Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४३०
समग्रनिजशुद्धस्वभावगोचरा निर्विकल्पानुभूतिः
? ૬/૭ प्रसन्नाः।।” (स.कौ.१/७७), “ सर्वज्ञशासनसमुन्नतिसावधानाः "संवेगरङ्गसुभगाः 'चतुराशयाश्च । ते प्राप्य पुण्यवशतः शिवसौख्यबीजं सम्यक्त्वमुत्तमतमाः ' खलु पालयन्ति ।।” (स. कौ. १ / ७८) इत्येवं सम्यक्त्वकौमुद्यां रा श्रीजिनहर्षगणिभिः वर्णितान् गुणान् सम्पादयति ।
१२
सम्यग्दर्शनलाभकाले शुद्धात्मद्रव्य-गुण-पर्यायान् अविभज्य समग्रनिजशुद्धस्वभावं स्वद्रव्य-गुण -पर्यायानुविद्धं युगपद् निर्विकल्पतया सम्यग्दृष्टिः अनुभवति । निजवस्तुशुद्धस्वरूपं कार्त्स्न्येन यथार्थतया वेदयतः सम्यग्दृष्टेः अनाकुलाऽपूर्वचिदानन्दरससंवेदनबलेन स्वान्तः उपयोगः आकुलता-व्याकुलतादिमयराग-द्वेषादिभ्यः पृथग् भवति ।
णि
रागाद्यध्यासशून्यनिजविशुद्धचैतन्यरसनिमज्जनतः देहादिभिन्नरूपेण निजात्मानं स साक्षात्करोति । का “नलिन्यां च यथा नीरं भिन्नं तिष्ठति सर्वदा । अयमात्मा स्वभावेन देहे तिष्ठति निर्मलः।।” (प.प.७) इति पूर्वोक्त(७/१०)परमानन्दपञ्चविंशतिदर्शितरूपेण स्वात्मानं स इन्द्रियादिसहायं विनैव संवित्ते ।
zzyi ____
क
११.
-વિચિકિત્સાદિ દોષથી શૂન્ય, (૮) સતત પ્રસન્ન, (૯) સર્વજ્ઞ તીર્થંકરના શાસનની જબ્બર ઉન્નતિ -પ્રભાવના કરવામાં સદા જાગૃત, (૧૦) સંવેગના રસથી સૌભાગ્યવાન, (૧૧) ચતુર આશયવાળા, (૧૨) અતિઉત્તમ જીવો શિવસુખના બીજ સમાન સમ્યક્ત્વને પુણ્યવશ મેળવીને સાચા અર્થમાં સંભાળે છે, પાળે છે.’ * સ્થિરાદૃષ્ટિનો વિકાસ
(સમ્ય.) જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ આત્માર્થીને થાય ત્યારે ‘આ શુદ્ધ આત્મદ્રવ્ય, આ તેના શુદ્ધ ગુણો તથા આ તેના શુદ્ધ પર્યાયો...' આવી રીતે શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયનું વિભાજન કરવાના વિકલ્પમાં સાધક ખોટી થતો નથી, રોકાતો નથી. ત્યારે તો સમકિતી શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદ પાડ્યા વિના, સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયો પૂર્ણપણે પરસ્પર વણાયેલા હોય તે રીતે આખા નિજ શુદ્ધસ્વભાવને એકીસાથે નિર્વિકલ્પપણે અનુભવે છે. નિજ વસ્તુના શુદ્ધ સ્વરૂપને સમગ્રપણે ગ્રહણ કરીને યથાર્થપણે તેનો [] અનુભવ સમ્યગ્દષ્ટિ કરે છે. તેવી દશામાં તેને અનાકુળ અપૂર્વ ચિદાનંદરસનું સમ્યક્ પ્રકારે વેદન થાય છે. તેના બળથી સમિકતીને ખ્યાલમાં આવે છે કે ‘આકુળતા-વ્યાકુળતાદિ સ્વરૂપ રાગ-દ્વેષાદિ ભાવો મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો આકુળતા-વ્યાકુળતા વગરનું પરમાનંદમય છે. નિરાકુળ જ્ઞાન-દર્શન ઉપયોગ જ મારું સ્વરૂપ છે. તેમાં તો અંશતઃ પણ રાગાદિ ભાવો નથી.' તેથી ત્યારે સમકિતીનો અંદરમાં ઉપયોગ રાગાદિથી ભિન્ન થાય છે. રાગાદિના અધ્યાસથી તેનો ઉપયોગ (= ચેતના = ચૈતન્ય) મુક્ત થાય છે. જી દેહાદિભિન્નરૂપે આત્મસાક્ષાત્કાર
=
(રા.) રાગાદિના વળગાડથી મુક્ત પોતાના વિશુદ્ધ ચૈતન્યરસમાં ડૂબકી લગાવીને પોતે પોતાની દેહાદિભિન્નસ્વરૂપે સાક્ષાત્ અનુભૂતિ કરી લે છે. ‘જેમ કમળમાં પાણી કાયમ સ્વભાવથી જ ભિન્ન છૂટું રહે છે, તેમ નિર્મલ આત્મા સ્વભાવથી જ શરીરમાં (રહેવા છતાં શરીરથી) જુદો જ રહે છે' આ પ્રમાણે પૂર્વોક્ત (૭/૧૦) પરમાનંદપંચવિંશતિ સંદર્ભમાં જે બતાવેલ છે, તે સ્વરૂપે સમ્યગ્દષ્ટિ પોતાના આત્માનું સંવેદન કરે છે તથા ઇન્દ્રિય વગેરેની સહાય વિના જ આ પ્રમાણે તે સંવેદન કરે છે. અહીં માત્ર શાસ્ત્રાધારે દેહાદિભિન્ન આત્માની કેવળ બૌદ્ધિક જાણકારીની કે ઉપલક માહિતીજ્ઞાનની કે પરોક્ષ બોધની વાત ચાલતી નથી. પરંતુ તે મુજબ તે સાક્ષાત્ સંવેદન કરે છે - આવું અભિપ્રેત છે.