Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४६४
૨૬/૭
० शास्त्रवासनात्यागः शास्त्रसंन्यासस्वीकारश्च । ____ अपरोक्षस्वानुभूतिपरायणतया अयं शास्त्रवासनां परित्यज्य शास्त्रसंन्यासम् अङ्गीकरोति । निजचैतन्यस्वभावे केवलं निष्कषायता-निर्विकारता-निरुपमसमता-निरावरणवीतरागता-परमतृप्ति-प्रगुणर शीतलता-प्रगाढशान्ति-पूर्णानन्द-सहजसमाधि-सम्पूर्णस्वस्थतादिकम् अनुभूयते। अनुभूयमाननिजशुद्धम चैतन्यस्वरूपगोचराऽन्तरङ्गप्रीति-परमभक्ति-निर्व्याजाऽऽदर-प्रकृष्टबहुमानादिबलेन सर्वत्र सर्वदा सततं
निजस्वरूपानुसन्धानं स्थिरतां भजते विभाव-विकल्पादिकञ्च अत्यन्तं परिहीयते। समीचीना प्रबला - ઘ યોદ્ધશા રૂદ પ્રાદુર્મતિા. क मित्रादियोगदृष्टौ ग्रन्थिभेदपूर्वं शुद्धात्मतत्त्वाऽनुभवोऽरुणोदयादिप्रभातुल्यो जायते । ग्रन्थिभेदोत्तरणि कालं स्थिरादिदृष्टौ सूर्योदयादिकालीनप्रकाशतुल्यः स सञ्जायते। प्रभायां तु मध्याह्नकालीनमार्तण्ड
प्रकाशतुल्यः विशदतरः स सम्पद्यते। निजपरिपक्वकाल-स्वभावप्रगुणता-भवितव्यताऽनुकूलता-कर्मलाघव-तात्त्विकपुरुषकारप्राबल्यसम्प्रयुक्तं ज्ञानवैशा प्रकटनिजात्मतत्त्वविशुद्धत्वञ्च शुद्धात्मतत्त्वगोचरविशदतराऽनुभवे मुख्यतया नियामकम् अवसेयम् ।
(પ.) અપરોક્ષ સ્વાનુભૂતિમાં તેઓ ગળાડૂબ રહે છે. તેથી શાસ્ત્રવાસનાને છોડીને એ શાસ્ત્રસંન્યાસને સ્વીકારે છે. પોતાના ચૈતન્યપટ ઉપર, ચૈતન્યસ્વભાવમાં કેવળ નિષ્કષાયતા, નિર્વિકારિતા, અનુપમ સમતા, નિરાવરણ વીતરાગતા, પરમ તૃપ્તિ, પ્રકૃષ્ટ શીતલતા, પ્રગાઢ શાન્તિ, પરિપૂર્ણ આનંદ, સહજ સમાધિ, સંપૂર્ણ સ્વસ્થતા વગેરે અનુભવાય છે. પોતાને જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અનુભવાય છે, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ, પરમ ભક્તિ, સ્વાભાવિક આદરભાવ, પ્રકૃષ્ટ બહુમાનભાવ વગેરેના બળથી સર્વત્ર, સર્વદા, સતત નિજસ્વભાવનું અનુસંધાન ટકે છે તથા રાગાદિ વિભાવપરિણામો અત્યંત પાંગળા બની જાય છે, વિકલ્પો માયકાંગલા થઈ જાય છે. સમ્યફ અને પ્રબળ યોગદશા અહીં પ્રગટે છે.
# વિભિન્ન યોગદૃષ્ટિમાં રવાનુભવની તરતમતાનો વિચાર ? (મિત્રા.) ગ્રંથિભેદની પૂર્વે મિત્રા-તારા-બલા-દીપ્રા આ ચાર યોગદૃષ્ટિમાં શુદ્ધ આત્મતત્ત્વનો જે અનુભવ 3ી થાય છે, તે વહેલી સવારે ભડ-ભાંખરાના પ્રકાશ જેવો, ઉષાના પ્રકાશ જેવો, અરુણોદય વગેરેની
પ્રભા જેવો જાણવો. ગ્રંથિભેદ પછી સ્થિરા દૃષ્ટિમાં શુદ્ધ આત્મતત્ત્વનો જે અનુભવ થાય છે તે સૂર્યોદયકાલીન ૨ પ્રકાશ જેવો સમજવો. કાંતા દષ્ટિમાં તે અનુભવ સવારે નવ વાગ્યાની આસપાસના સમયે જેવો સૂર્યપ્રકાશ
હોય તેવો સમજવો. તથા પ્રભા દૃષ્ટિમાં તે સ્વાનુભવ મધ્યાહ્ન કાળના સૂર્યપ્રકાશ સમાન અત્યંત સ્પષ્ટ બને છે. (૧) જેમ-જેમ મોશે પહોંચવાનો પોતાનો કાળ પાકતો જાય, પરિપક્વ બનતો જાય, (૨) નિજ સ્વભાવ સુધરતો જાય, (૩) મોક્ષપ્રાપક ભવિતવ્યતા અનુકૂળ બનતી જાય, (૪) પોતાના કર્મો હળવા થતા જાય અને (૫) સાધનાનો તાત્ત્વિક પુરુષાર્થ પ્રબળ થતો જાય, તેમ-તેમ તેના લીધે નિજજ્ઞાન સ્પષ્ટ થતું જાય. તથા જેટલા-જેટલા અંશે પોતાનો આત્મા પ્રગટેલો હોય તે નિર્મળ થતો જાય છે. જ્ઞાનની આ સ્પષ્ટતા તથા પોતાના પ્રગટ આત્મતત્ત્વની નિર્મળતા - આ બે જ તત્ત્વને શુદ્ધ આત્મતત્ત્વનો અત્યંત પારદર્શક અનુભવ કરવામાં મુખ્યપણે નિયામક જાણવા. તે બન્ને તત્ત્વો જેમ જેમ બળવાન થતા જાય, વિકસતા જાય તેમ તેમ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ વધુ ને વધુ પારદર્શક થતો જાય છે.