Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४३२ ० सम्यग्दृष्टिसदनुष्ठानप्रकाशनम् ।
૨૬/૭ -निर्वेदादिमयनिर्मलाऽध्यवसायप्रभावात् तथापि संवेगाऽतिशयेन प्रत्याहारबलेन च पुण्यबन्धमप्ययं
नेच्छति। “पुण्यबन्धः सोऽपि नेष्यते, स्वर्णनिगडकल्पत्वाद्” (ध.स.९४ वृ.) इति धर्मसङ्ग्रहवृत्तिवचनम्, । “शुद्धा योगा रे यदपि यताऽऽत्मनाम्, स्रवन्ते शुभकर्माणि। काञ्चननिगडांस्तान्यपि जानीयात्,
हतनिर्वृतिशर्माणि ।।” (शा.सु.७/७) इति च शान्तसुधारसकारिका अत्र परमार्थतः परिणमतः । - अत एव अत्यन्तभावसारम्, भवप्रपञ्चनिरपेक्षम्, निर्दम्भम्, निर्निदानम्, आगमिकविधि-निषेधा__ऽनुविद्धम्, उत्सर्गाऽपवादगर्भं षोडशक(१४/८) - योगदृष्टिसमुच्चयवृत्ति(१६ + १५४) - द्वात्रिंशिकाप्रकरण(१८/ + १५)दर्शितभ्रान्तिदोषरहितं जिनवन्दन-पूजनादि-गुरुविनय-वैयावृत्त्यादि-जिनवाणीश्रवण-मननादि-साधर्मिकण भक्ति-वात्सल्यादि-प्रवचनरक्षा-प्रभावनादिकं सदनुष्ठानम् अव्याहतप्रसरम् अत्र विज्ञेयम् । योगबिन्दु -द्वात्रिंशिकाप्रकरणाऽध्यात्मसारादौ (यो.बि.१६० + द्वा.१३/१३ + अ.सा.१०/२५-२७) अमृतानुष्ठानरूपेण પાંચેય શબ્દાદિ વિષયોનું આકર્ષણ ખતમ થઈ ચૂકેલ હોવાથી પાંચેય ઈન્દ્રિયો પણ પોતાના વિષયોથી અંદરમાં સ્વતઃ અત્યંત નિવૃત્ત થઈ ચૂકેલી હોય છે. આ પ્રમાણે પાંચમી યોગદૃષ્ટિમાં પ્રત્યાહારનું બળ વિકસેલું હોય છે. આવા સંવેગાતિશય અને પ્રત્યાહારબળ – આ બન્નેના પ્રભાવથી, કામરાગ-સ્નેહરાગ-રતિ-હર્ષ વગેરેને પેદા કરાવવામાં નિમિત્ત બનવાની યોગ્યતા ધરાવનારા પુણ્યને બાંધવાની ઈચ્છા પણ તેને હોતી નથી. (૧) જે પુણ્યબંધ છે, તે પણ ઈચ્છવા યોગ્ય નથી. કારણ કે તે સોનાની બેડી-સાંકળ-બંધન સમાન છે' - આ મુજબ ધર્મસંગ્રહવૃત્તિમાં શ્રીમાનવિજયજી ઉપાધ્યાયનું જે વચન છે, તે આ દિશામાં પરમાર્થથી પરિણમે જ છે. તથા (૨) “આત્માને વશમાં રાખનારા સંયમીઓના શુભ યોગો જે પુણ્યકર્મને પેદા કરે છે, તેને પણ સોનાની બેડી જેવા સમજવા. કારણ કે મોક્ષના સુખને તો તે અટકાવે જ છે' - આ પ્રમાણે શાંતસુધારસમાં શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયનું જે વચન છે, તે પણ આ અવસ્થામાં પરમાર્થથી પરિણમે જ છે.
આ અમૃતઅનુષ્ઠાનનો પ્રારંભ થયો (ત) પ્રત્યાહાર સિદ્ધ થવાના લીધે વિષયાકર્ષણ-પુણ્યાકર્ષણ રવાના થાય છે. તથા સંવેગાતિશયથી વા પોતાના વીતરાગ સ્વરૂપનું આકર્ષણ નિર્મળ સમ્યગ્દષ્ટિ સાધકમાં પ્રગટે છે. તેથી જ પ્રભુના વંદન,
પૂજન આદિ કર્યા વિના તે રહી શકતો નથી. પ્રન્થિભેદ કરાવવા દ્વારા સમ્યગ્દર્શનની ભેટ આપનારા એ સદ્ગનો વિનય-વૈયાવચ્ચ વગેરે કર્યા વિના તે રહી શકતો નથી. ગુરુવૈયાવચ્ચનો તે અભિગ્રહ લે
છે. (જુઓ - ધર્મસંગ્રહવ્યાખ્યા-શ્લોક ૨૨, સમકિતના સડસઠ બોલની સજ્જાય ગાથા-૧૪, સમ્યક્તસપ્તતિકા શ્લોક-૧૩ વગેરે.) જિનવાણીશ્રવણનું તેને વ્યસન હોય છે. જિનવાણીને સાંભળ્યા બાદ તે ચિંતન-મનનાદિ પણ આત્મલક્ષથી કરે છે. સાધર્મિક ભક્તિ-વાત્સલ્ય વગેરે પણ તે ઉછળતા ઉલ્લાસથી કરે છે. તેમજ અવસરે પ્રાણના ભોગે, ધનના ભોગે પણ શાસનરક્ષા-શાસનપ્રભાવના વગેરે સદનુષ્ઠાનને તે કરે છે. તથા આ બધું પણ તારક સ્થાન પ્રત્યે અત્યંત સદ્ભાવને કેન્દ્રમાં રાખીને તે કરે છે. સંસારની માયા-પ્રપંચાદિથી નિરપેક્ષ રહીને તે કરે છે. તે ધર્મક્રિયામાં સંસારની ભેળસેળ કરતો નથી. કપટ, દંભ વિના ધર્મક્રિયા કરે છે. નિયાણા વિના આરાધના કરે છે. આગમિક વિધિ-નિષેધથી યથોચિત રીતે સાધના વણાયેલ હોય તેમ તે સાધનાને કરે છે. યથાયોગ્યપણે ઉત્સર્ગ-અપવાદથી ગર્ભિતપણે તે ઉપાસના કરે છે. ષોડશક, યોગદષ્ટિસમુચ્ચયવૃત્તિ, તાત્રિશિકાપ્રકરણ ગ્રંથમાં દર્શાવેલ અનુષ્ઠાનસંબંધી ભ્રાંતિ નામના ચિત્તગત દોષથી રહિત એવા સદનુષ્ઠાનો સ્થિરા દષ્ટિમાં વર્તતા નિર્મળ સમ્યગ્દષ્ટિના