Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४७० o आसङ्गदोषविमुक्तिविमर्शः 0
૨૬/૭ पलौकिक-लोकोत्तराऽमोघदिव्ययोगैश्वर्याऽऽनन्दतः, (१०) वर्धमानप्रशस्तपरिणामाऽध्यवसाय-लेश्या रा -योगाद्युपहितसुखतः, (११) सुशुक्लस्वप्नदर्शनाऽनाहतनाद-दिव्यध्वनिश्रवण-देवतादर्शनादिजन्यानन्दतश्च _ विरज्य परिपक्वविशुद्धाऽसङ्गसाक्षिभावपरिणमनतः तन्मात्रगुणस्थानकस्थितिकारिणा आसङ्गदोषेण
रहितः षोडशक(१३/१२)-योगदृष्टिसमुच्चयवृत्ति(२०८)-योगबिन्दुवृत्ति(५५)-द्वात्रिंशिकाव्याख्यादि(२४/७)दर्शितः श निष्पन्नयोगः योगी सहजतः सर्वत्र सर्वदा स्वस्वरूपमात्रनिर्भासात्मकसमाधिनिष्ठः भवति ।
सनिमित्त-निर्निमित्ताऽभिनवकल्पनाऽऽशा-चिन्ता-स्मृति-सङ्कल्प-विकल्पाऽन्तर्जल्प-विचारादिहै करणाऽभिरुचिलक्षणां विकल्पवासनां साकल्येन अयं दहति केवलाऽतीन्द्रियाऽपरोक्षनिजाऽऽत्मानुभूति।' समनुविद्धसमाधिवह्निना। ततो “विकल्परहितं मनः, तदभावेन उत्तमं सुखम्” (यो.दृ.स.१५ वृ.) इति का योगदृष्टिसमुच्चयवृत्तौ परादृष्टिनिरूपणे व्यक्तम् । निर्विकल्पसुखमेव तात्त्विकमुत्तमं सुखम् । तदुक्तं
લોકોત્તર અમોઘ દિવ્ય યોગસંબંધી ઐશ્વર્ય લબ્ધિ-ઋદ્ધિ-સિદ્ધિ-ચમત્કારશક્તિ વગેરેના આનંદથી પણ તેઓ અંદરથી પૂર્ણતયા ઉદાસીન હોય છે.
(૧૦) વધતા એવા (a) પ્રશસ્ત પરિણામો, (b) પ્રશસ્ત અધ્યવસાયો, (c) પ્રશસ્ત લેશ્યા અને (d) પ્રશસ્ત યોગના માધ્યમે આવેલા આનંદથી પણ તેઓ પૂરેપૂરા વિરક્ત હોય છે.
(૧૧) તેમને અવાર-નવાર સ્વપ્રમાં અપૂર્વ જિનપ્રતિમા, તીર્થ વગેરે જોવા મળે. ધ્યાન અને સમાધિ પછી પ્રગટતો અનાહત નાદ તેમને સંભળાય. દિવ્ય ધ્વનિ-દેવવાણી તેમને સંભળાય. દેવતા પણ એમને દર્શન આપે. શાતા પૂછવા ઈન્દ્ર વગેરે પણ આવે. આવી દશામાં સામાન્ય માણસ હરખઘેલો થઈ જાય. પોતાની જાતને બીજા કરતાં ઘણી ઊંચી માની લે. પરંતુ આઠમી યોગદષ્ટિમાં રહેલા યોગીને અત્યંત શુક્લસ્વ
પ્રદર્શનાદિજન્ય આનંદ પ્રત્યેનું પણ આકર્ષણ ઓસરી ગયું હોય છે. ભેદજ્ઞાન અને ગુણવૈરાગ્ય – આ વા બેના પ્રભાવે ઉપરોક્ત ૧૧ બાબતો વિશે વિરક્ત-અનાસક્ત થવાના લીધે પરિપક્વપણે અને વિશુદ્ધપણે
અસંગસાક્ષીભાવ તેમનામાં પરિણમે છે. તેના લીધે તે આસંગ દોષથી વિપ્રમુક્ત બને છે. પ્રાપ્ત ગુણસ્થાનકમાં સ જ જકડી રાખે, ઉપરના ગુણઠાણે ચઢવા ન દે તેવી આસક્તિ એટલે આસંગ દોષ. ષોડશકાદિમાં વિસ્તારથી તેનું વર્ણન મળે છે. ષોડશક, યોગદૃષ્ટિસમુચ્ચયવૃત્તિ, યોગબિંદુવૃત્તિ, વાáિશિકાવૃત્તિ વગેરેમાં વર્ણવેલ નિષ્પન્નયોગ' નામના યોગી પ્રસ્તુત આઠમી પરા દૃષ્ટિમાં વર્તતા હોય છે. તેઓ સહજપણે સર્વત્ર સર્વદા સમાધિનિષ્ઠ હોય છે. સમાધિ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપ માત્રનો પ્રકાશ, નિર્વિકલ્પ ચૈતન્યપ્રકાશ.
હળ વિકલ્પવાસનાને બાળી નાંખીએ . (નિ.) નિમિત્ત હોય કે ન હોય છતાં પણ નવી-નવી કલ્પના, આશા, ચિંતા, સ્મૃતિ, સંકલ્પ, | વિકલ્પ, અંદરનો બડબડાટ (અંતર્જલ્પ), વિચાર વગેરે કરે જ રાખવાની અભિરુચિ-કુટેવ-વ્યસન એ વિકલ્પવાસના છે. આઠમી યોગદષ્ટિમાં વર્તતા મહાયોગી કેવલ પોતાના આત્માની અતીન્દ્રિય-અપરોક્ષ અનુભૂતિથી વણાયેલ સમાધિ સ્વરૂપ અગ્નિજ્વાળાથી વિકલ્પવાસનાને સમગ્રતયા સળગાવીને સાફ કરી નાંખે છે. તેના લીધે “પરા દૃષ્ટિવાળા યોગીનું મન નિર્વિકલ્પ હોય છે. વિકલ્પ ન હોવાના લીધે તેમને ઉત્તમ સુખ હોય છે' - આ પ્રમાણે યોગદૃષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે.