Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४३४
० सम्यग्दृष्टेः ज्ञानधारा सदा शुद्धा 0 देहाद्यहन्त्वबुद्धि-रागादिममत्वबुद्ध्यादिलक्षणाऽभिनवाऽज्ञानसञ्चयशीलतालक्षणः अविद्याश्रव उच्छिद्यते । प अत एव सम्यग्दृशः तदीयज्ञानधारायाश्च सर्वावस्थासु विशुद्धत्वमेव वर्त्तते । तदुक्तम् अध्यात्मसारे - “शुद्धैव ज्ञानधारा स्यात्, सम्यक्त्वप्राप्त्यनन्तरम् । हेतुभेदाद् विचित्रा तु योगधारा प्रवर्त्तते ।।” (अ.सा.
9૮/9૧૦), “સચશો વિશુદ્ધત્વે સર્વાસ્વપ શાસ્વત | મૃદુ-મધ્યાધિમાવતુ શિયાવિતો અવે ! (૩.સા.૧૮/૦૧૧) તિા र्श तस्य अविद्याश्रवोच्छेदेन सिद्धसमं स्वात्मस्वरूपं साक्षादनुभूयते । प्रकृते “अविद्यातिमिरध्वंसे दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ।।” (ज्ञा.सा.१४/८) इति ज्ञानसारकारिका
अनुयोज्या। तादृशानुभवप्रकर्षे च सर्वजीवेषु अपि सिद्धसमता स्वतः प्रतीयते। सर्वजीवेषु सिद्ध" पर्यायप्रेक्षणेऽपि स्वसिद्धपर्यायं नोपेक्षते अयम् । ततश्च निजशुद्धभावाः प्रादुर्भवन्ति । इत्थमन्तर्मुखतादिबलेन का इन्द्रियप्रत्याहारः प्रकृष्यतेऽत्र । अन्तर्मुखतादिबलेनैव हि अयं मिथ्यादृष्टिलोकसदृशभावसम्पादनरूपां
लोकपङ्क्ति योगबिन्दुवृत्तिवर्णितां (८६) न्यक्षेण मुञ्चति । સંચય કરવાના સ્વભાવરૂપ અવિદ્યાઆશ્રવનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેથી જ સમ્યગ્દષ્ટિ અને તેની જ્ઞાનધારા સર્વ અવસ્થામાં વિશુદ્ધ જ હોય છે. આ અંગે અધ્યાત્મસારમાં આત્મનિશ્ચયઅધિકારમાં જણાવેલ છે કે “સમકિતની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનધારા શુદ્ધ જ હોય છે. પરંતુ યોગધારા શુભ-અશુભ એમ વિવિધ પ્રકારે પ્રવર્તે છે. કેમ કે યોગધારાના કારણભૂત કર્મ-નિમિત્તાદિ સતત બદલાતા હોય છે. સમકિતીની જ્ઞાનધારા સદૈવ શુદ્ધ જ હોવાના લીધે બધી ય અવસ્થાઓમાં સમ્યગ્દષ્ટિ આત્મા વિશુદ્ધ જ હોય છે. પરંતુ સમકિતીની યોગધારા = ક્રિયાધારા પરિવર્તનશીલ હોવાથી સમકિતીનો ભાવ = અંતઃકરણનો અધ્યવસાય જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ - એમ તારતમ્યને ધરાવે છે.”
# સમકિતી પોતાના સિદ્ધપર્યાયની ઉપેક્ષા ન કરે ૪ (તસ્ય.) આ રીતે સર્વ દશામાં વિશુદ્ધ એવા સમ્યગ્દર્શની સાધકને અવિદ્યાઆશ્રવનો ઉચ્છેદ થયેલ ન હોવાથી પોતાનું આત્મસ્વરૂપ સિદ્ધસમાન જ છે. પોતે સિદ્ધોની નાતનો છે. સિદ્ધનો સાધર્મિક છે? -
એવું અંદરમાં સાક્ષાત અનુભવાય છે. પ્રસ્તુતમાં જ્ઞાનસારના શ્લોકનું અનુયોજન કરવું. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “યોગી પુરુષો વિદ્યાનું અંજન પોતાની દૃષ્ટિમાં કરે છે. આવી દષ્ટિથી અવિદ્યાસ્વરૂપ અંધકારનો નાશ થતાં તેઓ પોતાના આત્મામાં જ પરમાત્માનું સાક્ષાત્ (= ઈન્દ્રિયાદિની સહાય વિના) દર્શન કરે છે.” સ્વાત્મામાં પરમાત્મસ્વરૂપની અનુભૂતિ જેમ જેમ પ્રકૃષ્ટ થતી જાય, તેમ તેમ “સર્વ જીવો પણ સિદ્ધ તુલ્ય છે' - આવું તેને સ્વતઃ પ્રતીત થાય છે. સર્વ જીવોમાં સિદ્ધપર્યાયની ઉ—ક્ષા-પ્રતીતિ કરવા છતાં પણ પોતાના સિદ્ધપર્યાયની તે સમકિતી ઉપેક્ષા કરતો નથી. સતત તે અંદરમાં જ ઠરવાનો પ્રયત્ન કરે છે. તેથી પોતાના શુદ્ધભાવો પ્રગટે છે. આ રીતે અંતર્મુખતા (=નિજઆત્મસન્મુખતા) વગેરેના બળથી આ અવસ્થામાં ઈંદ્રિયો શબ્દાદિ વિષયોથી પાછી ફરે છે. આ રીતે અહીં પ્રત્યાહાર પ્રકૃષ્ટ થાય છે. મિથ્યાદૃષ્ટિ લોકો જેવા ભાવને અંદરમાં ઉભા કરવા એ લોકપંક્તિ કહેવાય. આવું યોગબિંદુવૃત્તિમાં જણાવેલ છે. તેવી લોકપંક્તિને અંતર્મુખતા, વૈરાગ્યાદિ ભાવોના બળથી જ સમ્યગ્દષ્ટિ સંપૂર્ણપણે છોડે છે.