________________
પુસ્તક ૩ જું
૪૧
તેના તે વિચારોને ત્યાગ આવશ્યક છે. શાસ્ત્રકારે ઉત્કૃષ્ટ શ્રાવક કોને કહે છે? એ વાત આ તબકકે વિચારવા જેવી છે. જે શ્રાવક ફાસુક એષણ પદાર્થોથી પિતાને નિભાવ કરે છે, તેવાજ શ્રાવકને શાસ્ત્રકારોએ ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યા છે. ઘણી વાર ઘણા શ્રાવકે પિતાને ઉત્કૃષ્ટ મનાવવા તૈયાર થાય છે, પરંતુ ઉકૃષ્ટપદ ક્યારે પ્રાપ્ત થાય? તે આપણે વિચારવું ઘટે. ઉત્કૃષ્ટપણું માગ્યું ન મળે:
સારાપણું સર્વને ગમે છે. સારાપણું જણાવવાની સઘળાની તૈયારી હોય છે. સારાપણાને કેઈને પણ તિરસ્કાર નથી આવતે, પરંતુ સારાપણું કેવી રીતે મેળવી શકાય છે તે જોવાની કોઈ તન્દી લેતું નથી. આપણે સારાપણાની ખેંચતાણ કરીશું, તેથી કાંઈ સારા પણાની આપણને પ્રાપ્તિ થઈ જવાની નથી. સારાપણાની ખેંચતાણ કરવાથીજ અથવા તે આપણું મેળેજ સારા તરીકે આપણને ઓળખાવવાથીજ જે સારાપણું આવી જતું હેત તે આ દુનિયામાં બધા સારા થઈ જાત અને નરસા પણાને કેાઈ સંગ્રહી પણ ન જ રાખત ! પરંતુ ઉત્કૃષ્ટપણું એ કાંઈ સરળ ચીજ નથી. શાસ્ત્રકાર મહારાજાઓ ફરમાવે છે, કે સારા વિચાર, સારા ઉચ્ચાર અને સારા આચારથીજ સારાપણું મેળવી શકાય છે. જે આ ત્રણ વસ્તુ ન હોય, ત્યાં કોઈના કહેવાથી ઉત્કૃષ્ટપણાની પ્રાપ્તિ થતી નથી અને જ્યાં આ ત્રણ વસ્તુ છે, ત્યાં કેઈના લાખો પ્રયત્નથી પણ ઉત્કૃષ્ટપણું ટાળી શકાતું નથી. બધે ભાર કર્મ ઉપર જ છે
જ્યાં આ ત્રણ વસ્તુઓ ન હોય, સારા વિચાર, સારા ઉચ્ચાર અને સારા આચાર એ ત્રણ વસ્તુ ન હોય અને કેઈ મનમાં એમ ધારી લે કે હું ઉત્કૃષ્ટ છું, તે એથી ઉત્કૃષ્ટપણાની પ્રાપ્તિ થઈ જતી નથી, અને એવું મનમાં માની લીધેલું ઉત્કૃષ્ટપણું એ કાંઈ કામ પણ લાગતું નથી. જે પિતે ધારી લેવાથીજ ઉકૃષ્ટપણાની પ્રાપ્તિ થઈ