Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५१० ० वादग्रन्थाणाम् अपरोक्षात्मानुभवाऽकारणता 0
૨૬/૭ इत्थमेवाऽऽत्मतत्त्वाऽपरोक्षप्रतीतिः स्यात्, न तु शुष्कतर्कशास्त्राऽभ्यासादिना। अतो वाद ... -विवादादिरुचि-परनिन्दा-बहिर्मुखता-भाषणव्यसनादिकं विमुच्याऽध्यात्मयोगे एव अन्योपायाऽतिशायी " यत्नः कार्यः। तदुक्तं योगबिन्दौ “अतोऽत्रैव महान् यत्नः तत्तत्तत्त्वप्रसिद्धये। प्रेक्षावता सदा कार्यो તે વાવપ્રસ્થાત્ત્વિાર|II(વિ.૬૦), “ધ્યાત્મિમંત્ર પર ઉપાય પરિવર્તિતઃ” (વિ.૬૮), “હુપાશ્વ र्श नाऽध्यात्मादन्यः सन्दर्शितो बुधैः। दुरापं किन्त्वदोऽपीह भवाब्धौ सुष्टु देहिनाम् ।।” (यो.बि.७१) इति । : “તઃ = ધ્યાત્મયોપાર્થવ માત્માદ્રિતસ્વપ્રતીતિવચારીત્વ', ત્રેવ = અધ્યાત્મયોપો વ’ | ‘ત્ર આ = આત્માવિતત્ત્વવપરોક્ષપ્રતીતી’ | ‘ર = ધ્યત્મિ|'T શિષ્ટ સ્પષ્ટમ્ |
किन्तु अद्यपर्यन्तं प्रबलमिथ्यात्वाऽवेद्यसंवेद्यपदादिसामर्थ्यतोऽनेन जीवेन देहादिभिन्न-परमानन्दमय का -निज-सहज-शाश्वत-शान्त-शीतल-शुद्धचैतन्याऽखण्डपिण्डस्वरूपमेव स्वप्रकाशात्मकं नैव विनिश्चितम्,
. . અધ્યાત્મયોગથી જ આત્મપ્રતીતિ સંભવે છે (ત્ય) આ રીતે અંતરંગ ઉદ્યમમાં લીન થવામાં આવે તો જ આત્મતત્ત્વની અપરોક્ષ પ્રતીતિ થઈ શકે. શુષ્ક તર્કશાસ્ત્રોના અભ્યાસથી આત્મતત્ત્વની પ્રતીતિ ન થાય. છ મહિના સુધી વાદ-વિવાદ કરવાથી સાકરના મધુર સ્વાદની અનુભૂતિ ન થાય. તેને મોઢામાં મૂકવાથી જ મીઠાશની પ્રતીતિ થાય. વાદ = તર્કશાસ્ત્રાભ્યાસ. સાકર = આત્મા, મીઠાશ = અનંતાનંદમય ચૈતન્યસ્વભાવ. મુખપ્રક્ષેપ = દર્શિત અંતરંગઉદ્યમમય અધ્યાત્મ-યોગાભ્યાસ. તેથી વાદ-વિવાદ વગેરેની રુચિ છોડીને, તત્ત્વચર્ચાના બહાને પણ બીજાની નિંદા કરવાના વલણને છોડીને, “ક્યાં કોણ શું કરે છે ?' તેવી બહિર્મુખતાને તિલાંજલિ
આપીને, બહુ બોલ-બોલ કરવાની કુટેવને વોસિરાવીને અધ્યાત્મયોગમાં લાગી જવા જેવું છે. આત્માર્થીએ છે પણ અન્ય બાહ્ય સાધના કરતાં વધુ ચઢિયાતો પ્રયત્ન તો પ્રસ્તુત અધ્યાત્મયોગમાં જ કરવો જોઈએ.
તેથી જ યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “તત્ત્વપ્રતીતિનું કારણ અધ્યાત્મયોગ જ હોવાથી પ્રાજ્ઞ પુરુષે તે-તે આત્માદિ તત્ત્વની પ્રકૃષ્ટ સિદ્ધિ = અનુભૂતિ માટે અધ્યાત્મયોગમાં જ હંમેશા સૌથી વધુ પ્રયત્ન કરવો જોઈએ. વાદગ્રંથો આત્માનુભૂતિનું કારણ નથી. આત્માદિ તત્ત્વની અપરોક્ષ પ્રતીતિ વિશે અધ્યાત્મયોગ એ જ શ્રેષ્ઠ ઉપાય કહેવાયેલ છે. “હું દેહાદિભિન્ન આત્મા છું' - આવી પ્રતીતિ માટે અધ્યાત્મ સિવાય બીજો કોઈ સાચો ઉપાય પૂર્વાચાર્યોએ જણાવેલ નથી. પરંતુ આ અધ્યાત્મ પણ ભવસાગરમાં ભટકતાં જીવોને અત્યંત દુર્લભ છે.” પ્રસ્તુત અધ્યાત્મ અતિ દુર્લભ કેમ છે? આ હકીકત તો ઉપરોક્ત પંદર પ્રકારનો અંતરંગ પુરુષાર્થ નિરંતર કરવા દ્વારા જ સાધકને સમજાય તેમ છે.
( ગ્રંથિભેદ ન થવાના કારણોની વિશેષ વિચારણા | (વિ7) પરંતુ પ્રબળ મિથ્યાત્વ, અવેદ્યસંવેદ્યપદ વગેરેના સામર્થ્યથી આ જીવે આજ સુધી પોતાના જ મૂળભૂત સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ કરીને એવો વિનિશ્ચય નથી કર્યો કે “શરીર, ઈન્દ્રિય, મન, કર્મ વગેરેથી હું સાવ જ જુદો છું. હું દેહાદિભિન્ન આત્મા છું. મારું સ્વરૂપ પરમાનંદમય છે. સહજ, શાશ્વત, શાન્ત, શીતળ, શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપ જ હું છું. હું સૂર્યની જેમ સ્વપ્રકાશાત્મક છું, સ્વતઃ પ્રકાશ્ય છું. ઈન્દ્રિયાદિની સહાય વિના સ્વયમેવ નિજસ્વરૂપનો પ્રકાશક છું.” પોતાના આવા લોકોત્તર મહિમાવંત અપૂર્વ ચૈતન્યસ્વરૂપની પાકી શ્રદ્ધા પણ આ જીવે યથાર્થપણે ન કરી. આ રીતે