Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४८६ निर्जराद्वितयप्रदर्शनम् ।
૨૬/૭ (३८) निजमिथ्यात्वशल्योद्धार-स्वकीयनिरुपाधिकनिर्मलस्वरूपानुसन्धान-ज्ञानगर्भवैराग्योपशम- भावादिकमृते बहिरङ्गानुष्ठान-बाह्यत्यागादिप्रयुक्ता कर्मनिर्जरा मण्डूकचूर्णसमा संसारसंवर्धनी सततरा परिवर्तनशीलपरद्रव्य-गुण-पर्यायरुचिव्यामोहपीडाकारिणी च सजाता। म प्रकृते पूर्वोक्ता (१५/१-५) “कायकिरियाए दोसा खविया मंडुक्कचुण्णतुल्लत्ति। ते चेव भावणाए । नेया तच्छारसरिसत्ति ।।” (यो.श.८६) इति योगशतकगाथा, "एत्तो च्चिय अवणीया किरियामेत्तेण जे राकिलेसा उ। मंडुक्कचुनकप्पा अन्नेहि वि वन्निया णवरं ।।” (उ.प.१९१) इति उपदेशपदगाथा, “मंडुक्कचुण्णकप्पो क किरिआजणिओ वओ किलेसाणं । तद्दड्ढचुण्णकप्पो नाणकओ तं च आणाए ।। (उ.र.७) इति उपदेशरहस्यगाथा, c. “क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः। दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः ।।” (ज्ञा.सा.उपसंहार * જ્ઞો.૧) રૂતિ જ્ઞાનસરારિ ૨ પૂર્વોપરિતા (9૧/9/૬) વિભાવનીયા का (३९) क्वचित् षोडशकोक्ताः (१०/१०) उपकार्यपकारि-विपाकक्षमा औदयिकभावगर्भा आदृताः,
ના મંડૂકચૂર્ણસમાન નિર્જરા સંસારવર્ધક બની જાય (૩૮) પોતાના મિથ્યાત્વશલ્યને દૂર કર્યા વિના, પોતાના જ મૌલિક નિરુપાધિક નિર્મળ સ્વરૂપનું અનુસંધાન કર્યા વિના, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વગર, ઉપશમભાવ વગેરેની ગેરહાજરીમાં માત્ર વચનના કે કાયાના સ્તરે કરેલી બાહ્ય સાધના અને બાહ્ય ત્યાગ વગેરે દ્વારા જે કર્મનિર્જરા થઈ તે મંડૂકભસ્મસમાન ન બની. પરંતુ મંડૂકચૂર્ણતુલ્ય (= દેડકાના ચૂર્ણ સમાન) બનીને સંસારને વધારનારી બની તથા સતત પરિવર્તનશીલ પદ્રવ્ય-ગુણ-પર્યાયની રુચિમાં ભૂલભૂલામણીની સતામણી કરાવનારી બની.
જ જો જ દોષનાશ દોષવર્ધક ન બને (પ્ર.) પ્રસ્તુતમાં નીચેના પૂર્વોક્ત (૧૫/૧/૫) સંદર્ભોને વિચારવા. યોગશતકમાં જણાવેલ છે કે સ (૧) “કાયિક ક્રિયાથી ખપાવેલા દોષો દેડકાના ચૂર્ણ જેવા છે. તથા તે જ દોષો ભાવનાથી ખપાવેલા જ હોય તો દેડકાની રાખ જેવા સમજવા.” (૨) ઉપદેશપદમાં પણ જણાવેલ છે કે “તેથી જ જે ક્લેશો વા = દોષો માત્ર ક્રિયાથી દૂર કરેલા હોય તે દેડકાના ચૂર્ણ સમાન છે – આ મુજબ અન્યદર્શનકારોએ પણ
વર્ણવેલ છે.” (૩) મહોપાધ્યાયજીએ પણ ઉપદેશરહસ્યમાં તથા જ્ઞાનસાર પ્રકરણના ઉપસંહારમાં આવા એ પ્રકારની જ વાત કરી છે. તાત્પર્ય એ છે કે દેડકો મરી જાય પછી તેનું શરીર ચૂર્ણ બની જાય તો પણ
નવો વરસાદ પડતાં તેમાંથી નવા-નવા અનેક દેડકાઓ પેદા થાય છે. કારણ કે તે ચૂર્ણમાં ઢગલાબંધ દેડકાને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે. પરંતુ મરેલા દેડકાની રાખ થઈ જાય તો તેમાંથી નવા દેડકાઓ જન્મ નહિ. કારણ કે તેમાં તેની યોગ્યતા નથી. આ અંગે વિશેષ વિચારણા પૂર્વે (૧૫/૧/૫) કરેલ જ છે.
. વચનક્ષમા-ધર્મક્ષમા અપનાવી નહિ , (૩૯) (A) ક્યારેક ઉપકારીનું કટુ વચન લાચારીથી સહન કરવા સ્વરૂપ ઉપકારી ક્ષમા આચરી. (B) ક્યારેક નુકસાનીના ભયથી દુર્જનના અત્યાચાર મજબૂરીથી સહન કરીને અપકારીક્ષમાં અપનાવી. 1. कायक्रियया दोषाः क्षपिताः मण्डूकचूर्णतुल्याः इति। ते चैव भावनया ज्ञेयाः तच्छारसदृशा इति ।। 2. इतश्चैव अपनीताः क्रियामात्रेण ये क्लेशास्तु। मण्डूकचूर्णकल्पा अन्यैरपि वर्णिता नवरम् ।। 3. मण्डूकचूर्णकल्पः क्रियाजनितो व्ययः क्लेशानाम्। तद्दग्धचूर्णकल्पो ज्ञानकृतः तत् (= ज्ञान) च आज्ञया (गम्यते)।।