Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६/७ यथाप्रयोजनम् एकनयप्राधान्यम् आदरणीयम्
२४४९ તુષ્ટત્વ” (૩૫.૩૮.૪૨ ) તો “વિષયપ્રાધાન્યપસ્વતંત્રતાયાગ્ન મિથ્યાત્વાડપ્રયોગત્વ” (.૨. T पृ.१२) इति नयरहस्योक्तिः अप्यत्रानुसन्धेया। “अनेकनयमये स्वतन्त्रे यथाप्रयोजनम् एकनयप्राधान्याऽऽदरस्य अपि अदुष्टत्वाद्” (शा.वा.स.९/२७ वृ.भाग-७/वृ.१३०) इति स्याद्वादकल्पलतोक्तिः अपि नाऽत्र विस्मर्तव्या। एवमेवाऽग्रेऽपि पूर्वञ्चाऽपि सर्वत्रेदमनुसन्धेयम् ।
भवविरक्तत्वादितोऽस्यां दशायां प्रव्रज्याधिकारित्वं बोध्यम् । धर्मबिन्दौ श्रीहरिभद्रसूरिभिः “अथ श प्रव्रज्यार्हः। (१) आर्यदेशोत्पन्नः, (२) विशिष्टजाति-कुलान्वितः, (३) क्षीणप्रायकर्ममलः, (४) तत एव क विमलबुद्धिः, (५) Aदुर्लभं मानुष्यम्, Bजन्म मरणनिमित्तम्, सम्पदश्चलाः, विषया दुःखहेतवः, Eसंयोगो .. વિયોન્ત:, Fતિક્ષણં મરમ્, વાળો વિપદ' રૂવાતિસંસારનૈલુખ્યઃ, (૬) તત જીવ તરિ, (૭) || પ્રતનુશાયર, (૮) ત્વદાચવઃ, (૨) કૃતજ્ઞો, (૧૦) વિનીતઃ, (૧૧) પ્રાપિ રાનાSમાત્ર-પૌરનનવદુમતા, તે પણ જણાવેલ છે કે “જિનેશ્વર ભગવંતનું શાસન સર્વનયાત્મક છે. તો પણ તેમાં જેવા પ્રકારની આવશ્યકતા હોય તે મુજબ અમુક ચોક્કસ નયનું અવલંબન લેવામાં કોઈ દોષ નથી.' મતલબ કે વર્તમાનમાં પોતાની ભૂમિકાને ઝડપથી ઊંચકવાના આધ્યાત્મિક પ્રયોજનને લક્ષમાં રાખીને, ઉચિત રીતે નિશ્ચયનયને મુખ્ય બનાવવાની વાત સર્વનયમય જિનાગમમાં માન્ય જ છે. નરહસ્યમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “પોતાના વિષયની મુખ્યતા સ્વરૂપ સ્વતંત્રતા નયને મિથ્યા બનાવવામાં પ્રયોજક નથી.” મતલબ કે પારમાર્થિક પ્રયોજનને લક્ષમાં રાખીને દરેક સુનયને પોતાના વિષયની મુખ્યતા બનાવવાની-બતાવવાની સ્વતંત્રતા છે, છૂટ છે. આ વાત સર્વજ્ઞમાન્ય છે. ટૂંકમાં અહીં નિશ્ચયનયની જે વાત કરેલ છે, તે જીવને ઉચ્છંખલ બનાવવા માટે નહિ પણ શાંત-વિરક્ત-ઉદાસીન-અસંગ બનાવીને સ્વસ્થ-આત્મસ્વભાવસ્થ કરવા માટે જ છે. “જૈનદર્શન અનેકનયમય છે. તેથી તેમાં પ્રયોજન અનુસાર કોઈ એક નયની મુખ્યતાને આદરવામાં પણ કોઈ દોષ રહેલો નથી” – આ મુજબ સ્યાદ્વાદકલ્પલતામાં જણાવેલ છે, તે વ! વાતને પણ અહીં ભૂલવી નહિ. આ બાબતને આગળ પણ અને પૂર્વે પણ આ જ રીતે લક્ષમાં રાખવી.
# પ્રવજ્યાયોગ્ય સાધકનો ગુણવૈભવ નિહાળીએ . (વ.) કાંતા દૃષ્ટિમાં રહેલ સાધકમાં સંસારથી વિરક્તતા વગેરે હોવાના લીધે તે સાચા અર્થમાં પ્રવ્રજ્યાનો = દીક્ષાનો અધિકારી બને છે - તેમ જાણવું. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે – “હવે પ્રવ્રજ્યાને યોગ્ય સાધક બતાવવામાં આવે છે. (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય. (૨) વિશિષ્ટ જાતિ અને કુળથી યુક્ત હોય. (૩) ક્ષીણપ્રાયઃ કર્મમળવાળો હોય. (૪) તેથી જ જે નિર્મળ બુદ્ધિવાળો હોય. તથા (૫) (A) મનુષ્યભવ દુર્લભ છે. (B) જન્મ એ મરણનું કારણ છે. (C) સંપત્તિ ચંચળ છે. (D) પાંચ ઈન્દ્રિયના વિષયો દુઃખનું કારણ છે. (E) જેનો સંયોગ થાય છે, તેનો અંતે વિયોગ નિશ્ચિત છે. (F) આયુષ્યનો ક્ષય થઈ રહ્યો હોવાથી પ્રતિક્ષણ “આવી ચિમરણ” છે. (G) ભોગસુખનો વિપાક = પરિણામ ખરેખર દારુણ = ભયાનક છે' - આ પ્રમાણે સંસારની નિર્ગુણતાને જેણે જાણી લીધી હોય. (૬) તેથી જ જે સંસારથી વિરક્ત હોય. (૭) અતિ અલ્પ કષાયવાળો હોય. (૮) જેના હાસ્ય-નિદ્રા-ભાષણ-ભોજન-મળ-મૂત્ર વગેરે અલ્પ હોય. (૯) જે કૃતજ્ઞ હોય. (૧૦) વિનીત હોય. (૧૧) પ્રવ્રજ્યા પૂર્વે પણ રાજા, મંત્રી, નગરલોક વગેરેને અત્યંત માન્ય હોય. (૧૨)