Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३७६
0 भगवद्बहुमानतो वचनानुष्ठानप्राप्ति: ० સ (એહથી સંભારીક) એહિજ દ્રવ્યાનુયોગ વિચારી ક્રિયામાર્ગમાં પણિ (જિનગુણશ્રેણિ સુહાણી) प ततः = द्रव्यानुयोगवाणीतः द्रव्यानुयोगप्रकाशकजिनगुणाः स्मृतिगोचरमायान्ति । जिनगुणस्मृत्या ___ च भगवद्बहुमानं सञ्जायते । तच्च शोभनाध्यवसानरूपत्वाद् लेश्याशुद्धिकारकम् । प्रकृते '“अज्झवसाणेण " सोहणेण जिणो लेसाहिं विसुझंतो" (आ.नि.भा.९६) इति आवश्यकनियुक्तिभाष्यवचनं स्मर्तव्यम् । “अध्यवसानम् म = अन्तःकरणसव्यपेक्षं विज्ञानम्” (आ.नि.४६० गाथातः उत्तरं भा.गा. ९६ वृ.पृ.१२३) इति आवश्यकर्श नियुक्तिभाष्यव्याख्यायां श्रीहरिभद्रसूरिः। इत्थम् आध्यात्मिकोपनयगर्भायां प्रकृतद्रव्यानुयोगविचारणायां - सत्यां शुभाध्यवसायलक्षणाद् भगवद्बहुमानाद् लेश्याशोधकाद् वचनकर्म = स्वभूमिकोचितं वचनानुष्ठानं
प्रवर्तते। तदुक्तं द्वात्रिंशिकावृत्तौ तत्त्वार्थदीपिकायां “समापत्तिसंज्ञकाऽसङ्गानुष्ठानफलकस्य वचनानुष्ठानस्य
आज्ञाऽऽदरद्वारैव उपपत्तेः” (द्वा द्वा.२/२५/वृ.पृ.१२१) इति । जिनवचनबहुमानात् क्रियायोगप्राप्तिः सङ्गतैव, का हिताहितप्राप्ति-परिहारप्रत्यलक्रियायोगस्य प्राथम्येन भगवतोक्तत्वात् । વૈખરી વાણી ગુરુકૃપાથી અહીં વ્યક્ત કરાયેલી છે.
કૂફ ક્રિયાયોગથી મોક્ષમાર્ગમાં પ્રવેશ ફ (તા.) દ્રવ્યાનુયોગગોચર વાણીથી દ્રવ્યાનુયોગપ્રકાશક જિનેશ્વર ભગવંતના સદ્ગણો સ્મૃતિપથમાં આવે છે. તથા જિનેશ્વર ભગવંતના ગુણોની સ્મૃતિથી જિનેશ્વર ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થાય છે. આ ભગવબહુમાન શુભ અધ્યવસાયસ્વરૂપ હોવાથી વેશ્યાને શુદ્ધ કરે છે. “શુભ અધ્યવસાય વડે લેશ્યા દ્વારા વિશુદ્ધ થતા જિનેશ્વર ભગવંત શિબિકા ઉપર ચઢે છે” - આ પ્રમાણે દીક્ષા પ્રસંગને વર્ણવતા આવશ્યકનિયુક્તિભાષ્યમાં જે જણાવેલ છે, તેને પ્રસ્તુતમાં સાક્ષીરૂપે યાદ કરવું. અહીં સુંદર 3 અધ્યવસાયને વેશ્યાશુદ્ધિમાં કારણ તરીકે જણાવેલ છે. “અન્તઃકરણને સાપેક્ષ એવું જે વિશિષ્ટ જ્ઞાન @ા હોય તે અધ્યવસાય કહેવાય' - આ મુજબ શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિયુક્તિભાષ્યવૃત્તિમાં જણાવેલ
છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આ રીતે પ્રસ્તુત દ્રવ્યાનુયોગની વિચારણા આધ્યાત્મિક ઉપનયથી સ ગર્ભિત રીતે પ્રવર્તતી હોય ત્યારે ભગવાન પ્રત્યે જે બહુમાન ભાવ પ્રગટ થાય છે, તે અન્તઃકરણસાપેક્ષ વિશિષ્ટજ્ઞાનસ્વરૂપ શુભ અધ્યવસાય તરીકે માન્ય હોવાથી તેના દ્વારા સાધકની લેશ્યા વિશુદ્ધ બને છે. તેનાથી સ્વભૂમિકાયોગ્ય વચનાનુષ્ઠાન સાધકના જીવનમાં પ્રવર્તે છે. ત્રિશત્ કાત્રિશિકા પ્રકરણની તત્ત્વાર્થદીપિકા વ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “સમાપત્તિ જેનું બીજું નામ છે તેવા અસંગઅનુષ્ઠાનનું કારણ તો વચનઅનુષ્ઠાન છે. તે વચનાનુષ્ઠાન જિનાજ્ઞા પ્રત્યે આદર દ્વારા જ સંભવે.” જિનવચન પ્રત્યેના બહુમાનભાવના પ્રભાવે આ રીતે જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે એટલે સૌપ્રથમ ક્રિયાયોગમાં જોડાય એ વાત યોગ્ય છે. તે ક્રિયાયોગ હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરવા માટે સમર્થ હોય છે. આ પ્રમાણે તીર્થકર ભગવંતે જણાવેલ છે.
1. अध्यवसानेन शोभनेन जिनो लेश्याभिः विशुध्यमानः ।