Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६/ ७ ० स्वरूपयोग्यतायाः सहकारियोग्यतारूपेण परिणमनम् ० २४०३ जाणिऊण न रइं तहिं कुणइ ।।” (ध.र.प्र.६३) इति । एवं संसाराऽभिमुखचित्तवृत्तिनिरोधयुक्तो मैत्र्यादि प -भावगर्भाऽध्यात्माऽभ्यासो योगबिन्दु(३६०) - द्वात्रिंशिकाप्रकरण(१८/९) - योगविंशिकावृत्ति(३/वृ.पृ.५)प्रभृति रा -दर्शितभावनायोगरूपेण परिणमति । व्यवहारेण तात्त्विकः योगः अध्यात्म-भावनालक्षणः अपुनर्बन्धक .. -कालभावी योगबिन्दौ(३६९) दर्शितः अत्र आविर्भवति। इह जीवो भद्रकमिथ्यादृष्टिः भवति।
मैत्र्यादिभावनाभिः तामसादिभावनिवृत्तेः शुक्लो धर्मः (द्वात्रिंशिकावृत्ति-१८/७) इतः प्रारभ्यते । । अनादिकालीना रागादिमुक्तिलाभस्वरूपयोग्यता अत्र भद्रकमिथ्यादृष्टिदशायां मुक्तिसहकारिकारणी के -भूतसत्सङ्ग-स्वाध्यायाऽध्यात्मभावनायोगादिसमवधानेन सहकारियोग्यतारूपेण परिणमति। र्णि ___ इत्थञ्च क्रमेण (१) अवेद्यसंवेद्यपदं नैगमनयानुसारेण प्रस्थकोदाहरणतो जीयते। (૫) અસાર છે - તેવી અંતરથી ઓળખાણ કરીને તેમાં સાધક જીવ રતિને કરતો નથી. આ રીતે સંસારાભિમુખ ચિત્તવૃત્તિનું નિયંત્રણ કરવાની સાથે સાધક મૈત્રી-મુદિતા વગેરે ભાવોથી ગર્ભિત રીતે અધ્યાત્મયોગનો અભ્યાસ કરે છે કે જે ભાવનાયોગરૂપે પરિણમે છે. આ ભાવનાયોગનું નિરૂપણ યોગબિંદુ, કાત્રિશિકા પ્રકરણ, યોગવિંશિકાવૃત્તિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી ઉપલબ્ધ થાય છે. વ્યવહારથી તાત્ત્વિક્યોગ અહીં પ્રગટ થાય છે. તે અધ્યાત્મ-ભાવનાસ્વરૂપ સમજવો. અપુનબંધક દશામાં તે પ્રગટે છે. યોગબિંદુમાં આ બાબત જણાવેલ છે. આ અવસ્થામાં જીવ ભદ્રક મિથ્યાદષ્ટિ બને છે.
શુક્લ ધર્મનું મંગલાચરણ કરીએ (.મૈત્રી વગેરે ભાવોથી તામસાદિ ભાવો રવાના થવાના લીધે અહીંથી “શુક્લધર્મમાં પ્રારંભાયત્ર છે. રાગાદિથી મુક્તિ મેળવવાની અનાદિકાલીન જે સ્વરૂપયોગ્યતા જીવમાં પડી હતી, તે હવે અહીં ) સહકારિયોગ્યતારૂપે પરિણમતી જાય છે. કેમ કે રાગાદિમાંથી કાયમી છુટકારો મેળવવામાં સહકારી બનનારા Cl, સત્સંગ, સ્વાધ્યાય, અધ્યાત્મ, ભાવનાયોગ વગેરે કારણો હવે જીવ પાસે હાજર થયેલ છે.
> મિત્રા-તારાષ્ટિમાં માગભિમુખતાના અઢાર સંકેત ) (ત્ય.) (૧) આ રીતે મોક્ષમાર્ગે ક્રમશઃ આગળ વધતાં જીવ વડે અવેદ્યસંવેદ્યપદ જીતાય છે. અર્થાત્ હેય-ઉપાદેયની સમ્યક્ પ્રકારે હેય-ઉપાદેયપણે અંતરમાં પ્રતીતિ ન કરી શકવાની જીવની ભૂમિકા ખતમ થવાની શરૂઆત થાય છે. પૂર્વે (૬૯ + ૮/૧૮) નૈગમનયથી પ્રસ્થક દષ્ટાંતની વિચારણા કરી હતી, તે મુજબ આવેદ્યસંવેદ્યપદના વિજયની વાત સમજવી. ભવિષ્ય કાળમાં પ્રસ્થક થવાનો હોવા છતાં લાકડાના ટુકડાને છોલતો સુથાર “પ્રસ્થક બનાવે છે' - આવો વ્યવહાર નૈગમનયમત મુજબ જેમ થાય છે, તેમ અવેદ્યસંવેદ્યપદને પરિપૂર્ણપણે જીતવાનું કાર્ય ગ્રંથિભેદ વખતે થવાનું હોવા છતાં તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી પ્રસ્તુત ભદ્રક મિથ્યાદષ્ટિ દશામાં “અવેદ્યસંવેદ્યપદ જીતાય છે' - આમ જણાવેલ છે. પૂર્વે અનંત વાર ગ્રંથિદેશ પાસે આવીને ગ્રંથિભેદ કર્યા વિના જ આ જીવ પાછો ફરી ગયો હતો. એવું હવે બનવાનું નથી. હવે આ જીવ આગેકૂચ જ કરવાનો છે. મોક્ષમાર્ગ જરૂર સાધવાનો છે. આવું અન્વયમુખે જણાવવા માટે અહીં અવેદ્યસંવેદ્યપદ જીતવાનો ઉલ્લેખ પ્રસ્થક ન્યાયથી કરેલ છે.