________________ * સંસારના ઝંઝાવાતથી ગભરામણ તેને થાય જેના હૈયામાં શ્રી વીતરાગ પ્રભુની વાણીના પ્રકાશ બળે સંસારનું યથાર્થ સ્વરૂપ અંકિત ન હોય ! * બીજાના દુઃખને જોઈને જેના હૈયામાં કરૂણા ન જાગે તેણે ખરેખર આત્મતત્વને પરિચય નથી મેળવે એમ કહી શકાય; માટે સમ્યક્ત્વના લિંગ તરીકે કરૂણાભાવને પણ સ્થાન છે. Kક ઉન્માદ અને અવિવેક તે સંસારની ખાસીયત છે, નમ્રતા અને વિવેક ધર્મ પરિણમ્યાની ખાસીયત છે. * આત્માને ઓળખવાની વાત કરવા છતાં પણ કમ સત્તાની વિટંબણાઓનું યથાર્થ મૌલિક સ્વરૂપ ધ્યાનમાં આવ્યા વિના આત્મા એાળખાતું નથી. ધમની ક્રિયા પર અરૂચિ એટલે આત્માને સંસારમાં રીબાવ નાર કર્મોને પંપાળવાની અણસમજ ભરી વૃત્તિ છે. * જેના હૈયામાં વીતરાગની આજ્ઞા તેને મોક્ષ હથેલી માં છે ! સાધના મુદ્રણાલય : દાણાપીઠ, ભાવનગર