Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
० महासमाधिबीजद्योतनम् ।
२४६१ अत्रानुसन्धेयम् । इत्थञ्चाऽत्र षोडशकोक्तम् (१०/८) असङ्गानुष्ठानं सत्प्रवृत्तिपदाऽपराऽभिधानं प्रकृष्यते । इति व्यक्तं योगदृष्टिसमुच्चय(१७५) द्वात्रिंशिकाप्रकरणादौ (२४/११)। असङ्गानुष्ठानं हि महासमाधिबीजतया श्रीहरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये (२०) दर्शितम् । निजस्वरूपसाधकत्वलक्षणं साधकत्वमिह प्रकृष्यते। ।
इत्थं परद्रव्य-गुण-पर्यायगोचरे अशुद्धस्वद्रव्य-वैभाविकस्वगुण-मलिनस्वपर्यायगोचरे च कर्तृत्व म -भोक्तृत्वे विलीयेते शुद्धनिजात्मद्रव्य-गुण-पर्यायगोचरे च ते प्रतिष्ठेते। प्रशस्ताऽप्रशस्तरागादिभावैः से स्वोपयोगो नैव सम्मृद्यते, तेभ्यः तस्य बलाधिकत्वसम्प्राप्तेः। समस्तपरद्रव्य-गुण-पर्यायौदासीन्येन । शुद्धनिजात्मद्रव्य-गुण-पर्यायेषु एव साधकः सन्तृप्यति। अत एव सन्तोऽपि क्षीयमाणा रागादयः तदानीं नैव स्वतो विज्ञायन्ते। तदुक्तं यशोविजयवाचकेन्द्रैः धर्मपरीक्षावृत्तौ “स्वाभाविकधर्मज्ञानसामग्र्या સૌપfધધર્મજ્ઞાનમાત્ર પ્રતિ પ્રતિવર્ધત્વ” (..૨૮ ) તિા. વગેરે સસાધનસ્વરૂપ) ક્રિયા આત્મજ્ઞાનીથી અલગ થતી નથી. પરંતુ અસંગપણે સહજતઃ વણાઈ જાય. પૂર્વે (૧૫/૨-૩) આ સંદર્ભ દર્શાવેલ. તેનું અહીં અનુસંધાન કરવું. આ રીતે પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને ષોડશકમાં દર્શાવેલ “અસંગ અનુષ્ઠાન” પ્રકૃષ્ટ બને છે. અસંગ અનુષ્ઠાનનું બીજું નામ “સપ્રવૃત્તિપદ છે. તે પ્રભા દષ્ટિમાં ઝળહળતું હોય છે. આ વાત યોગદષ્ટિ સમુચ્ચય, ધાર્નાિશિકા વગેરેમાં વ્યક્તપણે દર્શાવેલ છે. આ અસંગઅનુષ્ઠાન જ “મહાસમાધિબીજ' સ્વરૂપે શ્રીહરિભદ્રસૂરિજીએ બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચયમાં જણાવેલ છે. પોતાના સહજ સ્વરૂપનું સાધકપણું = સાધકદશા અહીં પ્રકર્ષને પામે છે.
જે સાધકનો ઉપયોગ રાગાદિથી દબાય નહિ . (લ્ય.) આ રીતે પારદ્રવ્ય-ગુણ-પર્યાયસંબંધી કર્તુત્વ-ભોક્તત્વપરિણતિ વિદાય લે છે. પોતાના અશુદ્ધદ્રવ્ય, વૈભાવિક સ્વગુણ તથા મલિન સ્વપર્યાય વિશેનું પણ કર્તુત્વ-ભોક્નત્વ વિલીન થાય છે. પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય અંગે કર્તુત્વ-ભોક્નત્વપરિણતિ પ્રતિતિ થાય છે. પ્રશસ્ત કે , અપ્રશસ્ત એવા રાગાદિ વિભાવ પરિણામોથી પોતાનો ઉપયોગ જરાય દબાતો નથી, કચડાતો નથી. આ કારણ કે રાગાદિ ભાવો કરતાં નિજ ઉપયોગ અધિક બળવાન બનેલ છે. સમસ્ત પરદ્રવ્ય -ગુણ-પર્યાયો પ્રત્યે સાધક ભગવાનના અંતરમાં અત્યંત ઉદાસીનતા પ્રવર્તે છે. આવી ઉદાસીનતા સ્વરૂપમાં નિર્વેદપરિણતિ કેળવીને પોતાના વિશુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જ સાધક પ્રભુ સમ્યફ પ્રકારે તૃપ્તિને અનુભવે છે. તેથી જ “અમે દેહધારી છીએ કે કેમ ? તેવો વિકલ્પ પણ ત્યારે તેમને અડતો નથી. આ ચૈતન્યપટ ઉપર રાગાદિ ઔપાધિક ધર્મો ઉત્પન્ન થઈ રહેલા છે કે કેમ ? તે પણ તેઓ ખૂબ વિચારે તો માંડ-માંડ જણાય છે. ત્યારે વિદ્યમાન હોવા છતાં ક્ષીણ થઈ રહેલા રાગાદિ ઔપાધિક ધર્મો સ્વતઃ જણાતા પણ નથી, આંખે ઉડીને વળગતા નથી. આ અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ધર્મપરીક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “ઔપાધિક ગુણધર્મોના જ્ઞાનમાત્ર પ્રત્યે સ્વાભાવિક ગુણધર્મના જ્ઞાનની સામગ્રી પ્રતિબંધક છે.” સ્વાભાવિક-નિરુપાધિક ગુણધર્મના જ્ઞાનની સામગ્રી અત્યંત બળવાન છે.