Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ • शुद्धद्रव्यदृष्टि-संवेगातिशयप्रभावः ।
२४३१ ___ निजशुद्धद्रव्य-गुण-पर्यायविभूतिः स्वात्मप्रदेशेषु एव समग्रतया सरसतया चानुभूयते तेन । अविकृत-प चैतन्यरसपरिप्लावितनिजात्मद्रव्य-गुण-पर्यायैक्यगोचराऽखण्डाऽपरोक्षाऽतीन्द्रियानुभूतिलक्षणनिजसर्वस्वप्राकट्ये आत्मनो दिव्यता स्वजीवनकृतार्थता च प्रतीयेते। चैतन्याऽनुविद्धा विशुद्धा आत्मगुणाः द्रुतम् । आविर्भवन्ति पर्यायाश्च सद्यो विशदीभवन्ति ।
शुद्धद्रव्यदृष्टिहि जीवात्मने दिव्यशुद्धिं ददाति । सततं निजगुणदर्शन-स्मरणादिबलेन आत्मार्थी । अग्रेतनविशुद्धगुणान् आविर्भावयति। चैतन्यरसाऽऽस्वादेन साकं निजानन्तगुणरसाऽऽस्वादः अन्तः प्रादुर्भवति। निजविशुद्धचित्स्वभावे सम्यग्दृष्टिः श्रद्धाऽन्तर्मुखता-संवेगादिबलेन सदैव विश्राम्यति । क योगदृष्टिसमुच्चयवृत्ति(६८)दर्शिताऽवन्ध्यस्थूरबोधबीजाऽभावात् स्थूलबोधः अष्टकप्रकरणोक्तञ्च(९/३) विषयप्रतिभासज्ञानं व्यावर्त्तते इतः । परमार्थतः प्राचुर्येण पुण्यानुबन्धि पुण्यमित एवाऽऽरभ्यते वेद्यसंवेद्यपदभाविश्रद्धा-संवेग का
આ જીવનની સફળતાને અનુભવીએ છી (નિન) સમકિતીને પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો સમસ્ત ખજાનો પોતાના જ આત્મપ્રદેશોમાં હર્યોભર્યો અનુભવાય છે. અવિકારી નિજ ચૈતન્યરસથી તરબોળ બનેલા સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોમાં ઐક્યની અખંડ અપરોક્ષ અતીન્દ્રિય અનુભૂતિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ પ્રગટ થતાં જ પોતાના આત્માની દિવ્યતા-ભવ્યતા અનુભવાય છે, પોતાના જીવનની કૃતાર્થતા-સફળતા પ્રતીત થાય છે. આત્મદ્રવ્યના ચૈતન્યથી ઝળહળતા વિશુદ્ધ ગુણો ઝડપથી પ્રગટે છે. તથા પ્રગટ થયેલા પર્યાયો ઝડપથી નિર્મળ બને છે.
છે. સમકિતીને સર્વ ગુણોનો આંશિક આરવાદ , (શુદ્ધ) ખરેખર શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ જીવાત્માને દિવ્યદૃષ્ટિ, દિવ્યશુદ્ધિ આપે છે. નિરંતર નિજ આત્મદ્રવ્યના ગુણોના દર્શન, સ્મરણ વગેરેના બળથી આત્માર્થી ઉપલી કક્ષાના વિશુદ્ધ ગુણોને પ્રગટ કરે છે. પોતાના માં ચૈતન્યરસનો તેને આસ્વાદ આવે છે. ચૈતન્યરસાસ્વાદની સાથે-સાથે પોતાના અનંત ગુણોનો આસ્વાદ એને અંદરમાં સ્વતઃ આવે છે. “પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ડૂબવાથી જ કેવળજ્ઞાન પ્રગટશે' - 1 તેવી શ્રદ્ધા સમ્યગ્દષ્ટિમાં ઝળહળે છે. તેથી તે વારંવાર તેની સન્મુખ રહે છે. અવાર-નવાર અંદરમાં જવા તેની ચિત્તવૃત્તિ વેગવંતી બને છે. આવી શ્રદ્ધા, અન્તર્મુખતા, સંવેગ વગેરેના બળથી નિર્મળ સમ્યગ્દષ્ટિ ૧ સાધક સદા પોતાના જ વિશુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ઠરે છે. તેમાં જ તેને વિશ્રામ-આરામ-સુખાકારિતા અનુભવાય છે. આમ તે શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં જ મોટા ભાગે વિશ્રામ કરે છે. યોગદષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં જણાવેલ અવંધ્ય પૂલબોધના કારણો રવાના થવાથી સ્થિરા દૃષ્ટિથી સ્થૂલ બોધ વિદાય લે છે. તથા અષ્ટકપ્રકરણમાં દર્શાવેલ વિષયપ્રતિભાસ જ્ઞાન” પણ અહીંથી નિવૃત્તિ લે છે.
છે પુણ્યબંધ પણ સોનાની બેડી ! છે (રા.) વેદસંવેદ્યપદભાવી શ્રદ્ધા, સંવેગ, નિર્વેદ વગેરેથી વણાયેલા અધ્યવસાયના પ્રભાવે પરમાર્થથી પ્રચુર પ્રમાણમાં પુણ્યાનુબંધી પુણ્ય સ્થિરા દૃષ્ટિથી જ બંધાય છે. તો પણ તેની ઈચ્છા તેને હોતી નથી. કારણ કે પોતાની જાતને રાગ-દ્વેષાદિના બંધનમાંથી અત્યંત ઝડપથી છોડાવવાની ઝંખના તીવ્રપણે નિર્મળ સમકિતીના અંતઃકરણમાં છવાયેલી હોય છે. આ પ્રમાણે સંવેગનો અતિશય (Power) તેનામાં પ્રગટેલો હોય છે. તથા