Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ ० विकल्पवादलवृन्दविश्रान्तिः त्याज्या 0
२४६७ इदञ्चात्रावधेयम् - श्वेत-श्याममेघसमप्रशस्ताऽप्रशस्त-सफल-निष्फलविकल्प-विचारादयः चित्ताकाशे आगच्छन्ति गच्छन्ति च। किन्तु तच्छ्रद्धया अपवर्गमार्गे गन्तुं नैवाऽर्हति, न वा तत्र चिरकालं । विश्रान्तिः युज्यते। परमाऽऽश्वासेन अतीताऽनिष्टस्मरणाऽनागतपरतत्त्वाकाङ्क्षापूर्णकल्पनानिमज्जनं । हि विकल्पवादलविश्रान्तितुल्यम् आत्मसाधनाऽस्थिभङ्गकारि ।
यथा विवेकी घनाघनघटाविलोकनाद् विरम्य तदतीतोदीयमानसूर्य-चन्द्र-ग्रह-नक्षत्र-तारकनिरीक्षणेन शे निजनेत्रे निर्मलीकरोति तथा देहाद्यात्मविवेकविज्ञानी शुभाऽशुभविकल्पादिवादलवृन्दविश्रान्तिं विमुच्य के तदतीतचिदाकाशस्थसम्यङ्मतिज्ञानलक्षणतेजस्वितारक-विशदश्रुतज्ञानात्मकनक्षत्र-परमावधिज्ञानादिસ્વરૂપ છે, તેને જુએ છે.”
હા વિકલ્પવાદળમાં વિશ્વાતિ ના કરીએ છી (રૂ.) અહીં એક વાત ખાસ ખ્યાલમાં રાખવી કે આકાશમાં વાદળા આવે ને જાય. આકાશમાં ધોળા વાદળ પણ આવે અને કાળા વાદળ પણ આવે. વાદળા વરસે પણ ખરા, ને ના પણ વરસે. પરંતુ વાદળના ભરોસે ચાલી ન શકાય. વાદળ ઉપર બેસી ન શકાય. બાકી હાડકાં ભાંગી જતાં વાર ન લાગે. એ જ રીતે વિકલ્પ અને વિચારો પણ વાદળ જેવા છે. ચિત્તાકાશમાં તે આવે ને જાય. તે પ્રશસ્ત પણ હોય ને અપ્રશસ્ત પણ હોય. તે સફળ પણ બને અને ક્યારેક નિષ્ફળ પણ બને. પરંતુ તેવા વિકલ્પ-વિચારસ્વરૂપ વાદળના ભરોસે મોક્ષમાર્ગે ચાલી ન જ શકાય કે લાંબા સમય સુધી તેમાં રોકાણ-વિસામો કરી ન જ શકાય. તેવી વિશ્રાન્તિ કરવી યોગ્ય ન ગણાય. અતીત કાળના દર્દમય અનિષ્ટ સંસ્મરણોમાં અને અનાગત કાળની મહત્ત્વાકાંક્ષાપૂર્ણ અનાત્મગોચર કલ્પનામાં ડૂબી જવું, પરમ નિશ્ચિતતાથી રસપૂર્વક ખોવાઈ જવું, વિશ્વાસપૂર્વક વિચારવાયુમાં વિલીન થઈ જવું તે ખરેખર વિકલ્પના છે વાદળ ઉપર આસન જમાવીને વિશ્રામ કરવા જેવું જ છે. તેનાથી આત્માના સાધનાસ્વરૂપી હાડકાંઓનો ઘણી વાર ચૂરેચૂરો થઈ ગયેલો છે. સાધનાના હાડકાંને ખોખરા કરનારી આવી વિકલ્પવિશ્રાન્તિથી સર્યું. આ
વિકલ્પવાદળની પેલે પાર દૃષ્ટિ કરીએ . (થયા.) ખરેખર જે વિવેકી માણસ છે, તે ઘનઘોર વાદળાઓની હારમાળામાં વિશ્રામ પણ નથી કરતો કે તેને જોવામાં ખોટી પણ નથી થતો. વિવેકી માણસ વાદળોને જોવાની પ્રવૃત્તિથી અટકીને વાદળોની પેલે પાર આકાશમાં રહેલા એવા ઉગતા પ્રતાપી સૂર્ય, સૌમ્ય ચન્દ્ર, ઝળહળતા ગ્રહ, નમણા નક્ષત્ર અને ચમકતા ટમટમતા તારલાઓને જોવા દ્વારા પોતાની બન્ને આંખોને વધુ તેજસ્વી બનાવે છે. વાદળાની આસપાસ કે વાદળાની વચ્ચે દેખાવા છતાં પણ વાસ્તવમાં વાદળાની પેલે પાર રહેલા ઉગતા બાલરવિ વગેરેના દીર્ઘકાલીન દર્શન ( ત્રાટક) દ્વારા જેમ વિવેકી માણસ પોતાની આંખને વધુ વેધકતીર્ણ બનાવે છે, તેમ ‘દેહ-ઇન્દ્રિય-મન વગેરેથી આત્મા જુદો છે' આવા વિવેકજ્ઞાનને ધરાવનાર આત્માર્થી સાધક પણ સારા-નરસા વિકલ્પ-વિચારસ્વરૂપ વાદળાના ઢગલાની વચ્ચે અટવાયા વિના, તેને જોવાજાણવા-માણવામાં ખોટી થયા વિના, તેમાં વિશ્રામ કર્યા વિના, વિકલ્પવાદળની આસપાસ જણાવા છતાં પણ વિકલ્પવાદળની પેલે પાર ચિદાકાશમાં રહેલા એવા (૧) સમ્યગૂ મતિજ્ઞાનરૂપી ટમટમતા તારલા,