________________
૩૩
આજે આ ગ્રંથ શ્રી જૈન સમાજ સમક્ષ મૂકતાં મારું મન ઘણું જ પ્રફુલ્લિત થાય છે તે સાથે સાથે વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે આ ગ્રંથને લક્ષપૂક વાંચજો તેનાં છપાએલા વિષયાને વિવેકથી વિચારો અને ધર્માને તમારા હૃદયમાં સ્થાન આપજો. આપને એ ખ્યાલ તો હશે જ કે ઘણા અલ્પજ્ઞાનીએ નહિ વાંચવા ચેાગ્ય વાંચન વાંચીને પેાતાના કિંમતી સમય વિના કારણુ ગુમાવે છે. કાં વાંચનથી અવળા માર્ગે ચડી જવાને ભય છે. આવા વાંચનથી આ ભવમાં અપકીર્તિ પામે છે, અને પરભવનાં નીચ ગતિએ જાય છે. ભાષા જ્ઞાનના પુસ્તકોની પેઠે આ ગ્રંથ રત્ન પઠન કરવા માટે નથી પરંતુ મનન કરી હૃદયમાં ઉતારી તેનેા લાભ લેવા માટે છે કે જેથી કરીને ભવાભવમાં તમારું હિત થશે.
તમે આ ગ્રંથને વિનય, વિવેક અને ભાવથી લાભ ઉઠાવજો, વિનય અને વિવેક એ ધર્માંના મૂળ હેતુ છે, આ ગ્રંથની અસાતના ન થાય એ માટે આપ લક્ષ રાખશે એવી મારી વિનંતી છે.
આપને ત્રીજી એક આ પણ ભલામણુ છે કે, જેઆએ પેાતાની વાંચન શક્તિ ગુમાવી દીધી હાય અને તેઓની ઇચ્છા હાય, તે આ અય તેમને વાંચી સંભળાવી તેમને અવશ્ય લાભ લેવરાવશે.
આપને આ ગ્રંથમાંથી જે કંઇ ન સમજાય તે સુવિચક્ષણ જ્ઞાની પાસેથી સમજવાની કેંતેજારી રાખજો.
આટલું કરવા પછી તમારા આત્માનું હિત જરૂર થશે. તમે જ્ઞાનને પામે, શાંતિ અને દિવ્ય આનંદ અનુભવા, પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે મારી નમ્ર માંગણી છે.
અંતમાં પૂ. મહારાજશ્રીએ આ ભગવતી ઉપક્રમ ગુજરાતી સરળ ભાષામાં તૈયાર કરી તેમણે ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કર્યાં છે એટલું જ નહિ પરંતુ પૂ. મહાસતીજીએ, નવદીક્ષિત તથા ભાવદીક્ષિત તેમ જ શાસ્ત્રના અભ્યાસી મુમુક્ષુએને ખૂબ જ ઉપયેાગી થાય તેવી સરળ રીતે રજુ કરી ખૂબ જ ઉપકૃત કરેલ છે.
દિવાનપુરા રાજકોટ,
લિ. આપસૌના આત્મમ ધુ, કુ ભજી શામજી વીરાણી