मनोगतमनोवर्गणादिपुद्गलराशितः, (१९) आशा-कल्पना-सङ्कल्प-विकल्पाऽन्तर्जल्प-चिन्तादिमनःक्रियाभ्यः, (२०) आकुलता-व्याकुलता-दुर्गतिगमनादिस्वरूपमनःक्रियाफलतश्च अन्तःकरणाऽतीतः, निश्चलः, निर्भयः, श निर्विकल्पः, निश्चिन्तः, निराकुलश्चाऽहं विशिष्य परः। शुद्धात्मा हि परमार्थतः सकलशब्द-तर्क क -मति-मनोऽगोचरतया प्रज्ञप्तः। यथोक्तम् आचाराङ्गे “सव्वे सरा नियट्टति, तक्का जत्थ न विज्जइ, मइ तत्थ न गाहिया" (आचा.५/६/१७१) इति पूर्वोक्तम् (४/११) अत्राऽनुसन्धेयम्।
(૧૪) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પોત-પોતાના વિષયોનું સેવન કરવું વગેરે સ્વરૂપ ઈન્દ્રિયક્રિયાથી પણ હું અત્યંત જુદો છું. તેથી હવે તેમાં તન્મયતાનો ભ્રમ મારે બિલકુલ સેવવો નથી.
(૧૫) અનુકૂળ-પ્રતિકૂળ વિષય સેવનના ફળ સ્વરૂપે તત્કાલ જે હર્ષ, શોક વગેરે જન્મ, તેનાથી પણ હું તો ભિન્ન જ છું. અતિપ્રમાણમાં, તીવ્ર આસક્તિથી વિષયોનો ભોગવટો કરવાથી દીર્ઘ કાળે જે રોગ, ઘડપણ, મોત, નરકગમન વગેરે ફળ મળે તેનાથી પણ હું અત્યંત ન્યારો છું.
ઈન્દ્રિય, ઈન્દ્રિયધર્મ, ઈન્દ્રિયઅવયવો, ઈન્દ્રિક્રિયા અને ઈન્દ્રિયક્રિયાફળ - આ પાંચેય સાથે મારે કાંઈ જ સ્નાન-સૂતક નથી, લાગતું-વળગતું નથી. કેમ કે હું તો સ્વતઃ અતીન્દ્રિય, ઈન્દ્રિયાતીત, ઈન્દ્રિયભિન્ન, ઈન્દ્રિયરહિત, ઈન્દ્રિયસંપર્કશૂન્ય, ઈન્દ્રિય અગોચર અને અમૂર્ત-અરૂપી છું.
* મન-તદ્ધમદિથી આત્મા અલગ છે . (૧૬) મનથી તો વિશેષ કરીને હું જુદો છે. કેમ કે નિસ્તરંગચૈતન્યસ્વભાવી હું મનાતીત છું. ! (૧૭) સારા-ખરાબ સંસ્કાર, ચંચળતા, વિહ્વળતા, ભય વગેરે મનના ગુણધર્મોથી હું અલાયદો છું. (૧૮) દ્રવ્યમનમાં રહેલ મનોવર્ગણા વગેરે પુગલરાશિથી હું નિજચૈતન્યસ્વભાવતઃ ભિન્ન છું. (૧૯) આશા, કલ્પના, સંકલ્પ, વિકલ્પ, માનસિક બબડાટ, ચિંતા વગેરે મનની ક્રિયાઓથી જુદો છું.
(૨૦) મનની ઉપરોક્ત ક્રિયાઓના ફળસ્વરૂપે જે આકુળતા, વ્યાકુળતા, દુર્ગતિગમન વગેરે મળે તેનાથી પણ હું તદન ન્યારો છું. કારણ કે પરમાર્થથી તો હું મનાતીત, મનભિન્ન, મનરહિત, મનસંપર્કશૂન્ય, મનઅગોચર છું. નિશ્ચલ, નિર્ભય, નિર્વિકલ્પ, નિશ્ચિત અને નિરાકુળ જ છું.
તેથી મન, મનોધર્મ, મનઅવયવ, મનક્રિયા, મનક્રિયાફળ - આ પાંચેય સાથે મારે કાંઈ જ લાગે -વળગે નહિ. શુદ્ધાત્મા પરમાર્થથી સર્વ શબ્દ-તર્ક-મતિ-મન-મનનનો વિષય નથી. આ જ અભિપ્રાયથી આચારાંગસૂત્રમાં બતાવેલ છે કે “શુદ્ધાત્માને દર્શાવવાની બાબતમાં સર્વે સ્વરો પાછા ફરી જાય છે. શુદ્ધાત્મામાં તર્કો પહોંચતા નથી. મતિ શુદ્ધાત્માનું અવગાહન કરતી નથી.” આ સ્વરૂપે મારી જાતને અપરોક્ષપણે ઝડપથી અનુભવવી છે. પૂર્વે (૪/૧૧) આ સંદર્ભ દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. 1. सर्वे स्वरा निवर्तन्ते, तर्का यत्र न विद्यन्ते, मतिः तत्र न गाहिता।