Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૬ ० मुक्तिस्वरूपप्रकाशनम् ॥
२३९३ श्रीरत्नशेखरसूरिव्यावर्णिता
"नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद्व्यापिनी नो।
न व्यावृत्तिं दधाना विषयसुखघना नेष्यते सर्वविद्भिः ।। सद्रूपात्मप्रसादाद् दृगवगमगुणौघेन संसारसारा ।
નિઃસીમાડત્યક્ષસીથોવયવસતિરનિષ્ણાતિની મુIિI” (..9રૂ૫) इत्येवंरूपा मुक्तिः शीघ्रं प्रादुर्भावनीया।।१६/६।।
* વિધિ-નિષેધથી મુક્તિરવરૂપ & આ ત્રણેય પરિબળોના સહારે શ્રીરત્નશેખરસૂરિજીએ ગુણસ્થાનકમારોહમાં વર્ણવેલ મુક્તિ ઝડપથી સ પ્રગટ કરી લેવી. ત્યાં બૌદ્ધ, નિયાયિક-વૈશેષિક, ત્રિદંડી, પૌરાણિક, વામમાર્ગી વગેરેના મતનો નિષેધ છે કરીને જૈનદર્શનસંમત મુક્તિનું સ્વરૂપ આ મુજબ દર્શાવેલ છે કે - “સર્વજ્ઞ ભગવંતો મુક્તિને (૧) Cli અત્યંત અભાવરૂપ, (૨) જડતારૂપ, (૩) આકાશની જેમ સર્વવ્યાપી, (૪) પુનરાવૃત્તિને ધારણ કરનારી અને (૫) અત્યંત વિષયસુખવાળી માનતા નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતોએ કહેલ છે કે વિદ્યમાન જ્ઞાનસ્વરૂપ ણ આત્માની નિર્મળતાથી પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ ગુણના સમૂહથી સંસારમાં અદ્વિતીય સારભૂત, અત્યંત અતીન્દ્રિય સુખાનુભવના સ્થાનરૂપ અને પુનરાગમનરહિત મુક્તિ છે.” (૧૬/૬)
લિખી રાખો ડાયરીમાં.....૪
• àત વિના વાસનાની પૂર્તિ મુશ્કેલ છે.
ઉપાસનામાં ઉપાસ્ય-ઉપાસકનું અદ્વૈત ઝળહળે છે.
બુદ્ધિ બીજાને ઘસવામાં રાજી છે,
ઘસાવામાં છે નારાજ. શ્રદ્ધાને જાતે ઘસાવાનું પસંદ છે,
બીજાને ઘસવાનું છે નાપસંદ. • બુદ્ધિ જીવોને તોડવાનું કામ કરી
- પરમાત્માની પ્રાપ્તિમાં અંતરાય કરે છે. શ્રદ્ધા જીવોને જોડી પરમાત્મા સુધી
પહોંચવામાં સહાય કરે છે.