Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
o ૬/૭
सूक्ष्मदृष्ट्या धर्मो ज्ञेयः
२४७५
प्रसज्यते।।” (अ.प्र.२१/१ ) इति अष्टकप्रकरणकारिकाऽनेन व्यस्मारि । “पापबुद्ध्या भवेत् पापं को मुग्धोऽपि न वेत्त्यदः। धर्मबुद्ध्या तु यत् पापं तच्चिन्त्यं निपुणैर्बुधैः । । ” ( यो. सा. २ / ३१) इति योगसारकारिका प अपि नाऽनेनाऽचिन्ति गम्भीरतया । द्रव्ययोगो भावयोगतया नाऽनेन परिणामितः ।
रा
(७) बाह्यसाधुलिङ्गमात्रेण स्वस्य कृतकृत्यता बालदशायाम् अमानि अनेन अनेकशः । (८) अग्रेतनमध्यमाऽवस्थायां बाहुल्येन बाह्यधर्मप्रवृत्तौ एव तात्त्विकधर्मरूपता अवगृहीता। म् “बालः पश्यति लिङ्गम्, मध्यमबुद्धिर्विचारयति वृत्तम्” (षो. १/२ ) इति षोडशकोक्तिः अत्राऽनुसन्धेया । र्श
(९) क्वचित् पुण्योपार्जने एव कार्त्स्न्येन धर्मदृष्टिः स्थापिता ।
क
(१०) क्वचित् शारीर स्वास्थ्य-शिष्यपरिवार वृद्धि - मान-सन्मान - पदवी - प्रवचनपटुता यशः - कीर्तिप्रभृतिसम्पादके प्रचुरपुण्योदये संयमसार्थकता सङ्कल्पिता । तादृशपुण्योदयसहचरिताऽभिमानेन fir तात्त्विकं ज्ञानित्वं चारित्रित्वञ्च प्रणाशितम् । तदुक्तम् अध्यात्मसारे “ ये त्वनुभवाऽविनिश्चित- का मार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः । बाह्यक्रियया चरणाऽभिमानिनो ज्ञानिनोऽपि न ते । । ” ( अ.सा. १० / ३५ ) इति । શ્રીહરિભદ્રસૂરિકૃત અષ્ટકપ્રકરણનો શ્લોક આ જીવ ઉપરોક્ત પ્રવૃત્તિમાં ગળાડૂબ થઈને ભૂલી ગયો. પ્રસ્તુતમાં યોગસાર ગ્રંથની એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે ‘પાપબુદ્ધિથી પાપ થાય, એ વાતને કોણ મુગ્ધ એવો પણ માણસ નથી જાણતો ? પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય, તેને વિચક્ષણ પંડિત જીવોએ કુશળતાપૂર્વક વિચારવું.' આ બાબતને પણ આ જીવે જરા પણ ગંભીરતાથી વિચારી નહિ. દ્રવ્યયોગને ભાવયોગરૂપે આ જીવે પરિણમાવ્યો નહિ.
- ધર્મનું સાચું માપદંડ ન પકડ્યું -
(૭) કેવળ બાહ્ય સાધુવેશ મેળવીને માત્ર તેનાથી જ પોતાને કૃતકૃત્ય માનવાની ભૂલ બાલદશામાં આ જીવે અનેક વાર કરી છે. આ રીતે આ જીવે ધર્મનું સાચું માપદંડ ન પકડ્યું.
(૮) ત્યાંથી થોડેક આગળ વધતાં મધ્યમદશામાં મોટા ભાગે બાહ્ય ધર્મપ્રવૃત્તિને જ તાત્ત્વિક ધર્મસ્વરૂપે પકડી લીધી. ‘બાળ જીવ બાહ્ય લિંગને ધર્મના માપદંડ તરીકે જુએ છે. મધ્યમબુદ્ધિવાળો ધર્માર્થી જીવ બાહ્ય આચારને ધર્મની પારાશીશી સ્વરૂપે જુએ છે' આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં જે વાત જણાવેલ છે, તેનું અહીં અનુસંધાન કરવું.
al
# પુણ્યોપાર્જનાદિમાં જીવ અટવાયો
સ
(૯) ક્યારેક આ જીવે પુણ્યોપાર્જનમાં જ ધર્મદ્રષ્ટિને તીવ્રતાથી સમગ્રપણે સ્થાપિત કરી. (૧૦) તો ક્યારેક (a) શારીરિક સ્વાસ્થ્ય, (b) શિષ્યપરિવારવૃદ્ધિ, (c) માન-સન્માન, (d) પદવી, (e) પ્રવચનપટુતા, (f) યશ, (g) કીર્ત્તિ વગેરેને લાવનાર પ્રચુર પુણ્યોદયમાં જ સંયમજીવનની સાર્થકતાનો સંકલ્પ કર્યો. તેવા પુણ્યોદયમાં સંયમની સાર્થકતા માની. તેવા પુણ્યોદયની સાથે ગોઠવાયેલા અભિમાનને લીધે તાત્ત્વિક જ્ઞાનીપણું અને તાત્ત્વિક સાધુપણું આ જીવે ખતમ કર્યું. અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “જે સાધુઓ અનુભવના સ્તરે મોક્ષમાર્ગનો દૃઢ નિર્ણય કર્યા વિના, માત્ર બાહ્ય ક્રિયા દ્વારા ‘અમે સાચા સાધુ છીએ’ - એવું અભિમાન કરે છે, તેઓ ચારિત્રની પરિણતિથી ભ્રષ્ટ બનેલા છે. તેઓ જ્ઞાની