Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३९२
० शुद्धचैतन्यसन्मुखतया भाव्यम् । प इति व्याख्यानुसारेण शुकपाठतुल्यं शास्त्रपठन-पाठनादिव्यसनं नैव साधनाविधया बोध्यम् । ततश्च __ (१) निजनिरुपाधिकानन्तानन्दपरिपूर्ण-निराकुल-परमशान्त-शुद्धचैतन्यस्वभावमाहात्म्यं स्वात्मनि प्रादुर्भाव्य, । (२) नानापरज्ञेयपदार्थाऽभिमुखं विकेन्द्रितं स्वचित्तवृत्तिप्रवाहं तिरस्कृत्य, (३) एतावन्तञ्च कालं म यावद् मूढतया बहिरात्मविधया परिणतं निजात्मानं धिक्कृत्य यथा निजान्तःकरणवृत्तिसन्तानं र्श शुद्धचैतन्यसन्मुखं स्यात् तथैव स्वाध्यायादिकं कर्तव्यम् । स्वज्ञाने प्रतिभासमानाः परपदार्थाः परपरिणामाश्च के उपेक्षणीयाः। इत्थमेव रत्नत्रयनिष्पत्तिसम्भवः, अन्यथाऽधिकशास्त्राभ्यासादिनिमित्तकम् अहङ्कार " -महत्त्वाकाङ्क्षा-गारवत्रिकाद्यावर्त्तनिमज्जनं न दुर्लभम् ।
इत्थम् (१) अन्तर्मुख-विरक्त-प्रशान्त-निर्मल-स्वकेन्द्रितोपयोगपरतया, (२) निजभूमिकोचितपञ्चाका चारपालनादिपरायणतया, (३) स्थिरा-कान्ता-प्रभा-परायोगदृष्टिबलवृद्धिलीनतया च गुणस्थानकक्रमारोहे
જેના દ્વારા સધાય તે મોક્ષસાધક સાધના કહેવાય' - આ વ્યાખ્યા મુજબ, પોપટપાઠની જેમ શાસ્ત્રના પઠન-પાઠન વગેરેનું જે વ્યસન હોય તેનો સાધના તરીકે બિલકુલ સ્વીકાર ન જ કરવો. નિજ નિર્મલસ્વરૂપને સાધવા માટે સૌપ્રથમ આપણા આત્મામાં શુદ્ધ ચૈતન્યસ્વભાવનું માહાસ્ય પ્રગટાવવું. (૧) “મારો આત્મા ઉપાધિશૂન્ય છે, અનન્ત આનંદથી પરિપૂર્ણ છે, આકુળતા-વ્યાકુળતા વિનાનો છે, પરમ શાંત છે, શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છે' - આ પ્રમાણે આત્મસ્વભાવનો મહિમા-રસ-રુચિ-શ્રદ્ધા-આસ્થા અંતરમાં પ્રગટાવીને (૨) જુદા-જુદા સ્વભિન્ન શેય પદાર્થોની સન્મુખ સતત વહેવાના લીધે વિકેન્દ્રિત બનેલા પોતાના ચિત્તવૃત્તિપ્રવાહનો તિરસ્કાર કરવો. તથા (૩) આટલા કાળ સુધી મૂઢતાથી બહિરાત્મપણે
પરિણમેલી પોતાની જાત પ્રત્યે ધિક્કારનો, ગહનો ભાવ અવશ્ય કરવો. આ ત્રણ કાર્ય કર્યા બાદ પોતાની નું ચિત્તવૃત્તિનો પ્રવાહ જે રીતે શુદ્ધ ચૈતન્યની સન્મુખ જ રહે તે જ રીતે સ્વાધ્યાય (= સ્વનું નિરીક્ષણ
પરીક્ષણ-પરિશીલન) વગેરે યોગોને આરાધવા. મનમોહક પર પદાર્થોનો કે રાગ-દ્વેષાદિ પર પરિણામોનો - આપણા જ્ઞાનમાં પ્રતિભાસ થાય તો પણ તેની ઉપેક્ષા કરવી, તેમાં રુચિ ન કરવી, તેનું લક્ષ ન રાખવું. અનાત્મ ચીજ ઉપર ધ્યાન ન આપવું. આ રીતે અંતરંગ ઉપયોગનું વહેણ વહેવડાવવામાં આવે તો જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિષ્પત્તિ સંભવે. બાકી (= ઉપરોક્ત ત્રણ બાબતની ઉપેક્ષા કરીને) માત્ર પોપટપાઠની જેમ વધુ ને વધુ શાસ્ત્રોનો અભ્યાસ વગેરે કરવામાં આવે તો તેના નિમિત્તે અહંકાર, મહત્ત્વાકાંક્ષા, રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ વગેરેના વમળમાં શાસ્ત્રપાઠીને ખેંચી જતાં વાર ન લાગે.
દ: ઉપયોગને ચોખ્ખો કરીએ : (રૂત્ય.) આ રીતે આંતરિક સમજણ મેળવીને આત્માર્થી સાધક ભગવાન (૧) સૌપ્રથમ પોતાના ઉપયોગને (A) અંતર્મુખ કરવામાં, (B) વિરક્ત બનાવવામાં, (C) પ્રશાંતપણે પરિણાવવામાં, (D) નિર્મલસ્વરૂપે અનુભવવામાં અને (E) સ્વકેન્દ્રિત કરવામાં ઉત્સાહ-ઉમંગપૂર્વક મંડી પડે તે ખૂબ જ જરૂરી છે. આ રીતે પોતાના ઉપયોગને પાંચ સ્વરૂપે પરિણાવીને (૨) પોતાની ભૂમિકાને ઉચિત એવા પંચાચાર પાલન વગેરેમાં પરાયણ રહેવું. તથા (૩) સ્થિરા-કાંતા-પ્રભા-પરા આ પાછલી ચાર યોગદષ્ટિનું બળ વધારવામાં લીન રહેવું.