Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५०६ ० ग्रन्थिभेदः प्रबलप्रयत्नसाध्यः ।
૨૬/૭ प ‘सः = ग्रन्थिभेदः' । “पुरुषकारेण ग्रन्थिभेदोऽपि सङ्गतः” (यो.बि.३३९) इति योगबिन्दूक्तिः, “ग्रन्थिभेदोऽपि गग यत्नेनैव बलीयसा" (द्वा.१७/१७) इति द्वात्रिंशिकोक्तिः, “शुभाऽध्यवसायविशेषैः कथमपि ग्रन्थिभेदादिना e મહતા. ખેન તુર્તમ સગવત્ત્વપરિમા” (.શુ.૪ પૃ.પૃ.૭) તિ ટનશુદ્ધિ વિહરવૃત્તિકૃnિ:, “તૂમડું - सुरसामित्तं, लब्भइ य पहुत्तणं न संदेहो। एगं नवरि न लब्भइ दुल्लहरयणं व सम्मत्तं ।।” (स.स.२२) इति श सम्बोधसप्ततिकायां श्रीरत्नशेखरसूरिसदुक्तिः, “भिन्ने ग्रन्थौ सहजकठिने तत्र वीर्यातिरेकाद् मुक्तिप्रवो भवति क नियतं हन्त सम्यक्त्वलाभः” (स.को.१/१४-पृ.२) इति च सम्यक्त्वकौमुदीसूक्तिः अपि अत्रानुसन्धेया । णि यच्च बहुसङ्क्लेशकारिणो दुर्भेदस्य कर्मग्रन्थिमहाऽचलस्य तीक्ष्णभाववज्रेण भेद्यत्वं योगबिन्दौ (२८०) - दर्शितम्, तदपीह न विस्मर्तव्यम्।
आज्ञाचक्रस्थलीयपीत-रक्त-श्वेतादिप्रकाशानुभवादिकाले ‘एतत् सर्वं पौद्गलिकम्, नश्वरम्, भवान्तरादौ (૩) “ગ્રંથિભેદ પણ પુરુષાર્થથી થાય એ વાત સંગત છે' - આ પ્રમાણે યોગબિંદુમાં કહેલ છે.
(૪) “કર્મવિજયની જેમ ગ્રંથિભેદ પણ અત્યંત બળવાન પ્રયત્નથી જ થાય છે'- આ પ્રમાણે દ્વાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજી મહારાજે જે વાત કરી છે, તેનું પણ અહીં અનુસંધાન કરવું.
(૫) શ્રીચક્રેશ્વરસૂરિજીએ દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિમાં જણાવેલ છે કે વિશેષ પ્રકારના ઊંચી કક્ષાના અનેક શુભ અધ્યવસાયો દ્વારા માંડ-માંડ ગ્રંથિભેદ વગેરે થાય છે. તેથી ગ્રંથિભેદાદિ કરવો એ મોટું કષ્ટ છે. તેનાથી સમ્યક્તનો પરિણામ જન્મે છે. તેથી તેવો સમ્યક્તપરિણામ ખરેખર દુર્લભ છે.”
(૬) સંબોધસપ્તતિકામાં (સંબોધસત્તરીમાં) શ્રીરત્નશેખરસૂરિજીએ કહેલ છે કે “દેવોનું સ્વામિત્વ (= સામાનિકદેવપણું વગેરે અનેક વાર) મળે તથા માલિકપણું (રાજાપણું, નગરશેઠપણું વગેરે પણ વ ઘણી વાર) મળે. આમાં સંશય નથી. ફક્ત દુર્લભરત્ન જેવું એક સમ્યક્ત જ (વારંવાર) મળતું નથી.”
(૭) સમ્યક્તકૌમુદીમાં શ્રીજિનહર્ષગણિવરે જણાવેલ છે કે “સ્વભાવથી જ અત્યંત કઠણ એવી સ ગ્રંથિ પ્રબળ વર્ષોલ્લાસથી જ ભેદાય છે. ત્યારે ખરેખર મોક્ષને નજીક લાવનાર સમ્યકત્વનો લાભ અવશ્ય થાય છે.” આ સુંદર વાતનું પણ અહીં અનુસંધાન કરવું.
(૮) યોગબિંદુમાં કર્મગ્રંથિને મોટા પર્વતની ઉપમા આપી છે તથા બહુ સંક્લેશ કરાવનાર તરીકે અને દુર્ભેદ સ્વરૂપે જણાવેલ છે. તથા તેને ભેદવા માટે તીક્ષ્ણ ભાવવજની જરૂર છે – તેમ ત્યાં કહેલ છે. આના ઉપરથી “ગ્રંથિભેદનું કાર્ય કેટલું દુષ્કર-દુર્લભ છે ?” તેનો અંદાજ લગાવી શકાય છે. વજ જેમ દુર્લભ હોય, તેમ ગ્રંથિભેદને કરનારી તીવ્રતીક્ષ્ણ ભાવધારા પણ અત્યંત દુર્લભ જ છે. આ વાત યોગબિંદુમાં સૂચિત કરી છે. એ ભૂલાવું ન જોઈએ.
# વિશ્રામસ્થાનોને પસાર કરીએ, તેમાં ખોટી ન થઈએ . (આજ્ઞા.) આજ્ઞાચક્રના ભાગમાં પીળા-લાલ-શ્વેત અજવાળાનો અનુભવ વગેરે અહીં દર્શાવેલા A to Z વિશ્રામસ્થાનો ઉપસ્થિત થાય ત્યારે તેમાં વિશ્રાન્તિ ન કરવી કે વ્યામોહ ન કરવો. પણ તેને 1. लभ्यते सुरस्वामित्वम्, लभ्यते च प्रभुत्वं न सन्देहः। एकं नवरं न लभ्यते, दुर्लभरत्नभिव सम्यक्त्वम् ।।