________________
૧૪
કંટાળ્યા વગર શાસ્ત્રમાં કહેલા મેક્ષમાગની પ્રરૂપણું કરનાર, ઘણું ગુણોથી યુક્ત, અખલિત અખંડિત, શીલગુણને ધારણ કરનાર હોવાથી મહાયશવાળા, મહાસત્વવાળા, મહાનુભાવ, જ્ઞાન-દર્શન–ચારિત્રગુણયુક્ત, એવા ગણી એટલે ગણને ધારણ કરનાર આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષમાર્ગની આરાધના કરનાર ગ૭ કહેવાય. તેમાં રહી મુનિવર ગુરુકુળવાસ સેવન કરે. વિરાધક આત્માની વિવિધ વેદનાઓ :
હે ગૌતમ! કેટલાક મુનિવર ગુરુકુળવાસમાં રહી ગુરુકુળવાસ સેવન કરે અને કેટલાક ન પણ સેવે. ગુરુકુળવાસ સેવન કરનાર આત્મા પ્રભુ આજ્ઞાને આરાધક અને બીજો આજ્ઞાનો વિરોધક છે. ગુરુની આજ્ઞામાં– નિશ્રામાં રહેલે આત્મા સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રને આરાધક છે. જે તેવો આરાધક છે તે હે ગૌતમ! અત્યંત જાણકાર, અતિશય ઉત્તમ પ્રકારના મેક્ષ માગ માં ઉદ્યમ કરનાર છે. જે વળી ગુરુની આજ્ઞાન-નિશ્રાને અનુસરનારે નથી, આજ્ઞાની વિરાધના કરનાર છે, તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ–વાળે છે, તે સાથે વળી સજજડ રાગ-દ્વેષ-મોહ અને મિથ્યાત્વના પંજ-ઢગલાવાળા હોય છે. જે તેવા ગાઢ રાગાદિકના પંજવાળા હોય છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘેર સંસાર , સમુદ્રમાં આમ-તેમ-અરહો-પરહો અથડાય છે. તેવાને ફરી ફરી જન્મ, જરા, મૃત્યુના દુઃખો ભેગવવા પડે છે. વળી ફરી જન્મ, વૃદ્ધાવસ્થા મૃત્યુ, વળી પાછા ઘણા જન્મનું પરાવર્તન કરવું પડે છે. વળી ૮૪ લાખ નિઓમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી વારંવાર ઘેર દુસહ અતિગાઢ કાળા અંધકારવાળા રુધિરથી ખદબદતા, ચરબી, પરુ, ઉલટી, પિત્ત, કફના કાદવવાળા, દુગર્ભધયુક્ત અશુચિ વહેતા ગર્ભની ચારે બાજુ વીંટળાએલા ઓર, ફેફસા, વિષ્ઠા, પિશાબ, વગેરે અશુચિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ કરાવનાર, અતિઘર, ચંડ, રૌદ્ર, દુઃખેથી ભયંકર એવા ગર્ભની પરંપરામાં પ્રવેશ કરે તે ખરેખર દુઃખ છે. કલેશ છે, તે રેગ અને આતંક છે, તે શેક અને સંતાપ કરાવનાર છે, તે અશાંતિ કરાવનાર છે, ઈષ્ટ મનોરથની અપ્રાપ્તિ કરાવનાર છે. તે કારણે પાંચ પ્રકારના અંતરાય કમનો ઉદય થાય છે. તેમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. ત્યાં અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવા, અપકીર્તિ, કલંક વગેરે અનેક દુઃખોને