Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३६६ ० माया त्याज्या 0
૨૬/ प (बृ.क.सू.४/१०, स्था.३/४/२०४) इति बृहत्कल्पसूत्र-स्थानाङ्गसूत्रयोः वचनम्, तथा '“चत्तारि अवायणिज्जा
પન્ના, તે નહીં – (૧) વળી, (૨) વિરૂપવિદ્ધ, (૩) વગોવિયપાદુ, (૪) માયી” (સ્થા.મૂ.૪/૪/ર/ ३२६) इति स्थानाङ्गसूत्रमपि स्मर्तव्यम् ।
જિગ્ય, “તિવિદે મિચ્છત્તે પન્નત્તા તં નહીં - (૧) વિશ્વરિયા, (૨) વિપુ, (૩) સન્નાને” (ા./ ३/१९३/पृ.२५८) इति स्थानाङ्गसूत्रवचनाद् अविनयस्य मिथ्यात्वरूपत्वादपि अविनीतश्रुतदानम् अनुचितमिति कु भावः। र्णि गम्भीरसूत्रार्थदानं तु अतिपरिणामिकादिभ्यो नैव कार्यम् । इदमेवाभिप्रेत्य दशाश्रुतस्कन्धचूर्णी
“अभायणं न वाएति, जहा अपक्कमट्टियभायणे अंबभायणे वा खीरं न छुब्भति। जइ छुब्भइ, विणस्सति । તે આ પ્રમાણે - (૧) અવિનીત, (૨) વિગઈ વગેરેમાં આસક્ત અને (૩) ક્ષમાપના દ્વારા ઝઘડો શાંત ન કરનાર. આ ત્રણ જીવો ભણાવવા લાયક નથી.” સ્થાનાંગસૂત્રમાં આગળ જણાવેલ છે કે ચાર પ્રકારના જીવને વાચના ન આપવી - તેવું તીર્થકર ભગવંતોએ બતાવેલ છે. તે આ પ્રમાણે – (૧) અવિનીત, (૨) વિગઈ, મીઠાઈ વગેરેમાં આસક્ત, (૩) ઝઘડો શાંત ન કરનાર, (૪) માયાવી.” સ્થાનાંગસૂત્રની આ વાત પણ અહીં અવશ્ય યાદ કરવા યોગ્ય છે.
છે અવિનય મિથ્યાત્વસ્વરૂપ છે (ગ્રિ.) વળી, સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે “મિથ્યાત્વ ત્રણ પ્રકારે કહેવાયેલ છે. તે આ પ્રમાણે - (૧) અક્રિયા, (૨) અવિનય, (૩) અજ્ઞાન.' તેના આધારે કહી શકાય કે અવિનય ગાઢ મિથ્યાત્વસ્વરૂપ રહ્યું હોવાના લીધે અવિનીત-ઉદ્ધત વ્યક્તિને શ્રત આપવાનો જે નિષેધ કરેલ છે, તે વ્યાજબી જ છે. અવિનયીને શ્રુતદાન કરવું અનુચિત જ છે – આ પ્રમાણે અહીં તાત્પર્ય છે.
છે અતિપરિણામી વગેરે જીવોને ગંભીર શાસ્ત્રો ભણાવવા નહિ છે (ન્મી.) છેદસૂત્રાદિ ગંભીર સૂત્ર અને તેના અર્થ તો અતિપરિણામિક વગેરેને ન જ આપવા. આ જ અભિપ્રાયથી દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં જણાવેલ છે કે “અપાત્રને ગુરુ છેદસૂત્ર ન વંચાવે. જેમ કાચી માટીના વાસણમાં કે ખટાશવાળા વાસણમાં દૂધ નથી નાંખવામાં આવતું, તેમ આ વાત સમજવી. જો તે વાસણમાં દૂધ મૂકવામાં આવે તો કાચી માટીના વાસણનો કે દૂધનો નાશ થાય છે. તે રીતે અતિપરિણામી (= અપવાદરુચિવાળા, કાચીમાટીના વાસણ જેવા) જીવને તથા અપરિણામી (= માત્ર ઉત્સર્ગચિવાળા, ખટાશયુક્ત વાસણ જેવા) જીવોને છેદસૂત્ર ભણાવવાની ગુરુ રજા ન આપે.' આ બાબત અંગે ઊંડી વિભાવના કરી આપણે સદા પરિણામી (= ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગને અને કટોકટીના આપવાદિક સંયોગમાં અપવાદને જયણાપૂર્વક આચરનાર) બનવા પ્રયત્નશીલ રહેવું. આ પ્રમાણે અહીં 1. વત્વા અવાજનીયા: પ્રજ્ઞતા તદ્ યથા - (૧) કવિનીત, (૨) વિકૃતિપ્રતિવ, () અવ્યવમિતપ્રામૃત:, (૪) માથા (4મૃતમ્ = ધિવરણમ્) 2. ત્રિવિધું મિથ્યાત્વેિ પ્રજ્ઞતમ્ તત્ કથા - () ત્રિજ્યા, (૨) વિનય , (૩) અજ્ઞાનમ્ 3. अभाजनं न वाचयति, यथा अपक्वमृत्तिकाभाजने अम्लभाजने वा क्षीरं न क्षुभ्यते। यदि क्षुभ्यते (= क्षिप्यते), विनश्यति। एवम् अतिपरिणामान् अपरिणामान् च नोद्दिशति ।