Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ 0 ग्रन्थिभेदोऽतिदुर्लभः ।
२५०५ -दृष्टिविपर्यास-विषयाऽऽसक्तिप्रभृतयोऽपि ग्रन्थिभेदौपयिकाऽन्तरङ्गोद्यमं प्रति विघ्नतां प्रतिपद्यन्ते। प स्वकृताश्च ते विघ्ना इष्टा मिष्टाश्च प्रतिभासन्ते । अत एव ग्रन्थिभेदोऽतिदुर्लभ उच्यते।। ___ तदिदं सर्वमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये '“सो य दुलभो परिस्सम-चित्तविघायाइविग्घेहिं" " (વિ...99૧૬) તિ, “દ વંસ વિકરિયા કુનદી પર્વ સવિઘા ” (વિ..મ.૩૨૦૦૦ રૂતિ વા ના
(૨૧) પોતાનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ, કર્મજન્ય ઉપાધિઓ, શાસ્ત્રકારોનું તાત્પર્ય, ધર્મસાધનાનો મર્મ વગેરે બાબતની સાચી જાણકારી ન હોય તો પણ પારમાર્થિક રીતે મિથ્યાત્વ ઉખેડવાનું શરૂ ન થાય.
(૨૨) સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા, ચોરકથા વિગેરે વિકથાઓ, પારકી પંચાત, રાજકરણ, છાપા-ચોપાનીયા-પૂર્તિ, અશ્લીલ સાહિત્ય વગેરેમાં જ રુચિ રોકાયેલી હોય તો પણ પ્રસ્તુત અંતરંગ ગ્રંથિભેદપુરુષાર્થ આગળ વધી ન શકે.
(૨૩) દેશ-પરદેશમાં, રાજ્યમાં, સંઘમાં, સમુદાયમાં, ગ્રુપમાં ક્યાં શું ચાલે છે ? કોણ શું કરે છે ?... ઈત્યાદિ બાબતનું કુતૂહલ-કૌતુક-ઉત્સુકતા પણ ગ્રંથિભેદની સાધનામાં વિઘ્નરૂપ બને છે.
(૨૪) દેહ-પરિવાર-સંસારની બાબતમાં ચિત્ત સતત વ્યાક્ષેપવાળું હોય તો ગ્રંથિભેદ ન થાય. (૨૫) માન કષાય અંદરમાં ઉછળતો હોય તો પણ ચિત્તવૃત્તિ અન્તર્મુખ ન બને.
(૨૬) શરીર, ઈન્દ્રિય, મન, વિચાર વગેરેમાં હું-મારાપણાની બુદ્ધિસ્વરૂપ દષ્ટિવિપર્યાસ પણ અહીં વિઘ્ન બને.
(૨૭) પ્રશસ્ત વર્ણ-ગંધ-રેસ-સ્પર્શ-શબ્દ-સ્ત્રી વગેરે વિષયોની પક્ષપાતપૂર્વક આસક્તિ-રુચિ-મૂચ્છ સે પણ ગ્રંથિભેદના ઉદ્યમમાં વિઘ્નરૂપ બને છે. તે કાઠિયાની સક્ઝાય' માં પણ આ વિબોનું સંક્ષિપ્ત છે વર્ણન મળે છે. આવા તો ઢગલાબંધ વિઘ્નો આ માર્ગમાં આવે છે. તથા પોતે જ ઉભા કરેલા આ વા વિદ્ગો પોતાને મનગમતા, મીઠા અને મધુરા લાગે છે. તેના પ્રત્યે મીઠી નજર અને કૂણી લાગણી રહે છે. તેના પ્રત્યે સાધક લાલ આંખ કરતો નથી. આથી જ ગ્રંથિભેદ અત્યંત દુર્લભ કહેવાય છે. આ
ગ્રંથિભેદ અતિદુર્લભ છે. (તરિ.) તેથી આ બધી જ બાબતોને લક્ષમાં રાખીને (૧) શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે તે ગ્રંથિભેદ પરિશ્રમ અને ચિત્તવિઘાત = ચિત્તવ્યામોહ વગેરે વિઘ્નોથી દુર્લભ છે. અહીં પરિશ્રમ એટલે પંદર પ્રકારનો અંતરંગ પુરુષાર્થ બતાવી ગયા તે સમજવો. તથા A to z જે વિરામસ્થાનો - વ્યામોહસ્થાનો જણાવ્યા અને ઉપર જે ૨૭ મુદાઓ જણાવ્યા, તે તમામને વિઘ્નરૂપ સમજવા. સતત, સખત, સરસ, સમ્યફ પ્રકારે પૂર્વોક્ત (પૃ.૨૪૯૫ થી ૨૫૦૦) પંદર પ્રકારનો માનસિક પરિશ્રમ કરવો ખરેખર અઘરો છે. તથા ઉપરના વિદ્ગોને જીતવા અત્યંત કપરા છે. તેથી ગ્રંથિભેદને શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે દુર્લભ બતાવ્યો છે. આ હકીકત છે. કાલ્પનિક વાત નથી. જાત અનુભવે જ આ વાત સરળતાથી સમજાય અને સચોટપણે સ્વીકારાય તેમ છે.
(૨) વિશેષાવશ્યકભાષ્યમાં જ આગળ જણાવેલ છે કે “અહીં સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દુર્લભ છે અને પ્રાયઃ વિક્નોથી ભરપૂર છે.” 1. સ ર કુર્તમઃ પશ્ચિમ-ચિત્તવિધાતાસિવિને 2. ફુદ સનાલિલિયા તુર્તમાં પ્રાયઃ સવિન રા.