Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
० कुशलानुबन्धिप्रज्ञादृढीकरणम् 0
२४३७ दृष्टिम् अधिकृत्य द्वात्रिंशिकाप्रकरणे “तत्त्वमत्र परंज्योतिस्विभावकमूर्तिकम्। विकल्पतल्पमारूढः शेषः પુનરુપદ્ધવ II” (ા.૨૪/૪) તિા __एवं संवेग-निर्वेदसमनुविद्धाऽन्तःकरणः स मोहानुबन्धान प्रशिथिलयति, स्नेहनिगडान् त्रोटयति, कुशलानुबन्धिप्रज्ञां दृढतया भावयति, मोहधूलीः प्रक्षालयति, भवविकारान् मध्यस्थतया समालोचयति, मूढतां प्रतिक्षिपतितमाम्, मोहचेष्टितानि ह्रासयति, भोगादिसङ्क्लेशात् स्वयमेव निवर्त्तते, प्रशमभावं प्रतिपद्यते, तत्त्वानि तर्कयति, योगसाधनायां क्लीबताम् उन्मूलयति, 'मोहारिं प्रति पौरुषं प्रकटयति, र्श कमलम् अपनयति, भवपरम्परां छिनत्ति, कुशलपरिणाम परिवर्धयति, अविद्याविकल्पान् सञ्चूर्णयति, मकरध्वजगोचराम् उपादेयबुद्धिं विपाटयति, उत्कटराग-द्वेषादीन् स्ववीर्येण भिनत्ति, कर्माश्रवान् निजप्रज्ञया विलोकयति, स्वनिरुपाधिकचैतन्यस्वरूपानुसन्धानेन स्वात्मानं सिद्धत्वेन साकं सन्धत्ते सततम् । अत एवाऽस्य कामभोगादिप्रवृत्तिरपि नाऽतिसङ्क्लेशमुख्या किन्तु तथाविधप्रबलभोगकर्मोदय- का प्राप्तपरिणाममात्रतः आकारमात्ररूपा रहिता चाऽकुशलाऽनुबन्धेन । एतावान् निर्मलसम्यग्दर्शनानुતરીકે જણાય છે. તેથી જ સ્થિરા દૃષ્ટિને આશ્રયીને ધાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “સ્થિરા દૃષ્ટિમાં માત્ર જ્ઞાનસ્વભાવસ્વરૂપ શ્રેષ્ઠજ્યોતિરૂપ આત્મા જ તત્ત્વરૂપે (= પરમાર્થ સ્વરૂપે) જણાય છે. તે સિવાયનું બધું વિકલ્પશપ્યા ઉપર આરૂઢ થયેલું ઉપદ્રવસ્વરૂપે, ભ્રાન્તરૂપે જણાય છે.”
હો: સ્થિરાદ્રષ્ટિનો પ્રકર્ષ . (ઉં.) આ રીતે સાધકનું અંતઃકરણ સંવેગ-નિર્વેદથી વણાયેલું હોય છે. તેથી તે (૧) મોહના અનુબંધોને અત્યંત શિથિલ કરે છે. (૨) પુત્રાદિ પ્રત્યેના સ્નેહના બંધનોને તોડે છે. (૩) કુશલ અનુબંધવાળી પ્રજ્ઞાને દઢપણે ભાવિત કરે છે. (૪) મોહની ધૂળને ખંખેરી નાંખે છે. (૫) સંસારની વિકૃતિઓની સમાલોચના મધ્યસ્થભાવે કરે છે. (૬) મૂઢતાને અત્યંત ફેંકી દે છે. (૭) મોહચેષ્ટાને ઘટાડે છે. (૮) ભોગસુખ વગેરેના સંક્લેશમાંથી આપમેળે જ પાછો ફરે છે. (૯) પ્રશાંત દશાને સ્વીકારે છે. (૧૦) છે તત્ત્વોને તાર્કિક રીતે વિચારે છે. (૧૧) યોગસાધનામાં નામર્દાનગીને મૂળમાંથી ઉખેડી નાંખે છે. (૧૨) : મોહશત્રુ પ્રત્યે પરાક્રમને પ્રગટ કરે છે. (૧૩) કર્મમલને દૂર કરે છે. (૧૪) ભવપરંપરાને છેદે છે. (૧૫) કુશળ પરિણામને ચોતરફથી વધારે જ રાખે છે. (૧૬) અવિદ્યાજન્ય વિકલ્પોના સારી રીતે ચૂરેચૂરા કરી નાંખે છે. (૧૭) કામવાસના સંબંધી ઉપાદેયબુદ્ધિને ફાડી નાંખે છે. (૧૮) ઉત્કટ રાગ -દ્વેષ વગેરેને પોતાની તાકાતથી ભેદી નાંખે છે. (૧૯) કર્મને આત્મઘરમાં ઘૂસવાના દરવાજાઓને પોતાની પ્રજ્ઞાથી વિશેષ રીતે નીરખે છે. (૨૦) પોતાના નિરુપાધિક = સ્વાભાવિક ચૈતન્ય સ્વરૂપનું અનુસંધાન કરીને સતત પોતાની જાતને સિદ્ધસ્વરૂપની સાથે, મોક્ષની સાથે જોડે છે. (૨૧) તેથી જ તેની કામભોગાદિ સંબંધી પ્રવૃત્તિમાં પણ અત્યંત સંકલેશ મુખ્યપણે વણાયેલો નથી હોતો. પરંતુ તથાવિધ ભોગકર્મના ઉદયથી આવી પડેલા પરિણામ માત્રથી જ તેની બાહ્ય આકારમાત્ર સ્વરૂપે - કેવળ દેખાવરૂપે કામભોગાદિની પ્રવૃત્તિ હોય છે. તથા અકુશળ અનુબંધથી તે રહિત હોય છે. મતલબ કે સમકિતીની કર્મોદય પ્રેરિત ભોગપ્રવૃત્તિના ખરાબ અનુબંધ પડતા નથી. નિર્મળ સમ્યગ્દર્શનથી વણાયેલી સ્થિરા દૃષ્ટિનો આ પ્રકર્ષ