Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४८४ ० वाग्व्यायामो न शिवोपायः ।
૨૬/૭ आदरणीयः “प्रव्रज्याया ज्ञानयोगप्रतिपत्तिरूपत्वाद्” (यो.दृ.स.१० वृ.) इति योगदृष्टिसमुच्चयवृत्तौ श्रीहरिभद्रसूरिવઘનાતા તળ્યાગનેન વ્યમરિ ! स (३३) निजमौलिकस्वरूपं शास्त्रेण विज्ञाय रागादिरहितचैतन्यतया परिणमनमेव शास्त्राभ्यासादिस प्रयोजनम् । इत्थमागमवचनपरिणमने एव लोकोत्तरतत्त्वसम्प्राप्तेः अधिकारः सम्पद्यते इति व्यक्तं - षोडशकप्रकरणे (५/८)। किन्तु अनेन जीवेन शास्त्रीयबोधादिकं परस्मै प्राऽयोजि, न तु आत्मने ।
(३४) एवमपि बहिर्मुखपरिणतिपोषणद्वारा अस्मिन् आत्मनि अहङ्कारभारेणाऽवर्धि, न तु क “वाया वीरियं कुसीलाणं” (सू.कृ.१/४/१/१७) इति सूत्रकृताङ्गसूत्रोक्तिः, “वाक्संरम्भं क्वचिदपि न जगाद - मुनिः शिवोपायम्” (सि.द्वा.८/७) इति सिद्धसेनीयद्वात्रिंशिकोक्तिश्च संवेग-निर्वेदपरायणतया व्यचिन्ति
अनेन । “संवेगं विना लोकरञ्जनाद्यर्थमेवोपदेशादौ प्रवृत्तिरित्यवश्यमस्य मायानिकृतिप्रसङ्गो दुर्लभबोधित्वञ्चेति का आत्मबोधन एवाऽऽत्मार्थिना यतितव्यम्” (अ.म.प.१८१ वृ.) इति अध्यात्ममतपरीक्षावृत्तिवचनमपि नाऽचिन्ति ।
તેથી તેવા જ્ઞાનયોગને મેળવવા માટે જ મુનિઓએ પ્રયત્ન કરવા યોગ્ય છે. કારણ કે “પ્રવ્રજ્યા એ જ્ઞાનયોગનો સ્વીકાર કરવા સ્વરૂપ છે' - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં જણાવેલ છે. પરંતુ આ જીવ આ મહત્ત્વપૂર્ણ બાબતને સાવ ભૂલી ગયો.
આ લોકોત્તરતન્દ્રપ્રાપ્તિનો અધિકારી ન બન્યો છે (૩૩) વાસ્તવમાં તો શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન પોતાના મૂળભૂત સ્વરૂપને શાસ્ત્ર દ્વારા જાણીને રાગ-દ્વેષથી રહિત થવાનું હતું, રાગાદિરહિત ચૈતન્યસ્વરૂપે પરિણમી જવાનું હતું. આ રીતે આગમવચનને પરિણમાવે તો જ જીવને લોકોત્તર તત્ત્વની સાચી પ્રાપ્તિનો અધિકાર મળે છે. આવું ષોડશકમાં જણાવેલ
છે. પરંતુ ઊંચી શાસ્ત્રીય સમજણનો ઉપયોગ અંદરમાં પોતાના માટે કરવાના બદલે માત્ર બહારમાં શું જ કરવો, બીજા માટે જ કરવો આ જીવને બહુ ગમ્યો.
ધર્મોપદેશથી પણ બોધિદુર્લભ ! $ G! (૩૪) આ રીતે પણ બીજા સમક્ષ જાણકાર તરીકેનો દેખાવ કરવા દ્વારા, આત્મજ્ઞાની તરીકે
પોતાની ખોટી ઓળખાણ આપવા દ્વારા આ જીવે બહિર્મુખ પરિણતિને જ પુષ્ટ કરી. તેના દ્વારા આ આત્મામાં અહંકારનો ભાર વધ્યો. અહંભાવના ભાર નીચે આ જીવ દટાયો, કચડાયો. પરંતુ “કુશીલોનું પરાક્રમ વાણીથી હોય છે (, આચરણથી કે પરિણતિથી નહિ.)' - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રની પંક્તિને આ જીવે વિચારી નહિ. તેમજ “ભાષણના વ્યાયામને કદિ કોઈ મહર્ષિએ મોક્ષના ઉપાય તરીકે જણાવેલ નથી' - આવી સિદ્ધસેનીય દ્વાર્નાિશિકાપ્રકરણની પંક્તિને પણ આ જીવે ઊંડાણથી વિચારી નહિ. તથા સંવેગ (= મોક્ષે ઝડપથી પહોંચવાની લગની) વિના ઉપદેશાદિમાં પ્રવૃત્તિ તો જનમનરંજનાદિ માટે જ થાય. તેથી જીવને અવશ્ય માયા-દંભ દોષ લાગુ પડે. તેનાથી કેવળ બોધિદુર્લભ જ થવાય છે. તેથી આત્માર્થી જીવે માત્ર પોતાની જાતને જ સમજાવવાને વિશે પ્રયત્ન કરવો' - આ મુજબ મહોપાધ્યાયજી મહારાજે અધ્યાત્મમત પરીક્ષા વ્યાખ્યામાં જે જણાવેલ છે, તેના વિશે આ જીવે શાંત ચિત્તે વિચાર ન કર્યો. 1. વાજા વીર્ય શીરાના