Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* असंयमपक्षपातः त्याज्यः
o ૬/૭
(१९) “कर्ताऽयं स्वस्वभावस्य परभावस्य न क्वचिद् ” ( अ.बि.२ / ८) इति अध्यात्मबिन्दुवचनम् अत्यन्तं विस्मृत्य संयमजीवनेऽपि इन्द्रिय- मनोवृत्तीनां परद्रव्य-गुण-पर्यायेषु एव स्वरसतो योजनेन विषयसम्भ्रम-मूर्च्छा-तृष्णादिगोचरभ्रान्तकर्तृत्वभावतः अनेन असंयमोऽपोषि ।
T
(२०) परमशान्तरसमयस्वात्मद्रव्यप्रतीत्यकरणेन असंयमपीडाऽपि नैव अनुभूता ।
(२१) सन्मानाद्यौपयिकतया तपश्चर्यादेः करणेन जिनोक्तयोगहीलनाऽनेनाऽनेकशोऽकारि । “साम्यं विना यस्य तपःक्रियादेर्निष्ठा प्रतिष्ठाऽर्जनमात्र एव । स्वर्धेनु - चिन्तामणि- कामकुम्भान् करोत्यसौ काणकदर्पमूल्यान्।।” (अ.उप.४/१३) इति अध्यात्मोपनिषत्कारिकागोचरोऽयमभूदसकृत् ।
(२२) ततश्च कर्मनिर्जरासाधनमपि कर्मबन्धसाधनमनेनाऽकारि । तदुक्तं साम्यशतके “येनैव तपसा प्राणी मुच्यते भवसन्ततेः । तदेव कस्यचिद् मोहाद् भवेद् भवनिबन्धनम् । । ” ( सा. श. ९१ ) इति । ભ્રાન્ત કર્તૃત્વભાવમાં ભટક્યો
(૧૯) ‘આ આત્મા પોતાના સ્વભાવનો જ કર્તા છે. ક્યારેય પણ આત્મા પરભાવનો = કાર્મિકાદિ ભાવોનો કર્તા બનતો નથી જ' આ પ્રમાણે હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુમાં જણાવેલ છે. પરંતુ તેને સાવ જ ભૂલીને સંયમજીવનમાં પણ પારકા દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જ ઈન્દ્રિયવૃત્તિને, ચિત્તવૃત્તિને રસપૂર્વક જોડવા દ્વારા વિષયો પ્રત્યે સંભ્રમ = આદરભાવ, મૂર્છા, તૃષ્ણા, આકુળતા વગેરે પરિણામો વિશે પોતાનામાં ભ્રાન્ત કર્તૃત્વનો ભાવ જગાડીને આ જીવે અસંયમને જ પુષ્ટ કર્યું. તેમાં જ અટવાયો. (૨૦) પરમ શાંતરસમય સ્વાત્મદ્રવ્યની પ્રતીતિ થાય તો તો ઉપરોક્ત અસંયમ આ જીવને કાંઈક અંશે ખૂંચે-ખટકે. પરંતુ તેવી પ્રતીતિ ન કરવાથી તે અસંયમની પીડાને પણ આ જીવે ન અનુભવી. સુ કેવી કરુણ અકથ્ય ગંભીર દુર્ઘટના ?!
ક્ષુ ચિંતામણિરત્ન વગેરેને કાણી કોડી જેવા કર્યા ! ઊ
al
#HE
२४७८
-
(૨૧) ઘણી વાર તપશ્ચર્યા વગેરેને માન-સન્માનાદિ મેળવવાના ઉપાય તરીકે જોઈ-વિચારી માન -સન્માનાદિ મેળવવા માટે આ જીવે તપશ્ચર્યા વગેરે કરી. આ રીતે જિનોક્ત તપયોગ વગેરેની અનેક વાર અવહેલના કરી. અધ્યાત્મ ઉપનિષમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘(તપ એ વાસ્તવમાં સમતાને મેળવવા માટે કરવાનો છે. પરંતુ) સમતા વિના માત્ર પ્રતિષ્ઠા-યશ-કીર્તિનું ઉપાર્જન ક૨વામાં જ જેની તપશ્ચર્યા વગેરે સમાપ્ત થઈ જાય તે બહિર્મુખી જીવ કામધેનુ, ચિંતામણિરત્ન, કામકુંભ સમાન તપ વગેરે ધર્મને કાણી કોડીની કિંમતના કરે છે, નિર્મૂલ્ય કરે છે.' પ્રસ્તુત કથનનો વિષય આ જીવ અનેક વખત બનેલો છે. સાધનને બંધન બનાવ્યા ! ક
(૨૨) તપયોગની આશાતના-અવહેલના કરવાના લીધે કર્મનિર્જરાના સાધનને પણ આ જીવે કર્મબંધનનું સાધન બનાવ્યું. આ અંગે સામ્યશતકમાં લખેલ છે કે ‘જે તપથી પ્રાણી ભવપરંપરાથી છૂટી જાય, તે જ તપ કોઈક જીવને મૂઢતાના લીધે સંસારનું કારણ બને છે.' અહીં આચારાંગસૂત્રની એક વાત પણ ધ્યાનમાં રાખવી. ત્યાં જણાવેલ છે કે ‘જે કર્મનિર્જરાસાધન છે, તે પણ કર્મને આતમઘ૨માં આવવાનો દરવાજો બની જાય !' તથા ‘સાધન સહુ બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય’ આ ઉક્તિ