________________
૧૩
પુસ્તક ૧-લું જે કે અજિતનાથજી ભગવાન વિગેરે તેવીસ તીર્થંકર પૂર્વભવમાં રાજારૂપે હતા, પણ ચક્રવતી પણાનું સૌભાગ્ય તે પૂર્વભવમાં ફક્ત ભગવાન ઋષભદેવજીને જ હતું અને તે ચક્રવતી પણાનું સંપૂર્ણ
સ્મરણ ભગવાન ઋષભદેવજીને મૂળથી જાતિસ્મરણ હોવાને લીધે સંપૂર્ણ પણે હતું, એમ કહેવાની વધારે જરૂર નથી.
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે અજિતનાથજી ભગવાન વિગેરે ત્રેવીસે તીર્થકરો પૂર્વભવમાં માત્ર આચારાંગાદિ અગિયાર અંગેને જ ધારણ કરનારા હતા, ત્યારે ભગવાન ઋષભદેવજી પહેલાના ભવમાં ચૌદ પૂર્વને ધારણ કરનારા હતા. એટલે જાતિસ્મરણને લીધે પહેલા ભવનું ચક્રવર્તી પણાનું અસાધારણપણે રાજનીતિનું જ્ઞાન અને અદ્વિતીય એવું શાસ્ત્રીયજ્ઞાન ભગવાન ઋષભદેવજી મૂળથી જ ધારણ કરનારા હતા.
તેથી મહારાજા નાભિજી પિતાને લાગતી મુશ્કેલીને રસ્તે ચળકતા તારા તરીકે ઝળકતા ઋષભદેવજી કાઢી શકશે એમ ધાર તેમાં કઈ પણ પ્રકારે અતિશયોક્તિ કે અયોગ્યતા તે કહેવાય જ નહિ. તે મુશ્કેલીને અંત લાવવા માટે નાભિ મહારાજે સંકેચ કે શરમને અવકાશ ન આપતાં ભગવાન ઋષભદેવજીને જ રાજા તરીકે થાપવાનું યુગલિયાઓને ખુલ્લા દિલથી જણાવી દીધું. રાજા શબ્દની ઉત્પત્તિ કરનાર ભગવાન ઋષભદેવ:
એ વાત પણ સાચી જ છે કે ભગવાન ઋષભદેવજીના ગુણોનું ઘણું વધારે જ્ઞાન મહારાજા નાભિ કુલકરને હતું. છતાં સૂર્યને ઉદય દૂરવાળાને પણ ધ્યાન બહાર ન હોય તેવી રીતે તે ઋષભદેવજી મહારાજને પ્રભાવ યુગલીઆઓની પણ ધ્યાન બહાર નહોતે અને તેથી યુગલિયાઓએ પ્રથમ વાચિક નીતિ ઉલ્લંઘન કરનારને કાયિક દંડની નીતિથી વશ કરનાર કોઈ અધિપતિની માંગણી ભગવાન ઋષભદેવજી પાસે કરી અને તે માગણને અંગે ભગવાન ઋષભદેવજીએ તે અધિપતિ રાજા હોય તે જ બની શકે એમ કહી રાજા શબદનો પ્રથમ આવિર્ભાવ ભગવાન ઋષભદેવજીએ કર્યો. અને વિનય ગુણના દરિયા એવા ભગવાન ઋષભદેવજીએ તેવા કાયિક દંડથી નીતિને પ્રવર્તાવનાર (અનીતિને રોકનાર) રાજાની માંગણી કરવા માટે