Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४१०
0 अपरोक्षस्वानुभूतिप्रणिधानदाय॑म् ।
૨૬/૭ प (४) अतः पूर्वम् उपादेयधिया जायमाना परद्रव्य-गुण-पर्यायसम्पर्कयोग्यता साम्प्रतं प्राचुर्येण का हीयते। ततो भोग-धन-सन्मानादिगोचरा असत्तृष्णा विनिवर्त्तन्ते (योगदृष्टिसमुच्चय-५०)।
(५) स्वात्मद्रव्य-गुण-पर्यायमालिन्यकारिणी जीवशक्तिः क्रमशः क्षीयते । (६) निजपरिशुद्धपरमात्मतत्त्वगोचरा परमप्रीतिः प्राचुर्येण प्रादुर्भवति ।
(७) स्वभूमिकोचितानुष्ठानकरणकालेऽपि जीवः निजोपयोग-रुचि-परिणति श्रद्धाऽनुसन्धानादिप्रवाहं क नाम-रूपादिशून्यस्वात्माऽभिमुखं सम्प्रवर्त्तयति । U (૮) ઉપરોક્ષસ્વાનુભૂતિપ્રાધા પૌનઃપુન્ટેન કૃઢતિા.
(९) 'भोगा रोगाः, विषयाः मृगजल-किंपाकफल-शल्य-दावानलादिसमाः, भूषणानि भाररूपाणि, नृत्यं कायविडम्बननम्, गीत-सङ्गीतादिकञ्च रुदनतुल्यमि'त्यादिकं स्वान्तःकरणे प्रतीत्य अध्यात्म
(૪) શાસ્ત્રનું આત્મામાં પરિણમન થાય તે રીતે પરિશીલન કરે છે. તેથી પૂર્વે જે રસપૂર્વક ઉપાદેયબુદ્ધિથી પરદ્રવ્ય-પરગુણ-પરપર્યાયના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા હતી, તે હવે પ્રચુર પ્રમાણમાં ઘટે છે. તેથી ભોગતૃષ્ણા, ધનતૃષ્ણા, સન્માનતૃષ્ણા વગેરે ખોટી તૃષ્ણાઓ દૂર થાય છે.
(૫) પોતાના આત્મદ્રવ્યને, ગુણોને અને પર્યાયોને મલિન કરનારી જીવશક્તિ ક્રમશઃ ક્ષીણ થાય છે. (૬) પોતાના પરિશુદ્ધ પાવન પરમાત્મતત્ત્વ પ્રત્યે પરમ પ્રીતિ પ્રચુર પ્રમાણમાં પાંગરે છે.
& આત્મભાન સતત સર્વત્ર ટકાવીએ . (૭) પોતાની ભૂમિકાને યોગ્ય એવા સદનુષ્ઠાન વગેરે પ્રવર્તતા હોય તે સમયે પણ સાધક ભગવાન પોતાના ઉપયોગ, રુચિ, પરિણતિ, શ્રદ્ધા, અનુસંધાન, લગની, લાગણી વગેરેના પ્રવાહને નિરંતર પોતાના ર. આત્માની સન્મુખ જ સારી રીતે પ્રવર્તાવે છે. “તપ દ્વારા આહારસંજ્ઞા કેટલી ઘટી ? દાન દ્વારા ઉદારતા
કેટલી આવી ? બ્રહ્મચર્ય પાલનથી આત્મરમણતા કેટલી આવે છે ? ગુરુસેવા દરમ્યાન ગુરુસમર્પણભાવ Tી પ્રગટે છે કે નહિ ? સ્વાધ્યાય કરવામાં સ્વનું પરિશીલન - પરિપ્રેક્ષણ કેટલું થાય છે ? - ઈત્યાદિ
ભાવો વડે સાધક પોતાના ઉપયોગને, પોતાની પરિણતિને પોતાના તરફ જ ખેંચે છે. અનામી અને અરૂપી એવો પોતાનો આત્મા નામ-રૂપની પાછળ પાગલ ન બને તેનો પ્રામાણિકપણે ખ્યાલ રાખવા સાધક જાગૃત હોય છે. તેથી જ પોતાની પ્રત્યેક સાધના જનમનરંજનનું સાધન ન બની જાય તેની સતત તકેદારી તેના અંતરમાં છવાયેલી હોય છે. આ જ તો આત્માનું પોતીકું બળ છે. તેથી તેને અંદરમાં પ્રતીત થાય છે કે :- “આતમસાખે ધર્મ જ્યાં, ત્યાં જનરંજનનું શું કામ ?
જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.” (૮) અપરોક્ષ અતીન્દ્રિય સ્વાનુભૂતિના પ્રણિધાનને = સંકલ્પને સાધક વારંવાર દઢ કરે છે.
વિષયવૈરાગ્યની દ્રઢતા ક્ર (૯) હવે સાધક ભગવાનને પોતાની અંદર એવી પ્રતીતિ થાય છે કે (A) ભોગો રોગ સ્વરૂપ છે. (B) પાંચ ઈન્દ્રિયના વિષયો મૃગજળ જેવા તુચ્છ છે. માટે તેની પાછળ શા માટે વ્યર્થ દોડધામ કરવી? (C) આ વિષયો કિંપાકફળ જેવા પ્રારંભમાં મજા કરાવીને પાછળથી દુર્ગતિની ભયંકર સજા કરાવનારા છે. (D) વિષયો કાંટા જેવા છે, આત્મામાં પીડા કરનારા છે. (E) વિષયો દાવાનળ વગેરે