Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ ० ग्रन्थिभेदपूर्वमपि संसारपरित्तीकरणम् ।
२४२३ परिणतिलक्षणाः परिशुध्यन्ति प्रबलीभवन्ति च ।
(૩૦) તત્વજોન વે જ્ઞાતાધર્મથોરીત્યા (4.9/સૂત્ર-ર૭g.૭૦) મેષકુમળીવાવિવત્ વધુમઃ re जीवैः ग्रन्थिभेदपूर्वमपि संसारः परित्तीक्रियते।
(३१) तादृशदया-करुणा-कोमलतादिशुद्धगुणबलेनैव सर्वजीवेषु आत्मसमदर्शिता प्रादुर्भवति । म ततः अयं जीवः परपीडादिकं परिवर्जयति प्रणिधान-प्रतिज्ञादिबलपूर्वम् ।
(३२) स्वानुभवैकगम्य-स्वभूमिकोचित-शमप्रधानाऽपूर्वाऽऽन्तरिकाऽभ्रान्त-निजात्मसन्मुखीनप्रशान्त । प्रविरक्तस्वपरिणतिलक्षणमोक्षमार्गगोचराऽमोघदिग्दर्शन-स्पर्शन-रोचन-संवेदन-संस्मरण-श्रद्धान-शक्यप्रवर्त्तना= નિર્દોષ આચરણનું કારણ હોવાના લીધે જ હવે તેનામાં સર્વ જીવો પ્રત્યે દયા, કરુણા, કોમળતા, ] મૃદુતા, નમ્રતા, પરોપકાર વગેરે ગુણોની પરિણતિ વિશેષ પ્રકારે પરિશુદ્ધ તથા પ્રબળ બને છે. આત્માની નિર્મળ પરિણતિ એ જ તાત્ત્વિક ગુણ છે - આ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
તો સંસાર પરિમિત થાય છે (૩૦) આવા દયા-કરુણાદિ નિર્મળ ગુણોના બળથી ઘણા જીવો ગ્રંથિભેદની પૂર્વે પણ પોતાના સંસારને પરિત્ત = પરિમિત કરે છે. જ્ઞાતાધર્મકથાંગમાં “મેઘકુમારના જીવે સમકિત પ્રાપ્તિની પૂર્વે હાથીના ભાવમાં જીવદયાની પરિણતિના લીધે સંસારને પરિમિત કર્યો - એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ મળે જ છે.
S સર્વ જીવમાં શિવદર્શન ( (૩૧) નિર્મલપરિણતિસ્વરૂપ દયા, કરુણા, કોમળતા વગેરે શુદ્ધ ગુણોના બળથી જ સર્વ જીવોને આ સાધક પોતાના સમાન જુએ છે. જેમ પોતાનો જીવ સિદ્ધસ્વરૂપ છે, તેમ બધા જ જીવો સિદ્ધસ્વરૂપ છે – આવું જોવાની ભૂમિકા પ્રગટ થાય છે. તેથી “કોઈ પણ જીવને હું પીડા નહિ પહોંચાડું' - આ છે મુજબ પ્રણિધાન, પ્રતિજ્ઞા વગેરેનું બળ પ્રગટ થાય છે. તેના કારણે આ સાધક પરપીડા વગેરેને છોડે છે.
આ ઈચ્છાચમ-પ્રવૃત્તિયમની પરાકાષ્ઠા , (૩૨) તે અવસ્થામાં ચરમ યથાપ્રવૃત્તકરણના લીધે આત્મામાં એક એવી દિવ્ય શક્તિ પ્રગટ થાય છે કે તેનાથી પોતાને અંદરમાં અનુભવાય છે કે “મોક્ષમાર્ગ અંદરમાં જ છે. મોક્ષમાર્ગ શમપ્રધાન-શાન્તિપ્રધાન છે. આ મોક્ષમાર્ગ પૂર્વે ક્યારેય ઓળખાયેલ નથી. એ અપૂર્વ છે. આ મોક્ષમાર્ગ માત્ર અનુભવગમ્ય જ છે.” પોતાની વર્તમાન ભૂમિકાને ઉચિત એવા મોક્ષમાર્ગને વિશે હકીકતમાં હવે તેને કોઈ બ્રાન્તિ રહેતી નથી. આવા અભ્રાન્ત આંતરિક અપૂર્વ મોક્ષમાર્ગને વિશે અમોઘ = સફળ દિશાસૂચન તે ચરમ યથાપ્રવૃત્તકરણનું સામર્થ્ય કરાવે છે. તે સામર્થ્યના લીધે જ આ સાધક આવા આંતરિક મોક્ષમાર્ગની સ્પર્શના કરે છે. તે મોક્ષમાર્ગ તેને અંદરથી જ ગમે છે, રુચે છે. અંતર્મુખી (= નિજાત્મસન્મુખી), પ્રશાંત અને પ્રકૃષ્ટ વિરક્ત એવી પોતાની જ આંતરિક પરિણતિની મોક્ષમાર્ગરૂપે સાચી ઓળખાણ થાય છે. તે સ્વરૂપે તે યથાર્થ સંવેદન કરે છે. ત્યાર બાદ તેને જ વારંવાર સમ્યફ પ્રકારે વાગોળ્યા કરે છે, યાદ કર્યા રાખે છે. આ આંતરિક મોક્ષમાર્ગની દઢ શ્રદ્ધા એના અંતરમાં સતત જાગ્રત રહે છે. અંતર્મુખી પ્રશાંત વિરક્ત પરિણતિની મોક્ષમાર્ગસ્વરૂપે સંવેદના-સંસ્મરણ-શ્રદ્ધા વગેરેના લીધે મોક્ષમાર્ગે