Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ 0 ग्रन्थनवनीतोपदर्शनम् ।
२३९७ त्याज्यानि। सन्मान-सत्कारादिकामनाशून्यहृदयतया स्वभूमिकोचितसन्मान्य-सत्कार्यादिकरणपरायणतैव सुजनलक्षणम् । अन्यसुजनसत्कृत्यप्रशंसोपबृंहणाऽऽदरादिकं नैवात्मार्थिना त्याज्यमित्युपदिश्यतेऽत्र । अधुना ग्रन्थाऽन्तर्गतपरिशिष्टरूपेण ग्रन्थनिष्कर्ष उच्यते ।
अनादिकालतः स्वान्यदयं मूढः स्मरन् स्मरन् । विसस्मार स्वमेवाऽऽत्मा ततः तत्स्मृतिहेतवे ।।१।। ग्रन्थबोधप्रकर्षायाऽनुभवाऽध्वा च दर्श्यते।
ઉન્નિષ્ઠ પદ દે નીવ ! વં ત્વમેવ વ વેદ્ય તારા () अखिलद्रव्य-गुण-पर्यायेषु निजात्मव्यतिरिक्तपुद्गलादिपरद्रव्य-ज्ञानादिभिन्नरूपादिपरगुण-सिद्धत्वा-१ द्यतिरिक्तदेहसंस्थानादिपरपर्याया एव अत्यन्तम् उपादेयधिया तन्मयभावेन चानेन अनेकशः अनुभूताः; र्णि यथा ‘स्थूलः, कृशः, गौरोऽहं तिष्ठामि, गच्छामि, शये' इत्यादिरूपेण पौद्गलिकदेहतादात्म्यमनुभूतम्, तर 'मूकः, काणः, बधिरः, अन्धोऽहमि'त्येवम् इन्द्रियगुणाः स्वात्मनि समारोपिताः, काम-सङ्कल्प -विकल्पाऽध्यवसायादयोऽन्तःकरणपर्याया निजधर्मरूपेण अनुभूताः। न जातु शुद्धस्वात्मद्रव्य-गुण પરાયણ રહેવું - એ જ સજ્જનોનું આગવું લક્ષણ છે. તથા અન્ય સજ્જનના આદરલાયક અને કદરલાયક સત્કાર્યની કદર કરવાનું આપણે કદાપિ ચૂકવું નહિ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા ગ્રહણ કરવો.
આ ગ્રંથનિષ્કર્ષ . (3g.) હવે ગ્રંથઅંતર્ગત પરિશિષ્ટરૂપે આ ગ્રંથનો નિષ્કર્ષ બતાવાય છે.
અનાદિ કાળથી આ મૂઢ જીવ પોતાનાથી ભિન્ન વસ્તુને વારંવાર યાદ કરતાં-કરતાં પોતાને જ સાવ ભૂલી ગયો. તેથી તે ભૂલાયેલા આત્માને યાદ કરવા માટે તથા શાસ્ત્રબોધના પ્રકર્ષ માટે અનુભવમાર્ગ દેખાડાય છે. તેથી હે જીવ! તું ઊભો થા, આ પ્રબંધને ભણ, તથા તું તને જ અનુભવ.(યુગ્મ શ્લોકાર્થ)
તાત્વિક આત્મસાક્ષાત્કારનો આંતરિક માર્ગ 8 (gિ.) તમામ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં પોતાના આત્મા સિવાયના પુદ્ગલાદિ પરદ્રવ્યોમાં, જ્ઞાનાદિ વા સિવાયના રૂપાદિ પરગુણોમાં તથા સિદ્ધત્વાદિ સિવાયના શરીરાકૃતિ વગેરે પરપર્યાયોમાં જ અત્યંત ઉપાદેયબુદ્ધિથી અને તન્મય બનીને તેનો જ આ જીવે અનેક વાર અનુભવ કર્યો. જેમ કે (૧) “હું જાડો છું, પાતળો છું, ગોરો છું. હું ઊભો છું, જાઉં છું, ઊંધું છું.” - ઈત્યાદિ સ્વરૂપે પૌગલિક દેહદ્રવ્યના તાદાભ્યનો અનુભવ કર્યો. (૨) “હું મૂંગો છું, કાણો છું, બહેરો છું, આંધળો છું - આ મુજબ ઈન્દ્રિયગુણોનો પોતાના આત્મામાં સમારોપ કર્યો. (૩) કામના, સંકલ્પ, વિકલ્પ, અધ્યવસાય વગેરે અંતઃકરણના પર્યાયોનો પોતાના ધર્મરૂપે અનુભવ ઘણી વાર કર્યો. પરંતુ પોતાના જ શુદ્ધ આત્મદ્રવ્ય-શુદ્ધગુણશુદ્ધપર્યાયમાં અત્યંત ઉપાદેયબુદ્ધિથી તન્મય બનીને તેનો અનુભવ તો ક્યારેય આ જીવે ન જ કર્યો. તેથી અનાદિ કાળથી નહિ જાણેલા-નહિ માણેલા એવા પોતાના જ આત્માની પ્રત્યક્ષાનુભૂતિ કરવાનો પ્રકૃષ્ટ, સરળ અને સીધો માર્ગ વર્તમાનકાલીન મુમુક્ષુજનોના હિત માટે હવે દેખાડવામાં આવે છે. અનાદિ કાળથી શરીર-ઈન્દ્રિયાદિસ્વરૂપે આપણી જાતનો અનુભવ ઘણી વાર કર્યો છે.