Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४१६
• योगधर्माधिकारिप्रवृत्तिप्रतिपादनम् । प (८) तत्त्वोपदेशकगुरुभक्तौ च बहुमानगर्भाऽन्तःकरणतो विधिना विशेषरूपेण यतते (योगदृष्टिरा समुच्चय-६३)। षोडशकोक्तः (१४/७) उत्थानदोषो निवर्त्तते । - (૧) ચોવિન્યુતમ્ (૨૩-) કાત્મ-ગુરુ-પ્રિચત્રિતયમ્ પેચ સાનુવર્જયોરિદ્ધિકૃતે - यतते। उत्तरसिद्ध्यवन्ध्यबीजत्वेन सिद्ध्यनुबन्धिनी सिद्धिः योगबिन्दु (२३३)-द्वात्रिंशिकादौ (१४/२८)
प्रदर्शिता इतः एव प्रारभ्यते परमार्थतः।। क (१०) “औचित्याऽऽरम्भिणोऽक्षुद्राः, प्रेक्षावन्तः शुभाशयाः। अवन्ध्यचेष्टाः कालज्ञा योगधर्माऽधिणि कारिणः ।।” (यो.बि.२४४) इति योगबिन्दुदर्शितं योगधर्माधिकारित्वमिहाऽक्षुण्णमवसेयम् । का (११) तत्प्रवृत्तिस्वरूपञ्च “प्रवृत्तिरपि चैतेषां धैर्यात् सर्वत्र वस्तुनि । अपायपरिहारेण दीर्घाऽऽलोचन
આત્મસ્વરૂપપ્રાપ્તિની ચિંતાથી વણાયેલું તે જ્ઞાન તત્ત્વબોધ સ્વરૂપે અહીં પરિણમતું જાય છે. તેથી ધર્મક્રિયાના મર્મોને, રહસ્યોને તે સારી રીતે વિશેષ પ્રકારે જાણે છે.
(૮) તથા ધર્માદિ તત્ત્વને જણાવનારા સદ્ગુરુની ભક્તિમાં તે બહુમાનગતિ અંતઃકરણથી વિધિવત વિશેષ પ્રકારે ઉદ્યમ કરે છે. ષોડશકમાં દર્શાવેલ ચોથો ઉત્થાન દોષ રવાના થાય છે.
* ત્રિવિધ પ્રત્યય મુજબ સાનુબંધ સાધના * (૯) સાનુબંધપણે યોગની સિદ્ધિ કરવા માટે તે સાધક સતત અંદરથી ઝંખના કરે છે. તેથી (I) તેને અંતરમાં જે સાધના કરવાની પ્રબળ ભાવના (= આત્મપ્રત્યય) થાય, (II) તે જ સાધના કરવાની 1 ગુરુ ભગવંત પણ સહજપણે પ્રેરણા કરે છે (= ગુરુપ્રત્યય) તથા (I) તે સાધનામાં જોડાતી વખતે છે તેને બાહ્ય શુકન-નિમિત્તો પણ સારા મળે છે (= લિંગ પ્રત્યય). આ રીતે સાધનામાં જોડાતી વખતે Cી આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય = નિમિત્તપ્રત્યય – આ પ્રત્યયત્રિપુટીની તે અપેક્ષા રાખે છે. - શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં આ ત્રણેય પ્રત્યયની છણાવટ કરેલી છે. આ ત્રણેય પ્રત્યયની અપેક્ષા રા રાખીને તે સાનુબંધ યોગસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. જે સાધનામાં આ ત્રણ પ્રત્યય વણાયેલા હોય,
તે સાધનાની પ્રાયઃ સાનુબંધ સિદ્ધિ થતી હોય છે. પ્રાપ્ત સિદ્ધિ એ અગ્રેતન નવી સિદ્ધિનું બીજ હોવાથી સિદ્ધિઅનુબંધી સિદ્ધિનો પરમાર્થથી અહીંથી (= દીપ્રાદષ્ટિકાલીન માર્ગપતિત દશાથી) જ પ્રારંભ થાય છે. યોગબિંદુ અને ધાર્નાિશિકા ગ્રંથમાં સિદ્ધિઅનુબંધી સિદ્ધિનું વર્ણન વિસ્તારથી ઉપલબ્ધ છે.
યોગધર્મના સાચા અધિકારી બનીએ જ (૧૦) “I) સર્વ કાર્યોમાં ઉચિત આરંભ કરનારા, (II) ગંભીર આશયવાળા, (III) અત્યંત નિપુણબુદ્ધિવાળા, (IV) શુભપરિણામવાળા, છે નિષ્ફળ ન જાય તેવી પ્રવૃત્તિને કરનારા અને VI) અવસરને જાણનારા જીવો યોગધર્મના અધિકારી છે” – આ પ્રમાણે યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ યોગધર્મના અધિકારીના જે લક્ષણો બતાવેલા છે, તે અહીં બરાબર સંગત થાય છે. તેથી આ સાધકમાં યોગધર્મનો સંપૂર્ણ અધિકાર જાણવો.
(૧૧) “યોગધર્મના અધિકારી (0 પૈર્યથી પ્રવૃત્તિ કરે. (I) સર્વત્ર વસ્તુમાં ભાવી નુકસાનનો ત્યાગ