Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४६२ • यतनावरणकर्मक्षयोपशमदायम् ।
૨૬/૭ अत एव भिक्षाटन-प्रतिक्रमणाद्यावश्यकानुष्ठानेषु प्रवर्त्तमाना योगधारा उपयोगधारा च स्वसन्मुखतया प्रवर्त्तते । कर्मोदयधारायां तन्मयतां विहाय निजोपयोगशोधनकृते साधकः प्रयतते । " वर्त्तन-वाणी-विभाव-विकल्प-विचारादिकं शान्तसाक्षिभावेन परमौदासीन्यतः प्रपश्यतः कर्मोदयधारा म् शिथिलीभवति, कर्मकर्तृत्व-भोक्तृत्वशक्ती प्रहीयेते, सोपक्रमपापकर्माणि छिद्यन्ते, निकाचितकर्माशे ऽशुभानुबन्धाश्च क्षीयन्ते। भगवतीसूत्रोक्तानि (९/४/३६५) चारित्रविशेषविषयकवीर्यान्तरायलक्षणानि - यतनावरणीयकर्माणि दृढक्षयोपशमं भजन्ते ।
ततश्च अशुद्धभावरेचन-शुद्धभावपूरण-कुम्भनलक्षणभावप्राणायामेन्द्रियप्रत्याहार-निजजिनस्वरूपधारणा-ध्यानाऽसङ्गानुष्ठानादिना औदासीन्यपराकाष्ठायां वचन-विभाव-विकल्पादितः अत्यन्तं पृथक्तया
છે સાધુની યોગધારા-ઉપયોગધારા સ્વસમુખ પ્રવર્તે છે (.) તેથી જ તે અવસ્થામાં વર્તતા યોગીઓને ભિક્ષાટન, પ્રતિક્રમણ વગેરે આવશ્યક અનુષ્ઠાનોમાં પ્રવર્તતી યોગધારા અને ઉપયોગધારા આત્મસન્મુખપણે જ પ્રવર્તે છે. કર્મોદયધારામાં તન્મયતાને સાધક છોડે છે. કર્મોદયધારામાં ભળ્યા વિના, એકમેક થયા વિના, ઓતપ્રોત બન્યા વગર પોતાના ઉપયોગને શુદ્ધ કરવા માટે સાધક પ્રભુ દઢ પ્રયત્ન કરે છે. વર્તન, વાણી, વિભાવપરિણામ, વિકલ્પ, વિચાર વગેરેને સાધક શાંત સાક્ષીભાવે, પરમ ઉદાસીન પરિણામથી દેહાદિભાવોથી ઉપર ઉઠીને જુએ છે. તેથી કર્મોદયધારાના વળતા પાણી થાય છે. કર્મોદયધારા ત્રુટક થાય છે, શિથિલ બને છે, નિર્બળ બને છે. “રેવત, રેવત નીવત હૈ” આ સમીકરણ અહીં સાકાર થાય છે, સાર્થક બને છે. પાપકર્મ બાંધવાનું એ સામર્થ્ય = કર્મકર્તૃત્વશક્તિ તથા કર્મના ઉદયમાં લીન થવાની, રસપૂર્વક ભળવાની પાત્રતા =
કર્મભોક્નત્વશક્તિ અત્યંત ઘટતી જાય છે. સોપક્રમ કર્મોની નિર્જરા થતી જાય છે. નિકાચિત કર્મ ભલે Cી રવાના ન થાય પણ નિકાચિત કર્મના અશુભ અનુબંધો તો સાવ ખલાસ થઈ જાય છે. ભગવતીસૂત્રમાં
દર્શાવેલ “યતનાવરણીય કર્મનો દઢ ક્ષયોપશમ થાય છે. યતનાવરણીય કર્મ એટલે વિશિષ્ટ પ્રકારનું જ ચારિત્ર પાળવાની આત્મશક્તિને અટકાવનારા કર્મ. તેમાં સાનુબંધપણે ધરખમ ઘટાડો થાય છે.
ભાવપ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા વગેરેના બળે વિભાવાદિથી છૂટકારો (તાશ્વ) યતનાવરણીય કર્મનો દઢ ક્ષયોપશમ થવાના લીધે ભાવચારિત્રને અણિશુદ્ધપણે પાળવા માટે પ્રબળ વર્ષોલ્લાસ ઉછળે છે. તેના લીધે હવે સાધક ભગવાન નિરંતર (૧) ભાવપ્રાણાયામમાં લીન બને છે. (A) અશુદ્ધ (પ્રશસ્ત-અપ્રશસ્ત ઉભય) ભાવોનું રેચન = ત્યાગ, (B) શુદ્ધભાવનું પૂરણ = ગ્રહણ અને (C) કુંભન = સ્થાપન એ અહીં ભાવપ્રાણાયામ સમજવો. (૨) તેમજ (A) બિનજરૂરી વિષયોમાં ઈન્દ્રિયો પ્રવર્તે નહિ તથા (3) જરૂરી વિષયોમાં કે (C) અચાનક ઉપસ્થિત થયેલા શબ્દાદિ વિષયોમાં ઈન્દ્રિયો પ્રવર્તે તો પણ તેમાં રાગ-દ્વેષ ન થાય તેવો ઈન્દ્રિયોનો પ્રત્યાહાર અહીં નિરંતર પ્રવર્તે છે. તથા (૩) પોતાના પરમાત્મસ્વરૂપમાં સાધક સતત અંતઃકરણને સ્થાપિત કરે છે. આવી ધારણા પણ સતત પ્રવર્તે છે. આવી ધારણા પ્રબળ થતાં નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન પ્રવર્તે છે. અસંગ અનુષ્ઠાન પણ સતત પ્રવર્તે છે. આ રીતે સતત, સર્વત્ર ભાવ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અસંગ