Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४९६ ० तात्पर्यग्रहणपूर्वं जिनवचनं विभावनीयम् ०
૨૬/૭ प -सद्ध्यान-कायोत्सर्ग-प्रत्याहारादौ यतनीयम् । मा (४) तात्पर्यग्रहणपूर्वं जिनवचन-गुरुवचनविभावनया निजसाधकदशाऽनुरूपवैराग्योपशमादिनिज* भावनिरीक्षण-परीक्षण-संरक्षणादिना निजपरिणतिः विशदीकार्या ।
(५) राग-द्वेषमयं सङ्कल्प-विकल्पाऽनुविद्धं च कर्तृ-भोक्तृभा विमुच्य, स्वात्मकल्याणबाधकशे दोषोच्छेदप्रणिधानतः आत्मभानयुक्तं मध्यस्थभावेन अध्ययनाऽध्यापन-भोजन-शयनादिकं व्यावहारिक ____ स्वकर्त्तव्यं पालनीयम् ।
(६) विषय-कषायादीनाम् असारता-तुच्छता-क्षणभङ्गुरता-स्वभिन्नता-परकीयताऽशरणताणि ऽशुचितादिविभावनया विषयाऽऽवेग-कषायाऽऽवेशादिविमुक्ततया स्वयमेव भवितव्यम् । त (७) चित्तवृत्तिप्रवाहः विभावदशापरित्यागकामनया स्वात्मसन्मुखतया निरन्तरं प्रवर्त्तयितव्यः ।
સ્વરૂપની અંદરમાં ધારણા, ધ્યાન અને કાયોત્સર્ગ આદિ સાધના કરવી. પાંચેય ઈન્દ્રિયોને શબ્દ-રૂપ -રસ-ગંધ-સ્પર્શમાંથી પાછી વાળવી. આ “પ્રત્યાહાર' કહેવાય. આવી અંતરંગ સાધના માટે પ્રયાસ કરવો. પણ આ બધું જાહેરમાં પોતાની જાતને સારી દેખાડવા માટે નહિ, “ધર્મી' તરીકેની પોતાની હવા ઊભી કરવા માટે નહિ. પરંતુ માત્ર પોતાના ચિત્તની શુદ્ધિ માટે, આત્મવિશુદ્ધિ માટે જ કરવાનું છે.
6. નિજભાવનિરીક્ષણાદિ કરીએ એ (૪) તાત્પર્ય ગ્રહણ કરવા પૂર્વક, આશય ગ્રહણ કરવા પૂર્વક, જિનવચન અને ગુરુવચન લૂંટી -ઘૂંટીને, તે મુજબ પોતાના આંતરિક ભાવોનું વારંવાર નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું. તથા પોતાની
સાધકદશાને યોગ્ય વૈરાગ્ય, ઉપશમ વગેરે ભાવોનું સંરક્ષણ કરવું. તે વૈરાગ્ય-ઉપશમ આદિ નિર્મળ સ ભાવોને સાચવવા-સંભાળવા. આ રીતે પોતાની પરિણતિને નિર્મળ કરવી.
- આ કર્તા-ભોક્તા ન બનીએ છીએ 11 (૫) કર્તા-ભોક્તાભાવ એ ખરેખર રાગ-દ્વેષમય છે અને સંકલ્પ-વિકલ્પથી વણાયેલ છે. તેવા કર્તા
ભોક્તા ભાવને છોડીને, પોતાના આત્મકલ્યાણમાં બાધક બનનારા દોષોનો ઉચ્છેદ કરવાનું પ્રણિધાન-દઢ સંકલ્પ ૧ કરીને આત્મભાનસહિત મધ્યસ્થભાવે અધ્યયન-અધ્યાપન-ભોજન-શયનાદિવ્યાવહારિક સ્વકર્તવ્યને બતાવવા.
>; વિષય-કષાયના આવેગાદિમાંથી બચીએ (૬) વિષય-કષાય વગેરે વિભાવ પરિણામોમાં અસારતા, તુચ્છતા, ક્ષણભંગુરતા, અનાત્મરૂપતા, પરાયાપણું વગેરેની ઊંડી વિચારણા કરવી. ‘પાપના ઉદયમાં વિષય-કષાય વગેરે શરણ બનવાના નથી. તે અપવિત્ર-અશુચિ છે' - આવી વિભાવના કરીને વિષય-વાસનાના આવેગમાં તણાવું નહિ, કષાયના આવેશમાં ફસાવું નહિ. પોતાની જાતે જ તેમાં ખેંચાતા-તણાતા-લેપાતા અટકી તેનાથી મુક્ત થવું. અથવા પ્રભુપ્રાર્થનાયોગથી કે આર્ત ચિત્તે નમસ્કાર મહામંત્રના નિયમિત લયબદ્ધ જાપથી તેવું બળ મેળવી તેનાથી મુક્ત બનવું.
જ ચિત્તવૃત્તિપ્રવાહને વસમુખ રાખીએ (૭) રાગાદિ વિભાવદશાથી પૂરેપૂરા છૂટવાની તમન્નાએ પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને સતત પોતાના જ આત્માની સન્મુખ પ્રવર્તાવવો, વીતરાગ આત્મસ્વરૂપના ગ્રાહકપણે પ્રવર્તાવવો.