________________
કલેશ ભોગવી રહેલા છે, તેઓ કયારે શાશ્વતું સુખ પામે, એવી કરુણા. પૂર્વક ગુરુમહારાજ ઉપદેશ આપે, પરંતુ વ્યસન કે સંકટથી પરાભવિત. બનીને નહીં. જેમ કે ગ્રહનો-ભૂત-પિશાચને વળગાડ વળગેલો હેય, ઉન્મત્ત થયે હેય, કોઈ પ્રકારની બદલાની આશાથી જેમકે-આને. હિતોપદેશ આપવાથી મને અમુક પ્રકારને લાભ થશે. એમ લેભલાલસા ઉત્પન્ન થાય તે હે ગૌતમ! ગુરુ શિષ્યની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલા શુભાશુભ કર્મને, સંબંધ કેઈને હેત નથી. આમ હોવાથી દઢચારિત્રવાળા ગીતાર્થ મેટા ગુણોથી યુક્ત ગુરુ મહારાજ હોય. તેઓ વારંવાર આ પ્રમાણે કહે કે-આ સર્પના મુખમાં આંગળી નાખીને તેનું મા૫ કર, અથવા. તેના એકઠામાં દાંત કેટલા છે તે ગણીને કહે, તે તે પ્રમાણે શ્રદ્ધાથી કાર્ય કરનારો થાય. તેઓ જ કાર્યને–પરમાર્થને જાણે છે. આગમના જાણકાર કદાપિ વેત કાગડો કહે તો પણ આચાર્યો જે પ્રમાણે કહે તે પ્રમાણે શ્રદ્ધા કરવી-એમ કહેવામાં કારણ હશે.” જે કોઈ પ્રસન્ન વદનવાળો ભાવથી ગુરુએ કહેલા વચન ગ્રહણ કરે છે, તે પિવાના ઔષધની જેમ સુખાકારી અને ગુણ કરનાર થાય છે. પૂર્વે કહેલા પુણ્યના ઉદયવાળા ભવ્યસવો જ્ઞાનાદિક-લક્ષ્મીના ભાજન બને છે. ભાવમાં જેનું કલ્યાણ થવાનું છે તેવા આત્માઓ દેવતાની જેમ ગુરુઓની પર્યું પાસના-સેવા-ઉપાસના-આરાધના કરે છે. અનેક લાખ પ્રમાણ સુખને આપનાર, સેંકડે દુરથી મુક્ત કરાવનાર ગુરુ-આચાર્ય ભગવંતે હોય છે. તેના પ્રગટ દષ્ટાન્તરૂપ કેશી ગણધર અને પ્રદેશી. રાજા છે. પ્રદેશ રાજાએ નરકગમનની સંપૂર્ણ તૈયારી કરી હતી, પરંતુ આચાર્યના પ્રભાવે દેવવિમાન પ્રાપ્ત કર્યું. આચાર્ય ભગવંતે. ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કારણ-કાર્ય–ઉપમા સહિત એવા પ્રકારના વચને વડે શિષ્યના હૃદયને પ્રસન્ન કરતા કરતા પ્રેરણું. આપનાર હોય છે.
મહાનિશીથ મહાશ્રુતસ્કંધના અનુવાદના આધારે