Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४०० ० सद्योगाऽवञ्चकयोगसामर्थ्यप्रकाशनम् ।
૨૬/૭ तमोगुणप्रधानञ्च मूढं (अ.सा.२०/५) चित्तं बाहुल्येन निवर्त्तते । संसारमाहात्म्य-विभावदशारसादिकञ्च ' हीयते। ततश्च पूर्वकालीनो बहिर्मुखचित्तवृत्तिप्रवाहवेगः मन्दो भवति। ततश्चाऽभिनवाऽऽघात જી -પ્રત્યાઘાત-રત્યરતિ-ઈ-શો-રા'I-પદ્યાવનિમજ્જનં દીયા
तदा भगवदनुग्रहसम्प्राप्तम् अपरोक्षस्वानुभूतिसम्पन्नं प्रशान्त-विरक्तवृत्तिकं ज्ञानानन्दमयनिजस्वरूपनिमग्नं सिद्गुरुं स्वसंसारसागरनिस्तारकतया कक्षीकरोति कषायसेवनपात्रताहानिगर्भितसद्योगाऽवञ्चकयोगसामर्थ्यतः । __ भवनिस्तारकत्वेन विज्ञाते सद्गुरौ निजाऽन्तःकरणं परमप्रीतिपरिप्लावितं निरपेक्षशरणागतिसमन्वितञ्च - सम्पद्यते । अतः शुद्धचैतन्यानुभूतिरक्ताऽन्तःकरणनिःसृता संवेग-निर्वेदमयी गुरुवाणी जीवाऽन्तःकरणं ण परिप्लावयति, जीवाऽहङ्कारं गालयति, दुर्दान्तवासनाऽऽवर्ताच्च जीवमुद्धरति ।
ततश्च कुनिमित्त-कुकर्म-कुप्रवृत्ति-कुसंस्कारादिप्रसूतं स्वमलिनव्यक्तित्वं समुच्छेत्तुं जीवः तथाવર્ણવેલ તમોગુણપ્રધાન કષાયગ્રસ્ત “મૂઢ' ચિત્ત મહદ્અંશે વિદાય લે છે. સંસારમાહાભ્ય તેના અંતઃકરણમાં જામતું નથી. બાહ્ય ઘટનાઓને તે બહુ વજન આપતો નથી. વિભાવદશામાં તે તીવ્રરસપૂર્વક જોડાતો નથી. તેના કારણે જે પૂર્વકાલીન સતત બહાર તરફ વહી જતો ચિત્તવૃત્તિપ્રવાહનો વેગ ધસમસતો હતો, તે મંદ પડે છે. પાંચેય ઈન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા માટે જે ઊર્જાનો પ્રવાહ અનાદિ કાળથી યથેચ્છપણે બેરોકટોક સ્વરસથી ઉત્સુક-સતેજ હતો, તે હવે કાંઈક અંશે નિસ્તેજ બને છે. કર્મની ઘેરી ચોટની અસર જીવના અંતરમાં નિરંતર છવાયેલી રહે છે. તેથી કર્મના નવા આઘાત-પ્રત્યાઘાત, રતિ -અરતિ, હર્ષ-શોક, રાગ-દ્વેષ, ગમા-અણગમા વગેરેના વમળમાં તણાવાનું ડૂબવાનું વલણ ઓછું થાય છે.
સદ્યોગાવંચક ચોગથી સદ્ગસમાગમ છે સ (તા.) તેવા અવસરે પ્રભુકૃપાથી સગુરુનો તેને ભેટો થાય છે. “અપરોક્ષ સ્વાનુભૂતિથી સંપન્ન, પ્રશાંત - -વિરક્તવૃત્તિવાળા તથા જ્ઞાનાનંદમય નિજ સ્વભાવમાં ગળાડૂબ થયેલા આ સદ્ગુરુ જ ખરેખર મારા સમગ્ર [1] સંસારસાગરને સૂકવનારા છે, ભવસાગરથી મારો ઉદ્ધાર કરનારા છે' - એવું આ જીવ ત્યારે અંતઃકરણથી
સ્વીકારે છે. કારણ કે સદ્યોગાવંચક યોગનું સામર્થ્ય આ અવસ્થામાં પ્રગટ થયેલું હોય છે, કષાયાદિના સેવનની પાત્રતા અત્યંત ઘટેલી હોય છે. ટૂંકમાં, જીવ પોતાની પાત્રતાના જોરે સદ્ગુની પાત્રતાને પિછાણી શકે છે. પૂર્વે આ જીવને સગુરુનો જે યોગ થયો હતો, તે આ જીવની અપાત્રતાના લીધે ઠગારી નીવડેલ હતો. તે વંચક યોગ સાબિત થયો હતો. પરંતુ હવે નિયતિ અનુકૂળ હોવાથી, જીવની પાત્રતા પ્રગટ થઈ હોવાથી, કાળબળ સાધક હોવાથી સદ્દગુરુનો જે સમાગમ થયો છે તે અવંચક છે. તેથી જ સંસારતારક તરીકે ઓળખાયેલા સદ્દગુરુ પ્રત્યે તેના અંતરમાં પરમ પ્રીતિ પ્રગટે છે. બિનશરતી સદ્ગુરુશરણાગતિને આ જીવ હવે માન્ય કરે છે. તેથી જ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિથી રંગાયેલા અંતઃકરણમાંથી નીકળતી સંવેગ-વૈરાગ્યમય ગુરુવાણી આ જીવના અંતઃકરણને ભીંજવે છે, પલાળે છે. જીવના અહંકારને ગુરુવાણી પીગાળે છે. તથા દુષ્ટ-બેમર્યાદ વાસનાના વમળમાંથી જીવને ગુરુવાણી બહાર કાઢે છે.
0 ઓઘદૃષ્ટિ છોડીએ, યોગષ્ટિ મેળવીએ / (તત.) આ રીતે અહંકારાદિ ઓગળવાના લીધે જીવ હવે નિમિત્ત, કુકર્મોદય, કુપ્રવૃત્તિ અને કુસંસ્કાર