Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• अपरोक्षस्वानुभवशालिनां स्वगीतार्थता
२४८९ परमार्थत आत्मद्रव्यसम्मुखीनः सम्पद्यते। इत्थमेव आत्मार्थिनो ज्ञानं सम्यग् भवति । अत एव सम्यग्ज्ञानादपि सम्यग्दर्शनस्य अभ्यर्हितत्वं समाम्नातम्। तदुक्तं धर्मसङ्ग्रहवृत्तौ श्रीमानविजयवाचकेन “सम्यग्दर्शनस्य सम्यग्ज्ञानहेतुत्वाद् ज्ञानाद् दर्शनं गरिष्ठम्” (ध.स.६५ वृ.पृ.३७७) इति भावनीयम्। रा
इदमप्यत्राऽवधेयं यदुत - साधिकनवपूर्वविदाम् अभव्य-दूरभव्यानाम् अत्यन्तम् अज्ञानित्वादेव र दूरोत्सारितं गीतार्थत्वं छेदसूत्रपदार्थबोधवत्त्वेऽपि।
(१) आद्ययोगदृष्टिचतुष्कवर्तिनाम् अपुनर्बन्धक-मार्गाभिमुख-मार्गानुसारि-मार्गपतितजीवानां श गृहीतप्रव्रज्यानाम् आत्मचिन्तामयज्ञान-मार्गानुसारिबुद्धि-निजाऽऽत्माऽद्वेष-तद्रुचि-नवतत्त्वजिज्ञासा-शुश्रूषादि-क गुणगणबलेन छेदसूत्रपदार्थबोधेऽपि परगीतार्थत्वमेव सम्भवति, न तु स्वगीतार्थत्वम्, अतीन्द्रियाऽपरोक्षस्वानुभूतिविरहात्।
(२) भिन्नग्रन्थीनां स्थिरादिदृष्टिशालिनां गार्हस्थ्येऽपि स्वानुभवैकवेद्याऽभ्यन्तर-सुगुप्त-गूढ-स्वभूमि-का સંસારસન્મુખતાને છોડી સ્વતઃ પરમાર્થથી અંતર્મુખ બને, સ્વરસથી આત્મદ્રવ્યની સન્મુખ રહે, સહજતાથી આત્મસન્મુખપણે ટકે. આ રીતે જ આત્માર્થી સાધકનું જ્ઞાન સમ્યમ્ બને છે. તેથી જ સમ્યજ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શન સારી રીતે ચઢિયાતું મનાયેલ છે, કહેવાયેલ છે. આ અંગે શ્રીમાનવિજય ઉપાધ્યાયજીએ ધર્મસંગ્રહવૃત્તિમાં જણાવેલ છે કે “સમ્યજ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે. તેથી સમ્યજ્ઞાન કરતાં સમ્યગ્દર્શન મહાન છે, ગૌરવપાત્ર છે, ચઢિયાતું છે. આ વિશે ઊંડાણથી વિભાવના કરવી.
ત્રણ પ્રકારના ગીતાર્થને ઓળખીએ રે | (ફ) અહીં ધ્યાનમાં રાખવું કે સાધિક નવ પૂર્વનો અભ્યાસ કરવા છતાં અભવ્ય અને દૂરભવ્ય જીવો તો અત્યંત અજ્ઞાની જ રહે છે. તેના જ કારણે તેમની પાસે છેદગ્રંથોનો બોધ હોવા છતાં તેમનામાં ગીતાર્થતા આવવાની બાબત દૂરથી જ રવાના થાય છે. મહાઅજ્ઞાની હોય તે ગીતાર્થ ન જ હોય.
(૧) જે જીવો મિત્રા, તારા, બલા, દીપ્રા નામની પ્રથમ ચાર યોગદષ્ટિમાં વર્તતા હોય તેઓ સે યથાયોગ્યપણે અપુનબંધક-માર્ગાભિમુખ-માર્ગાનુસારી-માર્ગપતિત દશાને ધરાવતા હોય. તેવા જીવો ઘણી છે વાર દીક્ષા લેતા હોય છે. દીક્ષા લઈને આત્મપ્રાપ્તિની ચિન્તાથી વણાયેલું ચિન્તામય જ્ઞાન, માર્ગાનુસારી વા બુદ્ધિ, પોતાના આત્મતત્ત્વ પ્રત્યે અષ, પોતાના આત્માની રુચિ, આત્મા-મોક્ષમાર્ગ-મોક્ષ વગેરે નવ તત્ત્વની જિજ્ઞાસા, તે જ તત્ત્વને સાંભળવાની ઈચ્છા વગેરે ગુણોનો સમૂહ તેમનામાં બળવાન બનતો એ હોય છે. તેના બળથી ગુર્વાજ્ઞા મુજબ છેદસૂત્રના પદાર્થ વગેરેનો વ્યાપક બોધ તેઓ મેળવતા હોય તેવું પણ શક્ય છે. તેવા પ્રકારે છેદસૂત્રના પદાર્થનો બોધ મેળવવા દ્વારા તેઓ કયારેક પરગીતાર્થ બને છે. પરંતુ તેવો બોધ હોવા છતાં પણ તેઓ સ્વગીતાર્થ બનતા નથી. કારણ કે તેઓને પોતાના આત્માની અતીન્દ્રિય (= ઈન્દ્રિયનિરપેક્ષ-ઈન્દ્રિયઅજન્ય-ઈન્દ્રિયઅગોચર એવી) અપરોક્ષ અનુભૂતિ હોતી નથી.
(૨) જ્યારે ગ્રંથિભેદ કરીને સ્થિરા વગેરે દૃષ્ટિમાં રહેલા સમ્યગ્દષ્ટિ ગૃહસ્થદશામાં હોય તો પણ સ્વગીતાર્થ બને છે. કેમ કે ગ્રંથિભેદ પછી પોતાને જે આત્મસાક્ષાત્કાર થાય છે, તેમાં પોતાના આત્માની ભૂમિકાનો તેમને સ્પષ્ટ અબ્રાન્ત બોધ મળે છે તથા પોતાની ભૂમિકાને યોગ્ય એવો આંતરિક અત્યંત ગુપ્ત-ગૂઢ-ગહન મોક્ષમાર્ગ પણ તેમને સારી રીતે ઓળખાય છે. માત્ર સ્વાનુભૂતિથી સમજાય તેવો અને