Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४५२ ० सर्वविरतिपरिणतिप्राप्तिः ।
૨૬/૭ प तदनु खेदोद्वेग-क्षेपोत्थान-भ्रान्त्यन्यमुदादिदोषोच्छेदसहकारेण निजात्मतत्त्वगोचरतात्त्विकपक्षपात वा -प्रणिधानादिबलेन च देहेन्द्रिय-वचन-मनः-कर्म-कषाय-विकार-विभाव-विकल्प-विचाराद्यतीतनिजपरमात्म
तत्त्वध्यानं स्थेमानम् आभजति । दीर्घकालं यावत् तादृशात्मदशास्थिरीकरणेन सङ्ख्यातसागरोपमप्रमितां मोहनीयादिकर्मस्थितिं समूलमुत्खनति । ततश्च तात्त्विकी सर्वविरतिपरिणतिं सोऽवाप्नोति अचिरेण | इत्थं प्रभायोगदृष्टौ स्थितो योगी बाह्याऽभ्यन्तराऽपवर्गमार्गे द्रुतं समुत्सर्पति निजस्वभावबलेन ।
विशेषावश्यकभाष्ये, बृहत्कल्पभाष्ये, प्रवचनसारोद्धारे, श्रावकप्रज्ञप्तौ, पञ्चवस्तुके च “सम्मत्तम्मि उ णि लद्धे पलिअपुहुत्तेण सावओ होज्जा। चरणोवसम-खयाणं सागर संखंतरा होति ।।” (वि.आ.भा.१२२२ પરિણતિવાળા હોય છે. આ છે પ્રભા દષ્ટિમાં પ્રવિષ્ટ પરમયોગીની પાંચ પ્રકારની પ્રજ્ઞાનો પાવન પરિચય.
! પ્રભાષ્ટિમાં આત્મધ્યાન સ્થિર બને છે (.) આ રીતે પાંચ પ્રકારની પવિત્ર પ્રજ્ઞાન મેળવ્યા બાદ, આત્મસાત્ કર્યા પછી આત્મધ્યાન સ્થિર થાય છે. કારણ કે ષોડશક તથા યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં બતાવેલ (૧) ખેદ, (૨) ઉદ્વેગ, (૩) ક્ષેપ (= વિક્ષેપ), (૪) ઉત્થાન, (૫) બ્રાન્તિ, (૬) અન્યમુદ્ અને (૭) રોગ - આ સાત દોષોનો પ્રભાષ્ટિવાળા યોગીમાંથી ઉચ્છેદ થયેલ છે. તેમજ પોતાના આત્મતત્ત્વનો જ તાત્ત્વિક પક્ષપાત, આત્મતત્ત્વને જ પ્રગટ કરવાનું પ્રબળ પ્રણિધાન વગેરે આત્મામાં છવાયેલ હોય છે. આથી તેનું પણ બળ પ્રાપ્ત થવાથી અહીં આત્મતત્ત્વનું ધ્યાન સ્થિરતાને ભજે છે, ધારણ કરે છે. મારું આત્મતત્ત્વ તો (૧) દેહાતીત (= દેહભિન્ન), (૨) ઈન્દ્રિયાતીત (= ઈન્દ્રિયશૂન્ય), (૩) વચનાતીત (= શબ્દઅગોચર), (૪) મનાતીત (= મનથી
અગ્રાહ્ય), (૫) કર્માતીત (= કર્મપ્રકૃતિના અધિકારથી રહિત), (૬) કષાયાતીત ( કષાયના પગપેસારા (1ી વગરનું), (૭) વિકારાતીત (= વિકારોથી ન સ્પર્શાયેલું), (૮) વિભાવાતીત (= રાગાદિ વિભાવના સંપર્ક
| વિનાનું), (૯) વિકલ્પાતીત (= વિકલ્પોને ઓળંગી ગયેલ), (૧૦) વિચારાતીત (= વિચારને પેલે પાર ર રહેલ) વગેરે સ્વરૂપ છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ છે. હું શક્તિથી = લબ્ધિથી
= સત્તાથી પરમાત્મસ્વરૂપ જ છું. શુદ્ધ દ્રવ્યદષ્ટિએ હું પરમાત્મતત્ત્વ જ છું’ – આ પ્રમાણે પોતાના જ પરમાત્મતત્ત્વનું ધ્યાન પ્રભાષ્ટિમાં સ્થિર-શુદ્ધ-પ્રકૃષ્ટ થતું જાય છે. દીર્ઘ કાળ સુધી તેવી આત્મદશાને ટકાવવાથી સંખ્યાતા સાગરોપમ જેટલી મોહનીયાદિ કર્મની સ્થિતિ મૂળમાંથી ખતમ થાય છે, ખલાસ થાય છે. તેથી સાધક ભગવાન સર્વવિરતિની પરિણતિને ઝડપથી સંપ્રાપ્ત કરે છે. આ રીતે “પ્રભા' નામની સાતમી યોગદષ્ટિમાં રહેલા યોગી પોતાના સ્વભાવના બળથી સમ્યફ પ્રકારે બાહ્ય-આંતર મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધે છે.
જ કર્મનાશ પ્રયત્નસાધ્ય છે , (વિશે ) વિશેષાવશ્યકભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, પ્રવચનસારોદ્ધાર, શ્રાવકપ્રજ્ઞપ્તિ તથા પંચવસ્તુક ગ્રંથની ગાથાનું અહીં અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “સમ્યક્ત મળે ત્યાર પછી (૧) પલ્યોપમ પૃથક્વપ્રમાણ (પૃથક્ત = ૨ થી ૯) કર્મસ્થિતિ રવાના થવાથી શ્રાવક થવાય. (૨) ત્યાર બાદ સંખ્યાતા (= હજારો, લાખો, કરોડો કે અબજો) સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટવાથી ચારિત્ર મળે છે. (૩) 1. सम्यक्त्वे तु लब्धे पल्यपृथक्त्वेन श्रावको भवेत्। चरणोपशम-क्षयाणां सागराः सङ्ख्येया अन्तरं भवन्ति ।।