________________
૩૧
૫ત્રસુધા સદ્ગુરુ રાજ સાચા કળિકાળમાં, સત્યને માર્ગ સીધે બતાવે, દેષ નિજ દૂર કરી, પ્રેમથી ગુરુ વરી, એ જ માર્ગે જતાં મોક્ષ આવે. ૩
૧૫
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
જેઠ વદ ૦)), રવિ, ૧૯૮૪ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુ૨ પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ રાજચંદ્ર અને ત્રિકાળ ત્રિકરોગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હ! નમસ્કાર હે! નમસકાર છે!
છ સુદિ પંચમી, જ્ઞાનની પંચમી, મુજ મનમાં ગમી રહી રમી એ, જ્ઞાનઅવતાર શ્રી ગુરુ-મૂર્તિતણ સ્થાપના ચંદ્રમૈયે બની છે; ગુરુમંદિર પર ચંદ્રપ્રભુ-ચયમાં બિબ બને તેનાં બિરાજે,
પંચ પરમેષ્ઠી સમ પંચ પ્રભુ-બિંબ એ સ્થાપિયાં ભવ્ય જીવ હિત કાજે. હે પરમકૃપાળુ દીનબંધુ કૃપાસિંધુ તરણતારણુ ભગવાન ! આ રાંકને હાથે રત્નતુલ્ય પ્રભુ! આપનું શરણું સદાય ભભવ હો !
“કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય;
જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય.” આ સ્વચ્છંદી પ્રમાદી અધમ બાળક અનંત દેષથી ભરેલે આપના શરણનું માહાસ્ય સમજ્યા વિના આ અમૂલ્ય ભવને ભિખારીની પેઠે પુદ્ગલના એંઠાઠા ઘણું કરવાગ્ય ટુકડાની જમણામાં ને ભ્રમણામાં આયુષ્ય ગુમાવે છે. એવા આ દીન રાંક ઉપર આપે કરુણા કરી છે. આંધળાને સીધી સડકે ચડાવી કોઈ ભલા માણસ આશિષ પામે તેમ આ૫નું આલંબન પામી આપને અંતરના ભાવથી આ હૃદય આજે નમે છે.
અહો ! પરમ પુરુષાર્થની પ્રગટ મૂર્તિ, પરમ જાગ્રત, સદા અપ્રમત્ત સ્વરૂપમાં તલ્લીન તારી મૂર્તિ મારા હૃદયમાં સ્કીર્ણવત્ સદા સર્વદા સદોદિત જ્યવંત વર્તા, જયવંત વર્તા!
ચૈત્ર સુદ ૧૨ના પત્રમાં પ્રદર્શિત ભાવને અણધારેલી રીતે આપની કૃપાથી સ્નાત્રપૂજામાં સ્નાત્રક તરીકે અઠવાડિયું રહેવાને વેગ બનતાં કંઈક બની આવી. પણ પ્રમાદ એ જ જીવને મહા રિપુ છે અને પ્રમાદની પાછળ પશ્ચાત્તાપ ઊભેલો જ હોય છે. એ દિવસે મારા જેવા અજાયા અણઘડ માણસને તે તદ્દન નવા જ હતા, અને તેને લીધે ઉપગશૂન્યતાથી ઘણી ભૂલ સેવાઈ ગઈ હશે. પણ હે પ્રભુ ! આપ તે પરમ કૃપાળુ છો, ક્ષમાના સાગર છે. આપના પરમ ગબળનું દર્શન એ શુભ દિને સર્વને પ્રત્યક્ષ થયેલું કે દશ હજાર જેટલાં માણસની મેદની જેઠ સુદ પાંચમે ભરાયેલી ગણાય છે, તેમાંથી કોઈને કંઈ નુકસાન, ભૂખ, તરસ કે કલેશનું કારણ કેઈ પણ થયું નથી. માત્ર શુભભાવના આ કાળમાં આવવી ટકવી દુર્લભ છે તેને પરિચય કરાવી આપે શાંતિ સર્વત્ર પ્રસરાવી હતી, તે સર્વનાં હૃદય સમજી શક્યાં છે.
ત્યાર પછી આ જીવને કેઈ એવા કર્મની પરંપરામાં તણાવું પડ્યું છે કે આ પુસ્તક અને આ લેખિનીને સમાગમ આજે જ થાય છે. હે પ્રભુ ! આ જીવ પુરુષની અશાતનાથી જ રઝળે છે. તેને તારી આરાધનાનું દાન દઈ વિરાધકપણું ટાળી આરાધકપણાનું દાન દે અને ઉતાવળે ઉતાવળે મોક્ષમાર્ગમાં લઈ જા.