Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५०८
* ग्रन्थिभेदविघ्नविजयोपायोपदर्शनम्
o ૬/૭
7 અમના, બા, બાં, અમોત્તા, અનન્તાનન્દ્રમય, અપૂર્વાડતીન્દ્રિયસનશાન્તિમય, અમાં, બનારોપિતસત્યસ્વરૂપ, અનાશ, વ્રત, ગષાય, યોક લજીશ્વ મમ તેઃ કૃતમ્। બન્નેં
X
Y
Z
तेभ्यः पराङ्मुखीभूय निजशुद्धचित्स्वरूपे एव तिष्ठामि' - इत्यादिविभावनया भेदविज्ञानगर्भया
T
可
तादृशविश्रामस्थानानि अतिक्रमणीयानि, न तु तत्र विश्रामः कार्यो व्यामोहो वा ।
२
'ग्रन्थिभेदाऽऽव ऽऽवश्यकताऽनन्ताऽऽनन्दादिमयनिजशुद्धात्मतत्त्वमहिमाऽनादिकालीनकर्मबन्धनपरिमोच
અને નિરાધાર છે. આ ઈન્દ્રિયજગત અને મનોજગત છે. આ મારું સ્વરૂપ નથી. હું તો અતીન્દ્રિય છું, ઈન્દ્રિયાતીત છું. (N) હું તો મનશૂન્ય, મનાતીત છું. (O) હું બધા જ વિશ્રામસ્થાનોનો અસંગ સાક્ષીમાત્ર છું. તો પછી તપ વગેરેનો વિનિયોગ કરવાના સામર્થ્યમાં પણ મારે શું મોહાવાનું હોય ? વિનિયોગના ઉઠતા વિકલ્પ વગેરેનો પણ હું (P) કર્તા કે (Q) ભોક્તા નથી. હું કેવળ શાંત જ્ઞાતા-દૃષ્ટા સાક્ષી છું.’
(R) ‘શારીરિક રોગનિવારણ, શારીરિક શાતા-સ્વસ્થતા-સ્ફુર્તિની અનુભૂતિ કે માનસિક શાંતિનો અનુભવ કરવામાં કે શાબ્દિક મગ્નતામાં પણ મારે રોકાવું નથી. કારણ કે હું સ્વયમેવ અનંતાનંદ -પૂર્ણાનંદ-પરમાનંદ-શાશ્વતાનંદ-સહજાનંદ-સ્વાધીન આનંદથી છલોછલ ભરેલો મહાસાગર છું. (S) અપૂર્વ શાંતિનો ભંડાર છું. અતીન્દ્રિય શાંતિનો સ્વામી છું. સહજ-સ્વાભાવિક શાંતિ મારા પ્રત્યેક આત્મપ્રદેશે ફેલાયેલી છે. તો પછી પેલી તુચ્છ-નકલી-ઔપાધિક-કર્માધીન એવી શારીરિક શાતાનો કે માનસિક શાંતિનો ભોગવટો કરવામાં મારે મારો અમૂલ્ય સમય શા માટે વેડફવો ? તેને ઉપાદેયભાવે રુચિપૂર્વક ભોગવવા દ્વારા મારે શા માટે બહિર્મુખતાને પુષ્ટ કરવી ? (T) હું તો કર્મભિન્ન છું. જડ એવા કર્મ મારા ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કરી શકે તેમ જ નથી.' (U) ‘આ લાલ-પીળા અજવાળાની ઝાકઝમાળ વગેરે આભાસિક છે, [] પ્રાતિભાસિક છે. જ્યારે હું તો પારમાર્થિક સસ્વરૂપ છું. (V) દિવ્યરૂપદર્શન વગેરેની આશા-અપેક્ષા
મારે શું રાખવાની ? હું મૂળભૂત સ્વભાવે આશાશૂન્ય જ છું. (W) ઈન્દ્રિય-મન-જનસમૂહ વગેરેથી સુ કળી ન શકાય, ઓળખી ન શકાય એવો હું છું. તો લબ્ધિ, સિદ્ધિ, ચમત્કારશક્તિ દ્વારા મારે મારી ઓળખાણ કોને કરાવવાની ? (X) તેવી ઓળખાણ કરાવીને મારે માનકષાય વગેરેને જ તગડા કરવાના ને ? પણ સહજ સ્વભાવથી હું કષાયશૂન્ય જ છું. (૪) શારીરિક શાતા, માનસિક શાંતિ કે રોગનિવારણ સાથે મારે શું લેવા-દેવા ? હું તો તન-મન-વચનના યોગથી રહિત છું. (Z) મારું વ્યક્તિત્વ ખંડ-ખંડ વિભક્ત નથી. હું અખંડ છું. બીજા દ્વારા મારે મારા સ્વરૂપની પરિપૂર્તિ કરવાની બિલકુલ જરૂર નથી. મારામાં કશી ખામી નથી કે પરદ્રવ્યની પાસે મારે કાંઈ ભીખ માંગવી પડે. તેથી મારે આ બધાથી સર્યું. હું તો આ બધાથી પરાસ્મુખ થઈને મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાઉં છું.' આમ ગ્રંથિભેદનો સાધક ભેદજ્ઞાનના સહારે તમામ વિશ્રામસ્થાનોમાંથી પસાર થાય છે. તેમાં તે મૂંઝાતો નથી, મૂરઝાતો નથી, મોહાતો નથી, લોભાતો નથી, લલચાતો નથી, અટવાતો નથી, રોકાતો નથી, ખોટી થતો નથી. * ગ્રંથિભેદની સાધનાના અન્ય વિધ્નોને જીતીએ
(ચિ.) નિદ્રા, તંદ્રા વગેરે ૨૭ વિઘ્નોના વૃંદને જીતવા માટે આત્માર્થી સાધકે પોતાની જાતને જ આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો કે ‘(૧) શાસ્ત્રાભ્યાસ, સંયમ વગેરે કરતાં પણ સૌપ્રથમ ગ્રંથિભેદ અતિ-અતિ આવશ્યક છે. ગ્રંથિભેદ વિના કે એ દિશામાં પ્રયત્ન કર્યા વિના થતી ધર્મસાધના એ રાખમાં ઘી ઢોળવા સમાન છે, બેંકમાં ખાતુ ખોલાવ્યા વગર બેંકમાં રૂપિયા જમા કરાવવા તુલ્ય