Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४८२ • दु:खगर्भ-मोहगर्भवैराग्यलक्षणोपदर्शनम् ।
૨૬/૭ प वृथा हारितम् । शास्त्रलेशबोधेऽपि अहङ्काराऽटव्याम् अभ्रमि । इत्थं दुःखगर्भितत्वमेव मोहगर्भितत्वमेव
वा वैराग्येऽपोषि। तदुक्तम् अध्यात्मसारे दुःखगर्भवैराग्यलक्षणप्रदर्शनाऽवसरे “शुष्कतर्कादिकं किञ्चिद् ५। वैद्यकादिकमप्यहो !। पठन्ति ते, शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ।।” (अ.सा.६/४), “ग्रन्थपल्लवबोधेन म गर्वोष्माणं च बिभ्रति । तत्त्वं ते नैव गच्छन्ति प्रशमाऽमृतनिर्झरम् ।।” (अ.सा.६/५), मोहगर्भवैराग्य- लक्षणोपदर्शनप्रसङ्गे च “कुशास्त्रार्थेषु दक्षत्वं शास्त्रार्थेषु विपर्ययः । स्वच्छन्दता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ।।" જ (અ.સ.૬/૦૨) ત્યાં कु (३०) क्वचित् शास्त्र-सत्सङ्गादिसाहाय्येन अन्तर्मुखताबोधः योगदृष्टिबोधश्च लब्धः किन्तु
तदवलम्बनतः स्वपरिणतिः स्वात्मतत्त्वसम्मुखीना अनेन नाऽकारि, न वा योगदृष्टिः अलाभि '' अजस्रम् अन्तरङ्गोद्यमादितः। “जं जहा कहिज्जति तं तहेव परिणामयति” (नि.भा.४८९२ चू.) इति का निशीथचूर्णिवचनं व्यस्मारि अनेन । निरनुबन्धयोगपरायणतैवाऽनुशीलिताऽनेन। કિંમતી આયુષ્ય ફોગટ ગુમાવ્યું. થોડાક શાસ્ત્રોને ભણવા છતાં અહંકારની અટવીમાં આ જીવ ઘણું ભટક્યો. આ રીતે વૈરાગ્યમાં દુઃખગર્ભિતપણું કે મોહગર્ભિતપણું જ આ જીવે મજબૂત કર્યું, પુષ્ટ કર્યું. અધ્યાત્મસારમાં દુઃખગર્ભિત વૈરાગ્યના લક્ષણોને જણાવવાના અવસરે કહેલ છે કે “દુઃખગર્ભિતવૈરાગ્યવાળા સાધુઓ શુષ્ક તકદિને તથા વૈદ્યકાદિ શાસ્ત્રને કાંઈક ભણે છે. પરંતુ ઉપશમનદીસ્વરૂપ સિદ્ધાન્તગ્રંથાવલિને ભણતા નથી. ગ્રંથનો અલ્પ બોધ થવાથી પણ તેઓ ગર્વની ગરમીને ધારણ કરે છે. પરંતુ પ્રશમ સુધારસના ઝરણા સમાન તત્ત્વને પામતા નથી.” અધ્યાત્મસારમાં જ મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણોને જણાવવાના અવસરે જણાવેલ છે કે “(૧) કુશાસ્ત્રોમાં દક્ષતા, (૨) જૈનશાસ્ત્રોમાં મંદતા, (૩) સ્વચ્છંદતા, (૪) કુતર્ક, (૫) ગુણવાનના પરિચયનો ત્યાગ – ઈત્યાદિ મોહગર્ભ વૈરાગ્યના લક્ષણો છે. ટૂંકમાં દીક્ષા લઈને છે પણ પાપશાસ્ત્રો ભણીને પાપબુદ્ધિ જ તગડી કરી. માનસરોવર પાસે જઈને પણ ભૂંડ કાદવ-કીચડ લા -ઉકરડામાં આળોટે તેવી દયાજનક દશામાં આ જીવ દીક્ષા લઈને પણ અટવાયો.
_) યોગદૃષ્ટિને માત્ર જાણવાની નથી, મેળવવાની છે. ) સ (૩૦) ક્યારેક શાસ્ત્ર, સત્સંગ વગેરેની સહાયથી અંતર્લક્ષી સમજણ અને યોગદષ્ટિની જાણકારી મળી. પરંતુ તેનું આલંબન લઈને, સતત અંતરંગ પુરુષાર્થ વગેરે કરીને પોતાની પરિણતિને અન્તર્મુખી કરવાનું = નિજઆત્મતત્ત્વની સન્મુખ કરવાનું કામ આ જીવે ન કર્યું. આઠેય યોગદષ્ટિના શાસ્ત્રીય બોધના માધ્યમે નિરંતર ઉગ્ર અંતરંગ ઉદ્યમ કરીને યોગદષ્ટિને નિજાત્મતત્ત્વમાં પ્રગટાવી નહિ. નિશીથચૂર્ણિમાં જણાવેલ છે કે “જે વસ્તુ જે રીતે (ગુરુ કે શાસ્ત્ર દ્વારા) કહેવાય, તેને તે જ રીતે સાચો સાધક પરિણમાવે.” પરંતુ આ વાતને પણ આ જીવ ભૂલી ગયો. કહેવાનો આશય એ છે કે જિનવચનના અંતરંગ તાત્પર્યને શોધી, તેમાં રમણતા કરી, તદ્અનુસાર પોતાના આત્માને પરિણાવવાનો હોય. તે મુજબ જીવન બનાવી, જાગ્રતપણે સત્સાધનામાં તલ્લીન રહેવાનું હોય. પણ આ જીવે પૂર્વે તેવું કશું પણ કર્યું નહિ. યોગસાધનાને આ જીવે નિરનુબંધ બનાવી, સાનુબંધ ન કરી. 1. થર્ યથા તે તત્ યેવ રામચરિતા